Home દેશ - NATIONAL પંજાબ: જીપ અને સ્કૂલ બસની ટક્કરમાં 4 બાળકોના મોત, 16 ઘાયલ

પંજાબ: જીપ અને સ્કૂલ બસની ટક્કરમાં 4 બાળકોના મોત, 16 ઘાયલ

325
0

(જી.એન.એશ), તા.૭
હોશિયારપુર. પંજાબના હોશિયારપુરમાં શુક્રવારે સિંહપુર રોડ પર સ્કૂલ બસ અને જીપ વચ્ચે થયેલી અથડામણમાં 4 બાળકોના મોત અને 16 ઘાયલ થયા છે. ઘાયલોને દસૂહાની સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ, બસ કેમ્બ્રિજ સ્કૂલની હતી. હાજીપુર રોડથી દસૂહા તરફ જઈ રહેલી બસ સાથે સામેથી ઓવર સ્પીડમાં આવેલી જીપ ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂલ બસ કાટમાળમાં ફેરવાઈ ગઈ. બસમાં કુલ 20 બાળકો સવાર હતા. સાક્ષીઓના કહેવા મુજબસ દુર્ઘટના જીપ ડ્રાઈવરની ભૂલના કારણે થઈ. દુર્ઘટનામાં 4 માસૂમ બાળકોના મોત થયા છે. દસૂહાના એસપી રાજિંદર કુમારે આ વાતની પુષ્ટિ કરી છે. મૃતકોની ઓળખ સુરભિ, અનિરુદ્ધ અને બસ ચાલક રણજીત સિંહ તરીકે થઈ છે. જ્યારે એક બાળકની ઓળખ થઈ શકી નથી. ઈજાગ્રસ્ત બાળકોને દસૂહાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ 5 બાળકોને હોશિયારપુરની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.
હોશિયારપુરના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી વિજય સાંપલાએ દુર્ઘટના અંગે જણાવ્યું કે, કડકાઈ છતાં સ્કૂલ મેનેજમેન્ટ બાળકોની સુરક્ષા સાથે રમત રમી રહ્યું છે. અનેક વખત જોવામાં આવ્યું છે કે સ્કૂલ બસ ડ્રાઈવર નિર્ધારીત સ્પીડમાં બસ ચલાવતા નથી અને ન તો કોઈ અટેન્ડેન્ટ બાળકોની દેખરેખ માટે ગોય છ. સાંપલાએ કલેક્ટર અને એસએસપી હોશિયારપુરને સ્કૂલ મેનેજમેન્ટ તથા જીપ ડ્રાઈવર સામે તપાસ કરીને રિપોર્ટ આપવાનું કહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભગવાન વાલ્મીકિ વિરૂદ્ધ અપમાનજનક શબ્દો નથી કહ્યા: રાખી સાવંત
Next articleદિલ્હીમાં મળેલી 50 ફૂટ ઉંડી ગુફાનું રહસ્ય જાણીને લાગશે આશ્ચર્યનો આંચકો