Home દેશ - NATIONAL કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારના સંકેત, વસુંધરા રાજે બની શકે છે વિદેશ પ્રધાન

કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારના સંકેત, વસુંધરા રાજે બની શકે છે વિદેશ પ્રધાન

541
0

(જી.એન.એસ), તા.૬ નવીી દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં પોતાના મંત્રીમંડળમાં ફેરબદલ કરી શકે છે. મળતી માહિતી પ્રમાણે ૧ર એપ્રિલે ચોમાસું સત્ર પુરૂ થઇ રહ્યુ છે અને તે પછી ફેરફારો થશે. ચર્ચા પ્રમાણે આ ફેરબદલમાં રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું સ્થાન લે તેવી શકયતા છે. હકીકતમાં સુષ્મા સ્વરાજની તબિયત થોડા સમયથી સારી નથી અને વિદેશ મંત્રી તરીકે તેમને વિદેશ યાત્રા કરવી પડતી હોય છે ત્યારે આ ફેરફાર જરૂરી બન્યો છે.
નોંધનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં સુષ્મા સ્વરાજની કિડની ફેઇલ થઈ હોવાના સમાચાર આવ્યા હતા. આ માહિતી સુષ્મા સ્વરાજે પોતે ટ્વિટ કરીને આપી હતી.એ સમયે સુષ્માએ કહ્યું હતું કે કિડની ફેઇલ થવાના કારણે તેઓ એમ્સમાં હાલમાં સારવાર હેઠળ છે અને પછી તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.
જો સુષ્માની જગ્યાએ વસુંધરા રાજેને વિદેશમંત્રી બનાવવામાં આવે તો રાજસ્થાનના સીએમ પદે ભાજપના મહામંત્રી ઓમ માથુરની વરણી થાય એવી પુરેપુરી શક્યતા છે. ઓમ માથુર રાજસ્થાનના ટોચના નેતા છે. ગુજરાતના પ્રભારી તરીકેનો તેમનો બહોળો અનુભવ છે. વડાપ્રધાન મોદી ગુજરાત રાજયના મુખ્યપ્રધાન હતા ત્યારે વર્ષ 2007 અને 2012ની ચૂંટણી વખતે પણ પક્ષના પ્રભારી તરીકે ફરજ બનાવી ચૂકયા છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને જીત અપાવ્યા બાદ ઉત્તર પ્રદેશના પ્રભારી અમિત શાહ રાષ્ટ્રીય પ્રમુખ બન્યા હતા તેના પગલે ઓમ માથુરને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા.
આ મંત્રીમંડળની ફેરબદલ વખતે કાયમી સંરક્ષણ મંત્રીની પણ પસંદગી થવાની શક્યતા છે. હાલમાં મનોહર પરિકરે સંરક્ષણ મંત્રીનુ પદ ખાલી કરતા હવાલો અરૂમ જેટલી પાસે છે પણ હવે ટૂંક સમયમાં કાયમી સંરક્ષણ મંત્રી મુકવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે યુપીના મુખ્યમંત્રીની ગાડી ચુકી જનાર મનોજ સિંહાને પ્રમોશન આપીને સંરક્ષણ મંત્રી બનાવાયા એવી શક્યતા છે. મનોજ સિંહાને મોદી અને આરએસએસ સાથે સારા સંબંધ છે. મોદી જ્યારે આરએસએસના પ્રચારક હતા ત્યારે તેઓ મનોજ સિંહાના ગામ આવતા-જતા રહેતા હતા અને મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે મનોજ સિંહાનો પ્રચાર કરવા ગાઝીપુર જતા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઝારખંડઃ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરતા મોદીએ કહ્યું- વિકાસ લાવશે રોજગારી
Next articleદુનિયામાં ૨૦૩૫ સુધીમાં સૌધી વધુ મુસ્લિમ બાળકો જન્મ લેશેઃ રિસર્ચ