Home દેશ - NATIONAL જમ્મૂ-કાશ્મીર પછી હવે ગિલગિટ-બાલ્ટીસ્તાનનો વારો…..?

જમ્મૂ-કાશ્મીર પછી હવે ગિલગિટ-બાલ્ટીસ્તાનનો વારો…..?

922
0

(જીએનએસ:હર્ષદ કામદાર)
જમ્મુ- કાશ્મીરમાંથી કલમ 370 અને 35 એ હટાવવા સાથે અલગ રાજ્ય બનાવીને કેન્દ્રના શાસન હેઠળ મૂકી દેવામાં આવ્યું તો લડાખને પણ અલગ રાજ્યનો દરજ્જો આપી કેન્દ્રીય શાસન હેઠળ મૂકી દઈ ને કેન્દ્રની ભાજપ સરકારના વડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે દેશભરમાંથી ભારે લોકચાહના મેળવી લીધી છે. સતત અભિનંદનની હેલીઓ તેમના પર વરસી ગઈ છે. ત્યારે ભારતના લોકો તેમજ મોટાભાગના રાજકારણીઓ જમ્મુ કાશ્મીર રાજ્યનું ખાસ મહત્વ જાણતા જ નથી કે ત્યાં બહુ બોલી સ્થિતી જાણતા જ નથી જે એક હકીકત છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમીત શાહ ઉપરાંત સ્વામી સુબ્રમણ્યમ જેવા આંગળીને વેઢે ગણાય તેટલા લોકો જમ્મુ કાશ્મીર રાજ્યની સ્થિતિ જાણે છે તે ચોક્કસ છે…! અને તેને કારણેજ કેન્દ્ર સરકારે જમ્મૂ કાશ્મીર રાજ્યનો ઉલ્લેખ કરીને ત્યાંથી ધારા 370 અને કલમ 35 એને નાબૂદ કરી દીધી.વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચાણક્ય કહેવાતા અમીત શાહે એવી સરળ રીતે કુટનીતિ અપનાવી કે દેશના સ્થાનિક રાજકીય નેતાઓની તેમજ જમ્મુ-કાશ્મીરના રાજકીય નેતાઓ અને અલગતાવાદીઓની એક જ ઝાટકે બોલતી બંધ કરી દીધી. પરંતુ લોકો એ જાણતા નથી કે ખરેખર લડાખ, જમ્મુ-કાશ્મીરનો વિસ્તાર કે ક્ષેત્રફળ કેટલુ છે….! તેમાં પણ ગિલગિટ બાલ્ટીસ્તાનનું મહત્વ શું છે….? અને પાકિસ્તાનના કબજામાં રહેલા પોક વિસ્તાર કેટલા ક્ષેત્રફળનો છે.? ગિલગિટ બાલ્ટીસ્તાન પાકિસ્તાન માટે એક કામધેનુ ગાય સમાન છે. ત્યારે કેન્દ્ર સરકારે- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને ચાણક્ય અમિત શાહએ ફરી એકવાર કુટનીતિ અપનાવીને પાકિસ્તાને પચાવી પાડેલ પોક વિસ્તાર પરથી નાપાક- પાકને ખદેડી દઈને ભારતનુ આધિપત્ય કોઈપણ સંજોગોમાં સ્થાપિત કરવું પડશે. ત્યારે જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનુ અખંડ ભારતનું સ્વપ્ન પૂરું થયું કહેવાશે. અને ત્યારે જ ખરા અર્થમાં અમિત શાહને લોખંડી પુરુષ કહી શકાશે….!!
દેશના લોકોના દિમાગમાં કે તેમની સમજ અનુસાર કાશ્મીર માત્ર એક રાજ્ય તરીકે જાણતા હતા કોઈ પણ રાજકીય નેતા જમ્મુ કાશ્મીર રાજ્ય તરીકે ઉલ્લેખ કરતા ન હતા. તો મીડિયા પણ કાશ્મીર નુંજતન કરતું રહેતું હતું. કાશ્મીરના ખીણ વિસ્તારમાં એકાદ સ્થળે પથ્થરમારો થાય એટલે ઇલેક્ટ્રોનિક મીડિયા સમગ્ર કાશ્મીર બળતું હોય અને ત્યાં આપણા જવાનો પર થયેલા પથ્થરમારાના એપિસોડ વારંવાર બતાવીને લોકોને ગુમરાહ કરતા રહેતા હતા. તો કેટલાંક ભકતો પણ સોશિયલ મીડિયા પર આવા એપિસોડ વાયરલ કરતા હતા. પરંતુ આવા ભક્તોને જમ્મુ-કાશ્મીર અંગેની ભૌગોલુકતાની ખરેખર ખબર જ ના હતી….! ક્ષેત્રફળ અનુસાર જોઇએ તો હાલમાં પણ લડાખનો કેટલોક વિસ્તાર ગિલગિટ બાલ્ટીસ્તાન,જમ્મુ કાશ્મિરનો કેટલોક હિસ્સો પાકિસ્તાનના કબજામાં છે જેને પોક તરીકે ઓળખવામાં આવે છે. અને તેનું ક્ષેત્રફળ 79000 ચોરસ કિલોમીટર છે. આ વિસ્તારમાં કાશ્મીરનો 6000 ચોરસ મીટર વિસ્તાર છે, જમ્મુનો 9000 ચોરસ કિલોમીટર છે, તો લડાખનો 64000 વર્ગ કિલોમીટર વિસ્તાર છે. કે જેમા ગિલગિટ બાલ્ટીસ્તાન નામનો વિસ્તારનો સમાવેશ થાય છે. આ ગિલગીટ-બાલ્ટીસ્તાન પાકિસ્તાન માટે કામધેનુ સમાન છે. તેના ઉપર અમેરિકા અને બ્રિટન જેવા દેશોનો ડોળો મંડરાયેલો છે કારણ કે અહીંથી યુરેનિયમ અને સોનું મળે છે. આ વિસ્તાર અંગે પૂછીએ કે શું આ વિસ્તાર કાશ્મિરનો છે ?