Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો, ટ્વીટ કરીને પોતાની આશંકા વ્યક્ત કરી

અરવિંદ કેજરીવાલે દાવો કર્યો, ટ્વીટ કરીને પોતાની આશંકા વ્યક્ત કરી

36
0

ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક સનસનીખેજ દાવો કર્યો છે. કેજરીવાલે દાવો કર્યો છે કે, રાઘવ ચઢ્ઢાની ધરપકડ થઈ શકે છે. તેણે ટ્વીટ કરીને પોતાની આશંકા વ્યક્ત કરી છે. અરવિંદ કેજરીવાલે શુક્રવારે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું હતું કે, ‘જ્યારથી રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમણે ગુજરાતમાં પ્રચાર માટે જવાનું શરૂ કર્યું છે, ત્યારે હવે અમે સાંભળી રહ્યા છીએ કે, રાઘવ ચઢ્ઢાની પણ આ લોકો ધરકરપડ કરશે., કયા કેસમાં કરશે અને શું આરોપો લગાવશે, આ લોકો અત્યારે બનાવી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલ દ્વારા આશંકા એવા સમયે કરવામાં આવી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં જ મનીષ સિસોદિયાના નજીકના ગણાતા વિજય નાયરની દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં નામ આપવામાં આવેલા 15 આરોપીઓમાંથી વિજય નાયર ધરપકડ કરાયેલો પહેલો આરોપી છે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ આ જ કેસમાં આરોપી છે. આ પહેલા અરવિંદ કેજરીવાલે પણ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી. જો કે તેમની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ દિલ્હી લિકર પોલિસીમાં કથિત કૌભાંડને લઈને તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે. તે જ સમયે કેજરીવાલને તેમની સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડનો ડર હતો અને તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. સત્યેન્દ્ર જૈન છેલ્લા ઘણા સમયથી જેલમાં છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહાવીરનગરના વેપારીઓના એસોસીએશને લોકલ ફોર વોકલ અંતર્ગત ગ્રાહક જાગૃતિ બાઈક રેલી યોજી
Next articleવરિષ્ઠ નેતા મિલિકાર્જુન ખડગે પણ અધ્યક્ષ પદ માટે નોમિનેશન ફાઈલ કરી શકે!…