Home દેશ - NATIONAL ઝારખંડઃ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરતા મોદીએ કહ્યું- વિકાસ લાવશે રોજગારી

ઝારખંડઃ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરતા મોદીએ કહ્યું- વિકાસ લાવશે રોજગારી

340
0

(જી.એન.એસ), તા.૬ રાંચી.
વડાપ્રધાન મોદીએ ગુુુરુવારે ઝારખંંડની મુલાકાત દરમિયાન સાહેબગંજમાં વિકાસના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં જનતાને સંબોધતા મોદીએ કહ્યું કે, ભગવાન બિરસા મુંડાની ધરતી પર આવ્યાનું મને ગર્વ છે. અનેક વિકાસ કાર્યોની શરૂઆત થઈ રહી છે જેના કારણે સાંથલ પરગણાને ફાયદો થશે. વિકાસ દ્વારા અમે આદિવાસી સમુદાયની સેવા કરવા માંગીએ છીએ. ઝડપી વિકાસ દ્વારા જ ઝડપી રોજગારીનું નિર્માણ થશે. આજે ગંગા પર મોટો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ તેના કારણે બિહાર અને ઝારખંડનું જોડાણ થશે. આ પ્રોજેક્ટથી વિકાસને વેગ મળશે.
વડાપ્રધાને કહ્યું- આ પ્રોજેક્ટનો ફાયદો અહીંના હજારો પરિવારોને મળશે. યુવાઓને રોજગાર મળશે. તેનાથી યુવાનો વચ્ચે સ્કિલ ડેવલપ થશે. સાહેબગંજથી ગોવિંદપુરની વચ્ચે રોડ બનવાથી સંથાલ વિસ્તારના લોકોનો જીવનમાં ઝડપ મળશે. તે માત્ર આવવા-જવા માટે નહીં વિકાસનો રસ્તો છે. નદીને આપણે મા કહીએ છીએ અને તે આપણને બધું જ આપે છે. પરંતુ એક કહેવત છે કે માંગ્યા વગર મા પણ ન પીરસે. વર્ષોથી ગંગા મા આ વિસ્તારને જીવન આપતી રહી છે. પરંતુ હવે 21મી સદીમાં ગંગા ઝારખંડને દુનિયા સાથે જોડી દેશે. મલ્ટી મોડલ વોટર-વે ટર્મિનલ પ્રોજેક્ટનું કામ પૂરું થયા બાદ ગંગામાં જહાજ ચાલશે જે બંગાળની ખાડી સુધી સામાન લઈ જઈ શકશે. અહીંનો કોલસો દેશ અને દુનિયાના અનેક વિસ્તારમાં વોટર-વે દ્વારા પહોંચશે.
ગંગા પુલા પરિયોજના હેઠળ લગભગ બે હજાર કરોડ રૂપિયાના અંદાજથી સાહેબગંજ અને મનિહારીની વચ્ચે ગંગા નદી પર પુલ અને એપ્રોચ રોડનું નિર્માણ થશે. મોદીએ આ પરિયોજનાની સાથોસાથ સાહેબગંજમાં મલ્ટીમોડલ ટર્મિનલ (પોર્ટ)નો શિલાન્યાસ પણ કર્યું. લગભગ 280 કરોડ રૂપિયાના ખર્ચે સાહેબગંજમાં બે પરિયોજના શરૂ થશે. વિશ્વ બેન્કની ટેકનીકલ અને નાણાકિય સહાયથી વારાણસીથી સાબગંજ-હલ્દિયા પરિયોજના પર મિનિસ્ટ્રી ઓફ શિપિંગ 5339 કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.વારાણસીની આ પરિયોજનાના નિર્માણની શરૂઆત થઈ ગઈ છે. મોદી ગુરુવારે સાહેબગંજમાં તેની શરૂઆત કરશે. ત્રીજા ટર્મિનલું નિર્માણ પશ્ચિમ બંગાળના હલ્દિયામાં કરવામાં આવશે.
વડાપ્રધાન ગંગા પુલ અને મલ્ટીમોડલ ટર્મિનલના શિલાન્યાસની સાથોસાથ ગોવિંદપુર-સાહેબગંજ રોડનું પણ ઉદ્ઘાટન કર્યું. એશિયાઈ વિકાસ બેન્ક (એડીબી)ના સહયોગથી 1300 કરોડ રૂપિયાના ખર્ચે 311 કિલોમીટર રોડનું નિર્માણ 6 વર્ષમાં પૂર્ણ થયું છે. સાહેબગંજ પ્રવાસના ક્રમમાં નરેન્દ્ર મોદી એક લાખ સખી મંડળની મહિલાઓને સ્માર્ટ ફોન આપવાની યોજનાની પણ શરૂઆત કરશે. આ ઉપરાંત આદિમ જનજાતિ (પહાડિયા) બટાલિયન માટે નિયુક્તિ પત્રનું પણ વિતરણ તથા સિવિલ કોર્ટ અને જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં રુફ-ટોપ સોલર પાવર પ્લાન્ટની શરૂઆત કરશે.
વડાપ્રધાન હેલીકોપ્ટરથી સીધા સાહેબગંજથી જૈપ વન ગ્રાઉન્ડની પાસે બનેલા હેલિપેડ પહોંચશે. તેની પાસે જ આવેલા પોલીસ લાઇનમાં તેમનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તરપ્રદેશના કર્તનિયાઘાટના જંગલમાંથી મળી આવી મોગલી ગર્લ, વાનરો વચ્ચે ઉછરી હોવાથી કરે છે વાનરો જેવું વર્તન
Next articleકેન્દ્રીય કેબિનેટમાં ફેરફારના સંકેત, વસુંધરા રાજે બની શકે છે વિદેશ પ્રધાન