તો કોઈ જવાબ નહીં મળે કારણ આ વિસ્તારો પર પાકિસ્તાનનો કબજો છે. વળી ગિલગીટ બાલ્ટીસ્તાન વિસ્તાર પાંચ દેશોને જોડે છે જેમાં અફઘાનિસ્તાન-પાકિસ્તાન,ચીન, કઝાકિસ્તાન અને ભારતનો સમાવેશ થાય છે.
નાપાક પાકિસ્તાને એક ગંદી ચાલ ચાલીને ચાલાકીથી ગિલગિટ બાલ્ટીસ્તાનને પહેલાં ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરથી અલગ કરી એક અલગ પ્રદેશ બનાવી દીધો. ત્યારબાદ તેમાં સીપીઈસી સડક યોજના પસાર કરાવીને ચીનને પ્રવેશ આપી દીધો. આ બાબત ભારતના કોઈ ધુરંધર પંડિતો કે રાજકીય નેતાઓ સમજી શક્યા નથી….! તો ભારતના લોકો ક્યાંથી સમજી શકે….? જમ્મુ-કાશ્મીરના લડાખ અને જમ્મુ વિસ્તારના ૨૦ જિલ્લાઓ છે.ત્યા કોઈના પણ મનમાં અલગતાવાદની ભાવના નથી. ત્યારે કાશ્મીરના દસ જિલ્લા છે જેમાં પાંચ જિલ્લામાં અલગતાવાદની ભાવના છે, જેમાં શ્રીનગર, અનંતનાગ, સોપોર, બારામુલ્લા અને કુપવાડા નો સમાવેશ થાય છે. અન્ય પાંચ જિલ્લામાં નહિવત અસર છે અને જે છે તે સુન્ની મુસ્લિમ વિસ્તારોમાં છે કે જ્યા અલગતાવાદની ભાવના છે અને ત્યા અલગ-અલગ સ્થળો ઉપર આતંકવાદના બનાવો બનતા રહે છે જેમા શ્રીનગરનો લાલ ચોક તો સૌથી પ્રથમ સ્થાને છે. જ્યારે દાલ સરોવર વિસ્તારમાં કશું જ નથી.અહી 17 ટકા વસતી ગુજજર મુસ્લિમોની છે તો એ જ રીતે સિયા મુસ્લિમોની વસ્તી છે. આ બંને વસ્તી અલગતાવાદીઓ ની વિરુદ્ધમાં છે. અને આપણુ મીડિયા એવું બતાવતું રહે છે કે સમગ્ર કાશ્મીર સળગી રહ્યું છે અને હાથમાંથી સરકી જઈ રહ્યું છે. માત્ર એકાદ સ્પોટ ઉપર પથ્થરમારો થાય એટલે મીડિયા આ પથ્થરમારા અંગે સતત સમાચારો મૂકે છે જેથી લોકોમાં પણ ભ્રમણા ફેલાય છે કે સમગ્ર કાશ્મીરમાં પથ્થરમારો થયો છે. જોકે કાશ્મીરના લોકોને કલમ 370 અને 35એ અનુસાર જમ્મુ કાશ્મીર રાજ્યને ભારત મદદ આપતું હતું પરંતુ તેનો લાભ કાશ્મીર અને કાશ્મીરીઓને જ મળતો હતો અને આપણા દેશનું દૂધ પીને ઉછરેલા સિપોલીયા ખાસ કરીને ખીણ વિસ્તારના લોકો જ આતંકવાદીઓને મદદ કરતા રહ્યા છે તેમજ પાક તરફી ભાગલાવાદીઓ બની ગયા છે…..!!
કેન્દ્રની ભાજપા સરકારે અલગતાવાદીઓની અને આતંકીઓની એકજ ઝાટકે સાન ઠેકાણે લાવી દીધી છે. કલમ 370 અને 35એ નાબૂદ કરી પાકિસ્તાન તરફ મોઢુ રાખનારાઓ ની હવા કાઢી નાખી છે. ત્યાં હવે જમ્મુ-કાશ્મીર,લડાખ પછી એક પોક વિસ્તાર માટે ભારતે કુટ નીતિ અપનાવવી પડશે અને ભારતનુ આધિપત્ય એન કેન પ્રકારે સ્થાપિત કરવુ પડશે અને ત્યારેજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે. તે સાથે અખંડ ભારતનુ સ્વપ્ન તથા નાદ સત્ય બની રહેશે તે નિશ્ચિત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅધિકારીઓની લાપરવાહી: ઈન્ટરવ્યું મોકૂફ રખાતા ઉમેદવારો રઝળી પડ્યા
Next article૨૦૨૪ પહેલા ભારતને સત્તાવાર “હિંદુરાષ્ટ્ર” ઘોષિત કરી દેવાની મોદીની નેમ….?