Home ગુજરાત મહાવીરનગરના વેપારીઓના એસોસીએશને લોકલ ફોર વોકલ અંતર્ગત ગ્રાહક જાગૃતિ બાઈક રેલી યોજી

મહાવીરનગરના વેપારીઓના એસોસીએશને લોકલ ફોર વોકલ અંતર્ગત ગ્રાહક જાગૃતિ બાઈક રેલી યોજી

31
0

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરના મહાવીરનગરમાં વેપારીઓએ ગ્રાહક જાગૃતિ બાઈક રેલીનું આયોજન કર્યું હતું. મહાકાળી મંદિરેથી રેલીનું પ્રસ્થાન પાલિકાના પ્રમુખ યતીનબેન મોદી કરાવ્યું હતું. આ પ્રંસગે સદસ્ય રાજુભાઈ દેસાઈ, પાલિકાના હેમંત ધુવાડ હાજર રહ્યા હતા. મહાવીરનગર વિસ્તારમાં 230 વેપારીઓનું એસોસીએશન કાર્યરત છે. ગ્રાહક જાગૃતિ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકલ ફોર વોકલ અંતર્ગત રેલનું પ્રસ્થાન કાંકરોલ રોડ પર આવેલ મહાકાળી મંદિરેથી થયું હતું,​​​​​​​

રેલીમાં મહાવીરનગરના વેપારીઓ બાઈક પર જાગૃતિ પ્લે કાર્ડ સાથે જોડાયા હતા, તો ડીજે સાથે દેશભક્તિના ગીતો પર રેલી ગાયત્રી મંદિર રોડ થઈને છાપરીયા ચાર રસ્તે અને ત્યાંથી રિલાયન્સ મોલથી પરત મહાવીરનગર સુધી યોજાઈ હતી. ​​​​​​​આ રેલીનો ઉદ્દેશ્ય ગ્રાહક જાગૃતિ અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ બંધ કરીને કાપડની બેગનો ઉપયોગ કરીએ,

પાર્કિગ વ્યવસ્થા જાળવી ટ્રાફિક ના નિયમોનું પાલન કરીએ. સ્વચ્છતા રાખી આપણા વિસ્તારને સ્વચ્છ રાખીએ સહીતની અવેરનેશ માટે રેલી યોજી હતી તો, જાગૃતિ પત્રિકા પણ બાઈક રેલી દરમિયાન વેપારીઓને અને ગ્રાહકોને વિતરણ કરવામાં આવી હતી.

GNS NEWS

Previous articleકેન્દ્ર સરકારના વિદેશ વિભાગના કર્મચારીની ઓળખ આપી વેપારી સાથે 75 લાખની છેતરપીંડી
Next articleઅરવિંદ કેજરીવાલે દાવો કર્યો, ટ્વીટ કરીને પોતાની આશંકા વ્યક્ત કરી