Home ગુજરાત દલાલે એક યુવતીના ૪ દિવસમાં બે વાર લગ્ન કરાવ્યા

દલાલે એક યુવતીના ૪ દિવસમાં બે વાર લગ્ન કરાવ્યા

424
0

(જી.એન.એસ), તા.૭
હાલમાં સમાજમાં છોકરાઓ સામે છોકરીઓની ઘટતી સંખ્યાએ તમામ સમાજને ચિંતામાં મૂકી દીધા છે. સમાજમાં શિક્ષિત તેમજ સારા ઘરના ઘણા છોકરાઓને છોકરીઓની અછત ને કારણે સગપણ થતું ન હોવાથી છોકરાના માતા પિતા ન છૂટકે સમાજ બહારથી કોઈપણ રીત પુત્રવધુ લાવી પોતાનો વંશ વેલો ચાલુ રાખવા માટે મજબૂર થઈ જાય છે.
આ પરિસ્થિતીનો લાભ દલાલોની ટોળકી મન ભરીને ઉઠાવે છે સૌ પ્રથમ યુવતીના પરિવાર જનોને વિશ્વાસમાં લઈ સારા ઘરમાં લગ્ન કરાવવાની લાલચ આપે છે અને સામે છેડે કોઈ પરિવારને પુત્રવધુ લાવી આપવાની કિંમત કરી લગ્ન કરાવે છે પરંતું મામલો અહીં ન અટકતાં તે જ યુવતીને મજબૂર કરી એક બાદ બીજા લગ્ન કરવા મજબૂર કરવામાં આવે છે કે જેથી બીજા પરિવાર પાસેથી પણ પુત્રવધુ લાવી આપવાના પૈસા પડાવાય પરંતું આ ખેલમાં યુવતી અને દલાલોન લાખોે રૃપિયા આપી તેને પરણનાર યુવક અને તેના પરિવારની હાલત કફોડી થઈ જાય છે. આવો જ એક કિસ્સો વલસાડની યુવતીનો સિદ્ધપુર પંથકમાં સામે આવતાં ચકચાર મચી જવા પામી છે.
વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના બોકળધરાની રર વર્ષીયને હંસા ઉર્ફે ઉર્મીલા નામની મહીલાએ સારુ કામ અપાવવાની લાલચ આપી કલાવતીને અમદાવાદ લાવી અન્ય સીતાબેન નામની મહીલા સાથે મળી ગામડાના અંતરીયાળ વિસ્તારમાં કોઈ ભૂપત નામના વ્યક્તિ જોડે બળજબરીની લગનની ફૂલહાર વિધી કરાવી દીધી હતી. તેના ૪ જ દિવસ બાદ ફરી હંસા નામની મહિલાએ યુવતીને ઈકો ગાડી મારફતે સિદ્ધપુરના ખળી ગામ ખાતે લાવી વિનોદભાઈ પ્રભુદાસ પટેલ સાથે ફરી લગ્ન કરાવી દીધા જેથી યુવતી બરોબરની ફસાઈ હતી. યુવતીને સાસરીયામાં રહેતા જાણ થઈ હતી કે તેની સાથે વિનોદના લગ્ન કરાવવા માટે હંસાબેન, સીતાબેન અને સુધીર નામના વ્યક્તિએ દલાલીના ૧.રપ લાખ રૃપિયા પડાવ્યા હતા. જો કે હવે યુવતીને ખળીના પોતાના સાસરીયા તરફથી પ્રેમ અને હૂંફ મળતાં તે હાલમાં અહીં જ રહેવા માંગે છે પરંતુ તેની જીંદગી સાથે રમત કરી ગયેલ દલાલો વિરૃદ્ધ સિદ્ધપુર પોલીસ મથકે તેમજ પાટણ જીલ્લા પોલીસ અધિક્ષકને ફરીયાદ કરી છે.
કલાવતીએ જણાવ્યું હતું કે દલાલ હંસાએ મારા પરિવારની ગરીબીને જોતાં મારા પિતાને લાલચ આપી હતી કે તમારી દિકરીને સારુ કામ અપાવીશું જેથી કરીને મારા પિતાએ વિશ્વાસ મૂકી મને હંસા અને સીતા નામની મહિલાઓ સાથે મોકલી હતી.
કલાવતીને ખળી ગામે પરણાવતા દલાલોએ વિનોદભાઈ પટેલ પાસેથી પહેલા ૧.૧૦ લાખ અને બાદમાં ૧ર૦૦૦ રૃપિયા પડાવ્યા હતા. દલાલો છોકરાના પરિવારની ગરજ જોવે છે અને તે મુજબ તેમના પરિવારમાં પુત્રવધુ લાવી આપવાની વાત ગોઠવી લાખો રૃપિયા પડાવે છે.
કલાવતીએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે સારા કામની લાલચે મને લાવી પહેલા ભુપત જોડે અને બાદમાં ૪ જ દિવસમાં વિનોદ જોડે એમ ૪ જ દિવસમાં મને ર વખત પરણાવી દીધી હતી.
સમગ્ર મામલાની તપાસ કરતા એએસઆઈ દશરથભાઈના જણાવ્યા મુજબ યુવતી તેના પતિ વિનોદ સાથે ખુશ હોવાથી તેના સાસરી ખળી જવાની ઈચ્છા દર્શાવતાં પોલીસે તેને પતિ સાથે મોકલી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleUS ના મિસાઇલ હુમલાની રશિયાના રાષ્ટ્રપતિએ કરી ટીકા
Next articleબાંગ્લાદેશના વડાપ્રધાનનું સ્વાગત કરવા પીએમ મોદી એરપોર્ટ પહોંચ્યા