Home ગુજરાત ગરવી ગુજરાતમાં ખરેખર સરકાર કોણ ચલાવે છે….? વીરૂ…?અ.મો., આ.પ., પ્ર.જા. કે ની.પ.?

ગરવી ગુજરાતમાં ખરેખર સરકાર કોણ ચલાવે છે….? વીરૂ…?અ.મો., આ.પ., પ્ર.જા. કે ની.પ.?

493
0

* એક છે ફૂટલી સરકાર..ધણી તેના પાંચ..? પછી પરીક્ષાના પેપરોને પાંખ ના ફૂટે તો શું ફૂટે…? તંબૂરો…?
અરે, ભઇ પાંચાલી સરકાર હોય ત્યારે પેપરો ના ફૂટે તો શું ફૂટે…?
* પરીક્ષાના પેપરોની સુરક્ષા માટે એવા તે કેવા કડક પગલા ભર્યા કે પેપરચોર બાજીગરો તેના સુધી પહોંચી ગયા…?
* તંત્ર પર કોઇ કાબુ જ નહીં. નહીંતર મજાલ છે કે એક સામાન્ય કારકૂનની ભરતી પરીક્ષાનું પેપર લીક થાય….? અને ચાર ચાર પરીક્ષાઓ રદ કરવી પડે….?
* આમ ને આમ પાંચ પાંચ ધણીના આદેશો માથે ચઢાવતા ચઢાવતા પાંચાલી સરકાર 2022માં પહોંચશે….

