Home મનોરંજન - Entertainment તમિલ ગીતકાર કો સેશાએ વેજ ભોજન મંગાવ્યું અંદર નોનવેજ આવ્યું..

તમિલ ગીતકાર કો સેશાએ વેજ ભોજન મંગાવ્યું અંદર નોનવેજ આવ્યું..

57
0

(જી.એન.એસ),તા.૨૦
નવીદિલ્હી

તમિલ ગીતકાર – Ko Sesha


ફૂડ ડિલીવરી ચેન કંપની સ્વિગી વિવાદોમાં છે. હકીકતમાં તમિલ ગીતકાર Ko Seshaએ આરોપ લગાવ્યો કે તેમણે સ્વિગીમાંથી શાકાહારી વસ્તુ ઓર્ડર કરી હતી, પરંતુ તેમાં ચિકનના પીસ મળ્યા. Ko Seshaએ ટ્‌વીટ કરતા સ્વિગી પર આ આરોપ લગાવ્યો છે. Ko Seshaએ લખ્યુ, ‘કોબી મંચૂરિયન વિધ કોર્ન ફ્રાઇડ રાઇસમાં ચિકન માંસના ટુકડા મળ્યા, જેનો મેં @tbc_indiaમાં @Swiggy પર ઓર્ડર કર્યો હતો. તેનાથી પણ ખરાબ વાત છે કે સ્વિગી કસ્ટમર કેયરે મારી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે ૭૦ રૂપિયાનું વળતર આપવાની રજૂઆત કરી હતી.’ તેમણે એક અન્ય ટ્‌વીટમાં કહ્યું કે હું માંગ કરુ છું કે સ્વિગીના એક પ્રતિનિધિ, જે સ્ટેટ હેડથી નીચે લેવલના ન હોય, મારી વ્યક્તિગત રૂપે માફી માંગવા કોલ કરે. હું કાયદાકીય ઉપાયના પોતાના અધિકારને પણ સુરક્ષિત રાખુ છું. Ko Seshaના ટ્‌વીટને ૮૦૦થી વધુ લાઇક્સ અને કોમેન્ટ્‌સ મળી ચુક્યા છે. એક યૂઝરે લખ્યું કે, આ લાગતું નથી ચિકન હોય. તમને કેમ ખબર પડી કે આ ચિકન છે. શું તમે પહેલા ટેસ્ટ કર્યું છે. યૂઝરનો જવાબ આપતા Ko Seshaએ કહ્યું કે મારા બે માંસાહારી મિત્રોએ ચિકનના પીસને ચાખ્યા અને પુષ્ટિ કરી. મારી પાસે હજુ પણ પીસ છે. તમે આવી શકો છો, સ્વાદ લઈ શકો છો. લોકો આ ગીતકારના ટ્‌વીટ પર જુદી-જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. પરંતુ તેમના આ ટ્‌વીટ બાદ ફરી ફૂડ ડિલીવરી કંપનીઓ વિવાદોમાં જરૂર આવી ગઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅશ્લેષા સાવંત અને સંદીપ બસવાના ૨૦ વર્ષથી લિવ ઈનમાં રહે છે
Next articleબાહુબલી, આરઆરઆર બાદ રાજામૌલિ ૧૭૭૦ ફિલ્મ લાવશે