Home મનોરંજન - Entertainment આ શરદ ઋતુમાં અવતાર ટુ શરૃ થશે

આ શરદ ઋતુમાં અવતાર ટુ શરૃ થશે

341
0

(જી.એન.એસ), તા.૫
લોસ એંજલ્સ તા.૫
વૈજ્ઞાનિક કથાવસ્તુ ધરાવતી સુપરહિટ ફિલ્મ અવતારની સિક્વલ અવતાર ટુનું શૂટિંગ ચાલુ વર્ષની શરદ (પાનખર ) ઋતુમાં શરૃ થશે એમ મૂળ ફિલ્મમાં ગ્રેસ ઑગષ્ટાઇનનો રોલ કરનાર અદાકાર સિગોર્ની વીવરે કહ્યું હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
હોલિવૂડ રિપોર્ટરને આપેલી મુલાકાતમાં સિગોર્નીએ કહ્યું, અમે શરૃ કરી રહ્યા છીએ…અમે ટ્રેનિંગનો આરંભ કરી રહ્યાં છીએ…હાલ હું વધુ કંઇ કહી શકવાની સ્થિતિમાં નથી… પરંતુ પાનખર શરૃ થાય ત્યારે અમે શૂટિંગ શરૃ કરવા ધારીએ છીએ…’
ડાયરેક્ટર જેમ્સ કેમેરોને અગાઉ આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું કે અવતારની ચારેક ફિલ્મોની સ્ક્રીપ્ટ અમારી પાસે તૈયાર છે. વીવરની સાથોસાથ સામ વર્ધીંગ્ટન અને જો સલધાના પોતપોતાનાં ઓરિજિનલ ફિલ્મનાં પાત્રો ભજવવા અમારી સાથે જોડાશે.
જો કે તેમણે ઉમેર્યું હતું કે ૨૦૧૮ પહેલાં ફિલ્મ રજૂ નહી ંકરી શકીએ. તરત વીવરે ઉમેર્યું હતું કે દર્શકોની ધીરજનો તેમને જબરદસ્ત સિરપાવ મળશે એની તમે ખાતરી રાખજો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનેટફ્લીક્સે વીર દાસને સાઇન કર્યો
Next articleમધુરે ઇંદુ સરકારની રિલિઝ ડેટ જાહેર કરી