(જી.એન.એસ,પ્રવિણ ઘમંડે),તા.૧૭
ગરવી ગુજરાતમાં પરીક્ષા રદ થવાની પરંપરા આગળ વધતી હોય તેમ બિનસચિવાલય કલાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફૂટી જતાં લેવાયેલી પરીક્ષા રદ કરાઇ છે. હવે 9 લાખ ઉમેદવારોએ સરકારી નોકરી માટે ફરીથી તૈયારીઓ કરવાની સાથે ફરીથી પેપર ના ફૂટે તેની કાળજી સરકારી તંત્ર કરતાં પોતે જ વધારે રાખવી પડે તેમ છે. કેમ કે ગુજરાત સરકારની હાલત મહાભારતના પાંચાલી જેવી છે. જેના સીએમ રૂપાણી સહિતના પાંચ ધણી હોવા છતાં નધણિયાતાની જેમ વહીવટી તંત્ર એવું મસ્ત મસ્ત ચાલી રહ્યું છે કે એક જ વર્ષમાં ચાર ચાર સરકારી ભરતીની પરીક્ષા રદ કરવી પડી છે…..! જેમાં ટાટ, લોકરક્ષક દળ(એલઆરડી), બિનસચિવાલય, ઉર્જા વિભાગમાં ભરતીની પરીક્ષા…. વગેરેનો સમાવેશ થાય છે.
એક ધણી ખુદ સીએમ વિજય રૂપાણી, બીજા ધણી કહેવાય છે કે અમિત શાહ, ત્રીજા ધણી કહેવાય છે કે આનંદીબેન પટેલ, ચોથા ધણી નમો અને પાંચમા નવા નવા ધણી પ્ર.જા.! અને હાં પેલા ના. સીએમ તો ભૂલાઇ જ ગયા….!
ખરેખર ધણી તો પ્રજા કહેવાય પણ એને પૂછે છે જ કોણ….? પ્રજાને એક વાર પૂછવાનું ચૂંટણી વખતે. પછી તું તારે…હું મારે….અને ફરી ચૂંટણી આવે ત્યારે….? કેમ છો બધા…મજામાં ને….હું તો તમારો છોરુ કહેવાય…..તમારી વચ્ચે મોટો થયો….તમે જ મારૂ ઘડતર કર્યું…..હું નાનો હતો ત્યારે અહીં…..! અને જીત્યા પછી કોણ પ્રજા…કોની પ્રજા….કરો નોટબંધી……ચલો, જમા કરો બેંકમાં તમારા નાણાં…..!
2017માં ગુજરાતમાં માંડ માંડ ન.મો.ના કારણે 99 મળી. નહીંતર રૂપાણીજી પરેશ ધાનાણીની ચેમ્બરમાં બિરાજતા હોત. 99 મળી એટલે પાંચાલી બની ગઇ સરકાર. એક કહે આમ કરો….બીજા કહે- નહીં…..આમ નહીં તેમ કરો….અને બિચારા એક ધણી જેમના નામે સરકાર ચાલે તે વીરૂનું તો કોઇ સાંભળે જ નહીં…..! પરિણામે વહીવટ અધિકારીઓના હાથમાં. તંત્ર પર કોઇ કાબુ જ નહીં. નહીંતર મજાલ છે કે એક સામાન્ય કારકૂનની ભરતી પરીક્ષાનું પેપર લીક થાય….? અને ચાર ચાર પરીક્ષાઓ રદ કરવી પડે….?
ધો. 10-12ની પરીક્ષાનું પેપર કેમ ફૂટી જતું નથી અને સામાન્ય સરકારી નોકરીની પરીક્ષાનું પેપર ફૂટી જાય છે એની પાછળ કાવડિયાનો ખેલ અને મેળ છે. કાવડિયા કહેતા પૈસા, નાણાં. અને સરકારી નોકરી મળે તે માટે લીક પેપર વેચાય છે અને વેચાયા. એલઆરડીની પરીક્ષાનું પેપર પણ વેચાયું હતું, બિનસચિવાલયની જેમ. લાખો કરોડોનો ખેલ રચાયો હશે. ઉંચે લોગ ઘટિયા કામ…ની જેમ કેટલાક ઉંચે લોગ પણ તેમાં સંડોવાયેલા હશે જ. કેમ કે તેમના સાથ અને સહકાર વગર તો પેપર કઇ રીતે લીક થાય ભલા….?
ઉંચે લોગના ઉંચા ખેલમાં ભોગ બન્યા સામાન્ય એવા પરિવારના વાલીઓ કે જેઓ એમ ઇચ્છી રહ્યાં છે કે તેમના ભણેલા ગણેલા છોકરા કે છોકરીને સરકારમાં કંઇક નોકરી કરે તો એનું તો ભલું થાય…..! પણ ભલું કોનું થયું…..પેપર લીક કરનારાઓનું. એલઆરડીમાં પકડાયેલાઓને હજુ સજા થઇ નથી, સજાની ક્યાં વાત છે હજુ તો કદાજ ચાર્જશીટ પણ ફાઇલ નહીં થયું હોય અને બિનસચિવાલયનું પેપર ફોડનારાઓ તૈયાર થઇ ગયા. તેમને ખબર છે કે નિર્ભયાના ગુનેગારોને 7 વર્ષે પણ ફાંસી થઇ નથી તો પાંચાલી સરકારમાં તેમને કેટલા વર્ષે કેટલી સજા થશે….! ફોડો પેપર તમતમારે……!
સરકારને મન પેપર ફૂટવું કોઇ મોટી ઘટના કે ગુનો નથી. ચાર પરીક્ષા પેપર ફૂટવાના કારણે રદ કરવી પડી હોય છતાં સરકારના નિર્ણયને આવકાર મળે ત્યારે એમ કહેવું પડે સરકાર વીથ ડિફરન્સ….?
સરકારે પ્રમાણિક ઉમેદવારોના હિતમાં પરીક્ષા રદ કરી પણ પેપર ફૂટે જ કેમ…? લાખો યુવાનોનું ભવિષ્ય જેના પર આધારિત છે એવી પરીક્ષાના પેપરોની સુરક્ષાના એવા તે કેવા કડક પગલા ભર્યા કે પેપરચોર બાજીગરો તેના સુધી પહોંચી ગયા…?
કોઇ તો હશે ફૂટલો…..કાં તો ગૌણ સેવામાંથી કોઇ ફૂટલો હશે કાં તે પરીક્ષા કેન્દ્રોમાંથી કોઇ ફૂટલા હશે અને પાંચાલી સરકારને બદનામ કરી નાંખી. બિનભાજપી સરકાર હોત તો ગુજરાત માથે લીધુ હોત. પણ જેમને મહેનત કરીને સત્તા જોઇતી જ નથી તે નવાબી કોંગ્રેસે કોઇ આંદોલન ના કર્યું કોઇ ગુજરાત માથે ના લીધુ અને બિચ્ચારા ઉમેદવારોએ ગાંધીનગરની કડકડતી ઠંડીમાં આંદોલન કર્યું તેને ટેકો આપ્યો પણ પોતે તેમની સાથે રાત ભર ના બેઠા. અને હર કાલી રાત કે બાદ ઉજાલા આતા હૈ ની જેમ એવો ઉજાલો આવ્યો કે સરકારને પરીક્ષા રદ કરવાની ફરજ પડી.
2017 અને 2019. બે અઢી વર્ષ તો પસા થઇ ગયા. આમ ને આમ પાંચ પાંચ ધણીના આદેશો માથે ચઢાવતા ચઢાવતા પાંચાલી સરકાર 2022માં પહોંચશે ચૂંટણી જંગના પાનીપત મેદાનમાં….!
એક ધણી હોય તો સરકાર રાગે ચાલે. લોકોનું ભલુ થાય. એટલે કાં તો રૂપાણીજીને એકલે હાથે તમામ નાના મોટા નિર્ણયો લેવા દો, કાં તો એમને રાજકોટ આરામમાં મોકલી દો. માત્ર નામના સીએમ બનીને શું કરવું…એના કરતાં આજીવન સીએમ(કોમન મેન) ના બનીએ…..!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહેસૂલના કર્મચારીઓ બાદ હવે આરોગ્યના કર્મચારીઓ હડતાળના માર્ગે
Next articleકેન્દ્ર સરકારના નિર્ણયો કોમનમેન બાઉન્સ કેમ કરે છે……?