Home ગુજરાત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય. ચંદ્રચુડના હસ્તે રાજકોટમાં નવી કોર્ટનું ઉદઘાટન

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય. ચંદ્રચુડના હસ્તે રાજકોટમાં નવી કોર્ટનું ઉદઘાટન

12
0

રાજકોટવાસીઓની બપોરે 1 થી 4 સૂઈ જવાની આદતનો પણ ઉલ્લેખ કર્યો

(જી.એન.એસ),તા.૦૭

રાજકોટ,

રાજકોટને 75 વર્ષ બાદ મળી નવી કોર્ટની ભેટ મળી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય. ચંદ્રચુડના હસ્તે નવી કોર્ટનું ઉદઘાટન થયું. 14 એકરમાં સવા 100 કરોડના ખર્ચે અદ્યતન કોર્ટ તૈયાર થઈ છે. આ કોર્ટ ભવનમાં તમામ બારનો સમાવેશ થઈ શકશે. તમામ જુનિયર એડવોકેટનો સમાવેશ થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સાથે જ અહીં વિશાળ પાર્કિંગની પણ સુવિધા છે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા એડવોકેટ્સ માટે 2150 વારની જગ્યા ફાળવવામાં આવી છે. જેના માટે 395 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આમ રાજકોટના વકિલો માટે એક ડિગ્નીટી રીતે વકીલાત કરી શકે તે પ્રકારની અહીં સુવિધા છે. ઉદઘાટનના કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે રાજકોટ શહેરને રંગીલું કેમ કહે છે તે અંગે કંઈક આવું કહ્યું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે તેમના સંબોધનની શરૂઆત જય શ્રી કૃષ્ણથી કરી હતી. સીજેઆઈએ ગુજરાતીમાં સંબોધન આપ્યુ હતુ.

આ દરમિયાન તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, તેઓ રાજકોટમાં જ્યાં ભણ્યા હતા તે આલ્ફ્રેડ હાઈસ્કૂલ અને કબા ગાંધીના ડેલાને યાદ કર્યા હતા. સીજેઆઈએ રાજકોટના રેસકોર્સ, ત્યાં યોજાતા લોકમેળા, ફાફડા, જલેબી, ચાની લારી, પાનના ગલ્લાઓનો પણ તેમના સંબોધનમાં ઉલ્લેખ કર્યો. રાજકોટવાસીઓની બપોરે 1 થી 4 સૂઈ જવાની આદતનો પણ ઉલ્લેખ કર્યો, તેમણે કહ્યુ મે સાંભળ્યુ છે કે કાયદેસર રીતે રાજકોટિયન્સ બપોરના 1થી 4 વાગ્યા સુધી સૂઈ જાય છે અને  રાત્રે એક વાગ્યા સુધી રેસકોર્સની પાળીએ બેસીને મોજ કરે છે.  તેમની આ વાત પર હાસ્યનું મોજુ રેલાઈ ગયુ હતુ. રાજકોટના ઓટોમોબાઈલ્સ અને બેરિંગ્સ સહિતના ઉદ્યોગોને પણ તેમણે યાદ કર્યા. આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતુ કે દ્વારકાધિશની જેમ ન્યાયનીધજા પણ ફરક્તી રહેવી જોઈએ. તેમણે જણાવ્યુ કે ઘેલા સોમનાથ, અને જલારામ બાપાના આશિર્વાદ અહીંના લોકોને મળી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતના પ્રવાસે આવનારી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ પોતાની સાથે શેફ લઈને આવશે
Next articleમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ઉદ્યોગકારોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય