Home ગુજરાત VGGS-2024 અંતર્ગત ગાંધીનગર : મહાત્મા મંદિર અને હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર વાયબ્રન્ટ...

VGGS-2024 અંતર્ગત ગાંધીનગર : મહાત્મા મંદિર અને હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ  સમિટ અને ટ્રેડ શો ની આખરી તૈયારીઓની સ્થળ પર સમીક્ષા કરતાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ

15
0

રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓની પણ ઉપસ્થિતિ

(જી.એન.એસ),તા.૦૮

10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર અને  હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાનારા કાર્યક્રમો અને  વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની  અંતિમ તબક્કા ની પૂર્વ તૈયારીઓની મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આજે સ્થળ  મુલાકાત કરીને સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ દરમિયાન ઉદઘાટન સમારોહ ના હોલ, સેમિનાર હોલ,વિવિધ પેવેલિયન- હોલની રૂબરૂ મુલાકાત કરીને તલસ્પર્શી વિગતો મેળવી હતી તેમજ જરૂરી સૂચનો કર્યા હતા.

આ મુલાકાત વેળાએ નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ,આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત,ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત દરમિયાન મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે.કૈલાસનાથન, મુખ્ય અગ્ર સલાહકાર ડો. હસમુખ અઢિયા,મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશપુરી,ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે.હૈદર ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર, ટેકનિકલ શિક્ષણ કમિશનર શ્રી બંછાનિધિ પાની સહિત ઉચ્ચ અધિકારીઓ,પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સહિતના મહેમાનોને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં આવકારવા ગાંધીનગર સજ્જ
Next articleઆજે આખું વિશ્વ આત્મનિર્ભર ભારત ભણી મીટ માંડીને બેઠું છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી