Home ગુજરાત અધિકારીઓની લાપરવાહી: ઈન્ટરવ્યું મોકૂફ રખાતા ઉમેદવારો રઝળી પડ્યા

અધિકારીઓની લાપરવાહી: ઈન્ટરવ્યું મોકૂફ રખાતા ઉમેદવારો રઝળી પડ્યા

379
0

દેશમાં ગરીબી અને બેકારી રેખાનું પ્રમાણ દર રોજ વધતું જઈ રહ્યુ છે. ત્યારે લોકો રોજગારી શોધવા માટે દર બદર ભટકી રહ્યા છે. વાત કરીએ સરકારની તો સરકારે પાછળના વર્ષો માં રોજગારીના આંકડાઓ બહાર પાડવા માટે રોક લગાવી હતી પરંતુ જ્યારે સરકારી વિભાગોમાં જગ્યા ખાલી પડે ત્યારે ખબર પડે કે દેશ માં કેટલી બેરોજગારી છે. આજે એક એવી જ ઘટના ગુજરાતની રાજધાની કહેવાતી ગાંધીનગરમાં બની છે. સરકારે ઉદ્યોગ ભવન ખાતે GIDC માં માત્ર ત્રણ ખાલી જગ્યા ભરવા માટે એક ઇન્ટરવ્યુ રાખ્યું હતું.જે ઈન્ટરવ્યું આપવા માટે દૂર દૂર થી લોકો આવ્યા હતા પરંતુ ઈન્ટરવ્યું મોકૂફ રખાતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો અને જે લોકોએ ઓનલાઈન આવેદન કર્યો એ ઉમેડવારો આજે સવારે ભેગા થઈ GIDC ઓફીસ માં હલા બોલ કર્યો હતો.ખાસ મુખ્ય વાત એ હતી કે જે ઓફિસમાં ઉમેદવારો ઈન્ટરવ્યું આપવા આવ્યા હતા ત્યાંની ઓફિસમાં કોઈ કર્મચારી 12 વાગ્યા સુધી હાજર જ નોહતા ઓફીસ આખી ખાલી ખમ હતી માહિતી એવી મળી રહી છે કે આ ઓફિસમાં દરરોજ આવી જ રીતે આ ઓફિસમાં કર્મચારીઓ લેટ આવે છે મન થાય ત્યારે આવવાનું અને મન થાય ત્યારે જવાનું દૂર દૂર થી આવેલા ઉમેદવારો જે આગાઉ કેમ જાણ કરવામાં ના આવી.? કેમ તત્કાલ નિર્ણય લઈને ઈન્ટરવ્યું મોકૂફ રાખવામાં આવ્યું..? ત્યારે ઈન્ટરવ્યું આપવા વાળા લોકોમા એવી પણ ચર્ચા થઈ રહી છે કે સીટીંગવાળા ઉમેદવારોને લેવાના હોવાથી ઈન્ટરવ્યું મોકૂફ રાખવામાં આવ્યું છે જ્યારે જી.એન.એસ ની ટિમ દ્વારા અધિકારીઓના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરવાની કોશિષ કરી તો તમમાં અધિકારીઓના નંબર સ્વીચ ઓફ આવતા હતા આથી એક વાત તો સ્પષ્ટ છે કે કંઈક તો રંધાઈ રહ્યું છે.આ ઇન્ટરવ્યૂ આપવા માટે ગુજરાત ના અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં થી લગભગ 400 થી 500 જેટલા ઉમ્મદવારો આવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએનજીઓનો નવતર પ્રયાસ: ગ્લોબલ વોર્મિંગથી બચવા દર શનિવારે વાવશે 120 વૃક્ષ
Next articleજમ્મૂ-કાશ્મીર પછી હવે ગિલગિટ-બાલ્ટીસ્તાનનો વારો…..?