Home દેશ - NATIONAL બાંગ્લાદેશના વડાપ્રધાનનું સ્વાગત કરવા પીએમ મોદી એરપોર્ટ પહોંચ્યા

બાંગ્લાદેશના વડાપ્રધાનનું સ્વાગત કરવા પીએમ મોદી એરપોર્ટ પહોંચ્યા

325
0

(જી.એન.એસ), તા.૭
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને આજે રિસીવ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે દિલ્હી એરપોર્ટ ગયા. પીએમ મોદીનો આ કાફલો લોક કલ્યાણ માર્ગથી એરપોર્ટ સુધી નોર્મલ ટ્રાફિકમાં જ ગયો. આ દરમિયાન તે રૂટ પર કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નહતો. સામાન્ય ટ્રાફિકને જરાય ખલેલ પહોંચાડ્યા વગર પીએમ મોદીનો કાફલો એરપોર્ટ પહોંચ્યો હતો. એરપોર્ટ પહોંચીને મોદીએ શેખ હસીનાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. શેખ હસીના સાથે આવેલા અધિકારીઓએ પીએમ મોદી સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી. સામાન્ય રીતે વડાપ્રધાન જ્યારે પોતાના કાફલા સાથે બહાર નીકળે છે ત્યારે તેમની સુરક્ષા ખુબ ચુસ્ત હોય છે. જે રૂટ પરથી તેઓને જવાનું હોય છે તેની 10 મીનિટ પહેલા ટ્રાફિકને રોકી દેવાય છે.
વડાપ્રધાનના કાફલાની સૌથી આગળ એક સાયરન વગાડતી ગાડી હોય છે જે દિલ્હી પોલીસના સિક્યોરિટી સ્ટાફની હોય છે. ત્યારબાદ એસપીજીની ગાડી અને પછીબે અન્ય ગાડીઓ હોય છે. ત્યારબાદ લેફ્ટ અને રાઈટ સાઈડમાં બે ગાડીઓ હોય છે. અને વચ્ચે વડાપ્રધાનની ગાડી. તેની બરાબર પાછળ ફરી પાછી લેફ્ટ અને રાઈટ બે સાઈડ બે ગાડીઓ હોય છે. અને પાછળ બે ગાડીઓ અને તેની પાછળ જામરથી લેસ ગાડી. તેના ઉપર બહુ એન્ટેના ફિટ હોય છે. તે રસ્તાની બંને બાજુ 100 મીટરના અંતરે રાખવામાં આવેલા વિસ્ફોટકો ડિફ્યૂઝ કરી શકે છે.
ત્યારબાદ નંબર આવે છે એમ્બ્યુલન્સનો. તેના પછી બે ગાડી હોય છે. બધી ગાડીઓમાં એનએસજીના શાર્પ શૂટર કમાન્ડો હોય છે. એટલે કે સિક્યોરિટીને જોઈએ તો વડાપ્રધાનની સાથે લગભગ 100 લોકોની ટીમ હોય છે. જ્યારે પીએમ પગપાળા હોય છે ત્યારે પણ તેમની આજૂબાજૂ અને આગળ પાછળ યુનિફોર્મ અને સાદા વેશમાં એનએસજીના કમાન્ડો હોય છે.
પરંતુ આજે જ્યારે તેઓ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને રિસિવ કરવા માટે દિલ્હી એરપોર્ટ ગયા ત્યારે તેમની સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો નહતો. કહેવાય છે કે આ અગાઉ જ્યારે અબુધાબીના શહેજાદા શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન ભારતના પ્રવાસે આવ્યાં ત્યારે પણ વડાપ્રધાન ટ્રાફિકને ખલેલ પહોંચાડ્યા વગર રિસિવ કરવા માટે એરપોર્ટ પહોંચી ગયા હતાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદલાલે એક યુવતીના ૪ દિવસમાં બે વાર લગ્ન કરાવ્યા
Next articleદિલ્હી એરપોર્ટ પર બે પ્લેન ટકારાતા બચી ગયા, મોટી દુર્ઘટના ટળી