Home ગુજરાત ઇન્ટિગ્રેટેડ ઇન્સ્ટિટ્યુશનલ લિટિગન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (IILMS) અંતર્ગત કોર્ટ કેસોનું સુદ્રઢ અને ૧૦૦...

ઇન્ટિગ્રેટેડ ઇન્સ્ટિટ્યુશનલ લિટિગન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (IILMS) અંતર્ગત કોર્ટ કેસોનું સુદ્રઢ અને ૧૦૦ ટકા મેપીંગ થાય તે માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ

20
0

(G.N.S) dt. 25

ગાંધીનગર,

IILMS સીસ્ટમ અંતર્ગત કોર્ટમાં કોઇ કેસ જે સમયે રજીસ્ટર થાય તે જ દિવસે સરકારના સંબંધિત વિભાગ તેમજ અધિકારીશ્રીને જાણ થશે

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબીનેટ બેઠકની વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ઇન્ટિગ્રેટેડ ઇન્સ્ટિટ્યુશનલ લિટિગન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (IILMS) એપ્લિકેશન અંતર્ગત કોર્ટ કેસોનું મેપીંગ વધુ સુદ્રઢ બનાવવા માટેના રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ સીસ્ટમ અંતર્ગત કોર્ટમાં કોઇ કેસ જે સમયે રજીસ્ટર થાય તે જ દિવસે સરકારના સંબંધિત વિભાગ તેમજ અધિકારીશ્રીને જાણ થશે, જેથી અનુગામી કાર્યવાહી તાત્કાલિક હાથ ધરી બિનજરૂરી વિલંબ ટાળી શકાશે.

પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ સોફ્ટવેરમાં કોર્ટ કેસોનું ૧૦૦ ટકા મેપિંગ થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. જેમાં રાજ્ય સરકારના દરેક વિભાગના કોર્ટ કેસોના ડેટાનું વિભાગ અને વિભાગના અંતર્ગત ખાતાના વડા તેમજ કચેરીઓનું ફરજીયાત પણે મેપીંગ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા સ્તર સુધીનું પણ ઓનલાઇન મેપીંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પરિણામે રાજ્ય સરકાર તરફથી જે તે કેસોના રિસપોન્સ સમયસર આપી શકાશે અને કેસોના નિરાકરણ, રીયલ ટાઇમ સ્થિતિ જાણવામાં પણ સરળતા રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ટિગ્રેટેડ ઇન્સ્ટિટ્યુશનલ લિટિગન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (iILMS) એ એક વ્યાપક સોફ્ટવેર સોલ્યુશન છે. જે સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ વગેરે જેવી સંસ્થાઓમાં મુકદ્દમા પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત અને સંચાલિત કરવા માટે રચવામાં આવેલ છે. તે વિવિધ કાનૂની કેસોને ટ્રેક કરવા, ગોઠવવા અને તેનું વિશ્લેષણ કરવા માટે કેન્દ્રિય પ્લેટફોર્મ સંબંધિત માહિતી પૂરી પાડે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેદારનાથ-બદ્રીનાથ ધામના કપાટ આ દિવસે થશે બંધ
Next articleદિલ્હીના અક્ષરધામ મંદિરમાં 111 યજ્ઞકુંડ બનાવીને, વિશ્વ શાંતિ માટે મહાયજ્ઞ યોજાયો