Home ગુજરાત ગુજરાતમા પેટા ચૂંટણીઓ જાહેર..! બાગી નેતા અલ્પેશ અને ધવલને મળશે ટીકીટ..?

ગુજરાતમા પેટા ચૂંટણીઓ જાહેર..! બાગી નેતા અલ્પેશ અને ધવલને મળશે ટીકીટ..?

339
0

 

જી.એન.એસ.ગાંધીનગર) તા.23/09

ગુજરાતમાં ફરી એકવાર પેટા ચૂંટણીનો દોર શરૂ થયો છે. ત્યારે 21 તારીખે દિલ્હી મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ આરોડાયે ગુજરાતની 7 બેઠકોમાંથી 4 બેઠકોની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી. ખેરાલુ, અમરાઈવાડી, લુણાવાડા, થરાદની વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. ત્યારે રવિવાર ના રોજ બાકાત રહેલી બેઠક રાધનપુર, બાયડ બેઠકની તારીખ આજે જાહેર કરી દેવાઈ છે.રાધનપુર, બાયડ બેઠકની તારીખ જાહેર કરી દેવાઈ છે.
પરંતુ હજુ સુધી ઉમેદવારો કોઈ નક્કી થયેલ નથી.ભાજપમાંથી કેટલાક દિવસોથી રાધનપુરથી અલ્પેશ ઠાકોર અને બાયડથી ધવલસિંહ ઝાલાનો નામ ચાલતું આવ્યું છે.ત્યારે તારીખ જાહેર કરી દેવાઈ છે પરંતુ આ બંને ઉમેદવારો ઉમેદવારી કરશે કે નહીં તે હજુ કહેવું મુશ્કેલ છે.
રાધનપુર બેઠક મેળવવા માટે અલ્પેશ તમામ પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી તેને ટિકિટ આપવામાં કેમ પાછળ થઈ રહી છે તે એક સવાલ છે? કદાચ ભાજપ એવું વિચારતી હશે કે કોંગ્રેસથી બગાવત કરી ભાજપ પાર્ટી સાથે સબંધ જોડનાર અલ્પેશ ઠાકોર કોંગ્રેસ જેવી બગાવત ભાજપ સાથે તો નહીં કરે ન..! કારણ કે વગર મહેનતે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે બિહારનો પ્રભારી બનાવી દેવાયો છતાં અલ્પેશે કોંગ્રેસ સાથે દગો કર્યો હતો. અને કોંગ્રેસ સાથે બગાવત કરી ભાજપમાં જોડાયો. અલ્પેશ ઠાકોર જે સમયે રાજનીતિમાં આવ્યો ત્યારથી અત્યાર સુધી વિવાદમાં જ રહ્યો છે. અને સરકાર વિરુદ્ધ આંદોલન કર્યા છે પણ હવે એવું તો શું મળી ગયું કે જેની સામે લાલ આંખ હતી આજે એ આંખ તેની સામે જુકી રહી છે. રાજનીતિના પરિચયમાં અલ્પેશ સાથે સાથે બાયડ સીટ માટે મેહનત કરી રહેલા ધવલસિંહ ઝાલા પણ ભાજપ માટે નવા છે કારણ કે અલ્પેશની પાછળ પાછળ ચાલનર ધવલસિંહ ઝાલાની મુશ્કેલીમાં વધારો થાય તેવી શકયતા સેવાઈ રહી છે.
ગુજરાતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ એડી ચોટીનો જોર લગાવી રહી છે. પરંતુ આજે ભાજપમાં ભડકા કરે એવા ઉમેદવાર અલ્પેશ અને ધવલસિંહ ઝાલા જેવા વ્યક્તિઓ છે જેથી ભાજપ તેમના ઉપર વિશ્વાસ કરવામા મુશ્કેલી અનુભવી રહી હોય તેવું લાગી રહ્યું છે. સમાજનો વિશ્વાસ જીતી અલ્પેશ રાજનીતિમાં આવી ગયો અને ધારાસભ્ય પણ બની ગયો હતો. પરંતુ હવે અલ્પેશને ધારાસભ્ય ફરી બનવું તે તેના પડકાર રૂપ સાબિત થાય તો નવાહી નહીં. કેમ કે સમાજ પણ અલ્પેશનો વિરોધ કરી રહ્યો છે. એવામાં ભાજપ પણ મુંઝવણમાં છે કે રાધનપુર સીટ ઉપર અલ્પેશને ઉમેદવારી કરાવવી કે કેમ.પેટ ચૂંટણીમાં રાધનપુર અને બાયડ સીટ ઉપર તમામની નજર છે.ત્યારે હવે જોવાનું એ રહયુ કે ભાજપ કોને આ બે સીટ ઉપર મેદાનમાં ઉતારશે.. સામે કોંગ્રેસ માટે પણ આ સીટ જીતવી મહત્વની છે કેમ કે આ બંને સીટો ઉપર કોંગ્રેસનો વિજય દબદબો હતો ત્યારે કોંગ્રેસ આ દબોદબો રાખવા તમામ મહેનત લગાવી દેશે તે સ્પષ્ટ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતની પેટા ચૂંટણીની જાહેરાત તથા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ફાંંફે ચડ્યા..
Next articleઢોંગી ધનજી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થતા દીકરા માટે પિતા ઉતરશે અનશન ઉપર