Home દેશ - NATIONAL દિલ્હીમાં મળેલી 50 ફૂટ ઉંડી ગુફાનું રહસ્ય જાણીને લાગશે આશ્ચર્યનો આંચકો

દિલ્હીમાં મળેલી 50 ફૂટ ઉંડી ગુફાનું રહસ્ય જાણીને લાગશે આશ્ચર્યનો આંચકો

379
0

(જી.એન.એસ), તા.૭
હાલમાં દિલ્હી પોલીસે સાઉથ દિલ્હીમાં આવેલા મોતી બાગ પાર્ટ 1 ખાતે આવેલા સ્મૃતિ વાટિકા પાર્કમાંથી 50 ફૂટ ઉંડી ગુફા શોધી કાઢી લીધી છે. આ ગુફામાં બે સાંકડા એન્ટ્રન્સ પણ હતા. આ ગુફાનો ઉપયોગ ગુનેગારો ચોરેલી વસ્તુઓ સંતાડવા માટે તેમજ પોલીસથી છુપાવા માટે કરતા હતા. આ ગુફામાંથી પોલીસને ચોરીને લેપટોપ, મોબાઇલ ફોન્સ , ટેલિવિઝન સેટ અને મોંઘીદાટ ઘડિયાલો મળી છે.
આ મામલે દિલ્હીના જવાબદાર પોલીસ અધિકારીએ માહિતી આપી છે કે અમને જે ગુફા મળે છે એનું એન્ટ્રન્સ સાંકડું હતું પણ અંદરથી તે એકદમ પહોળી હતી. આ ગુફા એટલી મોટી હતી કે એમાં એકસાથે 6 વ્યક્તિ સહેલાઈથી સુઈ શકે. આ ગુફા અત્યંત અંધારી અને ભેજવાળી છે પણ તે પોલીસથી છુપાવવા માટેની પર્ફેક્ટ જગ્યા છે.
પોલીસ હાલમાં છ ચોરોની ઉલટતપાસ કરતી હતી ત્યારે અનાયાસે આ ગુફાની માહિતી મળી હતી. પોલીસે આપેલી માહિતી પ્રમાણે ગુનેગારો આ ગુફામાં સંતાઈ જતા અને પછી પ્રકાશ માટે મોબાઇલ ફોનની ટોર્ચલાઇટનો ઉપયોગ કરતા હતા. ક્રિમિનલ્સ આ ગુફામાં ભોજન પણ લેતા હતા અને અહીં તેમના માટે જરૂરી સામાનનો સંગ્રહ પણ થયેલો મળી આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપંજાબ: જીપ અને સ્કૂલ બસની ટક્કરમાં 4 બાળકોના મોત, 16 ઘાયલ
Next article‘મારા દિકરાને ગાળો કેમ બોલી’: બોરસદમાં ભાઈએ જ ભાઈને પતાવી દીધો