Home વ્યાપાર જગત - BUSINESS કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામો આધારિત ભારતીય શેરબજારની આગામી રૂખ…!!!

કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામો આધારિત ભારતીય શેરબજારની આગામી રૂખ…!!!

75
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૪.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૩૩૮.૯૩ સામે ૫૭૩૩૮.૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૬૮૪૨.૩૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૭૮.૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૭૨.૧૯ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૧૬૬.૭૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૧૯.૨૫ સામે ૧૭૨૨૧.૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૧૦૯.૯૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૬.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭૫.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૨૪૩.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન સાથે કોરોનાના નવા વેરિયન્ટનો ખોફ વિશ્વમાં ફેલાવા લાગતાં આર્થિક ચિંતાના પરિણામે વૈશ્વિક બજારોમાં ધોવાણ સાથે કોર્પોરેટ ઈન્ડિયાની માર્ચ ૨૦૨૨ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં ઇન્ફોસિસના પરિણામ અપેક્ષા અનુસાર ન આવતા આઈટી – સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની મોટાપાયે વેચવાલી અને ફાઈનાન્સ, ટેલિકોમ, બેન્કેક્સ અને રિયલ્ટી શેરોમાં નરમાઈએ સેન્સેક્સ, નિફટી બેઝડ સતત વેચવાલી જોવા મળી હતી. સ્થાનિક સ્તરે ફુગાવાનો આંક વધીને ૧૭ મહિનાની ટોચે પહોંચતાં આગામી દિવસોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મોંઘવારીને  અંકુશમાં લેવા વ્યાજ દરમાં વધારો કરવો અનિવાર્ય બની જવાના સંકેત અને વધતાં જીઓપોલિટીકલ ટેન્શન સાથે કોરોનાના વધતાં ઉપદ્વવની ચિંતા વચ્ચે આજે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

પેટ્રોલ, ડિઝલના ભાવમાં સતત વધારો નોંધાતા ફુગાવા કાબૂ બહાર અસહ્ય બની જવા સાથે હવે ઔદ્યોગિક એકમોને મોટો ફટકો પડવાના સંકેત ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ, એફઆઈઆઈઝની ભારતીય શેરબજારમાં વેચવાલ રહ્યા હતા. પાવર, યુટિલિટીઝ, એફએમસીજી અને ઓટો શેરોમાં શોર્ટ કવરિંગની તેજી સામે આઈટી – સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી, ફાઈનાન્સ, ટેલિકોમ, બેન્કેક્સ અને રિયલ્ટી શેરોમાં ફંડોએ વેચીને હળવા થવાનું પસંદ કરતાં બીએસઇ સેન્સેક્સ અફડાતફડીને અંતે ૧૧૭૨ પોઈન્ટ ઘટીને અને નિફટી ફ્યુચર ૨૭૫ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં સ્મોલ, મિડ  કેપ, રોકડાના શેરોમાં સતત વેચવાલી થતાં માર્કેટબ્રેડથ અત્યંત નેગેટિવ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર પાવર, યુટિલિટીઝ, એફએમસીજી અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૭૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૫૮ અને વધનારની સંખ્યા ૧૪૬૭ રહી હતી, ૧૪૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, માર્ચ ૨૦૨૨ના અંતે સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં દેશના બેન્કિંગ તથા નાણાંકીય સ્ટોકસમાંથી પોતાના રોકાણમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ નોંધપાત્ર ઘટાડો કર્યો છે. માર્ચ ૨૦૨૧માં ભારતીય ઈક્વિટીઝમાં ડોલરના રૂપમાં પોતાના કુલ રોકાણમાંથી એફપીઆઈએ ૩૩% રોકાણ બેન્કિંગ તથા નાણાંકીય સ્ટોકસમાં કર્યું હતું. માર્ચ ૨૦૨૨ના અંતે આ રોકાણ ૪.૩૦% ઘટી ૨૯.૧૦% રહ્યું હતું એમ એક રિસર્ચ પેઢીના અહેવાલમાં જણાવાયું હતું. ગયા નાણાં વર્ષમાં ભારતીય શેરબજારોમાંથી વિદેશી રોકાણકારોએ ૧૭.૧૦ અબજ ડોલર પાછા ખેંચ્યા હતા. ગયા નાણાં વર્ષમાં  બીજી બાજુ એફપીઆઈના ઓઈલ તથા ગેસ, વીજ અને આઈટી ક્ષેત્રમાં અનુક્રમે ૨૦૦ બેઝિસ પોઈન્ટ, ૧૮૦ બેઝિસ પોઈન્ટ તથા ૧૦૦ બેઝિસ પોઈન્ટનો વધારો થયો છે.

ઓઈલ તથા ગેસ ક્ષેત્રની કામગીરીમાં જોરદાર સુધારો થયો હતો અને ૪૨% વળતર પૂરું પાડયું હતું. મૂડીના ધોવાણને કારણે એફપીઆઈને બેન્કિંગ ક્ષેત્રમાં રોકાણ કરવામાં નુકસાની ભોગવવી પડી હતી. બેન્કિંગ તથા નાણાંકીય ક્ષેત્રમાં એફપીઆઈનો સૌથી વધુ આઉટફલોઝ ખાનગી બેન્કો તથા વીમા કંપનીના સ્ટોકસમાં રહ્યો હતો. નિફટી ૫૦ ઈન્ડેકસમાં ગયા નાણાં વર્ષમાં ૧૯%ની વૃદ્ધિ સામે ખાનગી બેન્કોમાં માત્ર ૪% જ વૃદ્ધિ જોવા મળી હતી. નાણાંકીય ક્ષેત્ર ઉપરાંત ઓટો, સિમેન્ટ તથા બાંધકામ અને કેપિટલ ગુડસમાં પણ એફઆઈઆઈએ પોતાના રોકાણ પાછા ખેંચ્યાનું  પ્રાપ્ત આંકડા જણાવે છે. જેમાં હવે આગામી દિવસોમાં કોર્પોરેટ પરિણામોની સીઝન શરૂ થતાં કંપનીઓના પરિણામોની અપેક્ષા વચ્ચે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆજના જમાનામાં મહિલાઓ પણ પુરુષો જેટલી જ હિંમતવાન અને રમતવીર સાબિત થઇ છે
Next articleઉત્તર ગુજરાતમાં સર્જાશે ‘શ્વેત વિકાસ’નો પ્રકાશ પુંજ : હિમાંશુ ઉપાધ્યાય
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.