Home ગુજરાત નિલેશ કુંભાણી વોન્ટેડના, લોકતંત્રનો હત્યારો, ગદ્દાર ના સુરતમાં પોસ્ટરો લાગ્યા

નિલેશ કુંભાણી વોન્ટેડના, લોકતંત્રનો હત્યારો, ગદ્દાર ના સુરતમાં પોસ્ટરો લાગ્યા

27
0

(જી.એન.એસ) તા. 25

સુરત,

સુરત બેઠક પરથઈ કોંગ્રેસ ના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતા, તેઓ ભૂગર્ભ માં ચાલ્યા ગયા હોય તેવી સ્થિતિ સુરતમાં સર્જાઇ છે, ચાર દિવસથી ગુમ થયેલા નિલેશ કુંભાણીના હવે સુરત શહેરમાં પોસ્ટર લાગ્યા છે. પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ હીરાબાગ બ્રિજ પર પોસ્ટર લગાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. આ પોસ્ટરમાં નિલેશ કુંભાણીને વોન્ટેડ જાહેર કરાયા છે. આટલું જ નહીં પોસ્ટરમાં લોકતંત્રનો હત્યારો, ગદ્દાર જેવા લખાણ લખાયા છે. સુરત લોકસભાના 19 લાખ મતદારોના હક્કનો સોદો કરનારને ઓળખો તેવો પણ ઉલ્લેખ કરાયો છે. તો પોસ્ટરમાં જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવાડવા અપીલ કરવામાં આવી છે. રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું.

 કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કૉંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વિરોધ નોધાવ્યો હતો. ‘જનતાનો ગદ્દાર’, ‘લોકશાહીનો હત્યારો’ જેવા લખાણો સાથેના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. જો કે નિલેશ કુંભાણીના ઘરે તાળું જોવા મળ્યું હતું. હાલમાં નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા હોવાની માહિતી મળી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગરમીના દિવસો એટલે કે ‘લુ’ દરમિયાન કૃષિ માટે કેટલાક તકેદારીના પગલાં લેવા ખેડૂતોને અનુરોધ
Next articleઉત્તરાખંડના હલ્દવાનીમાં વસ્તીવાળા વિસ્તારમાંથી રીંછને પાંચ કલાકની મહેનત બાદ પકડી વન વિભાગ દ્વારા જંગલ માં છોડી દેવામાં આવ્યું