Home ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સહિતના મહેમાનોને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં આવકારવા ગાંધીનગર...

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સહિતના મહેમાનોને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં આવકારવા ગાંધીનગર સજ્જ

17
0

…………….

મહાત્મા મંદિર, દાંડી કુટીર અને ગિફ્ટ સીટી સહિત સમગ્ર ગાંધીનગરને રંગ-બેરંગી ‘મૂન લાઈટ’થી દુલ્હનની જેમ સોળ શણગારોથી સજાવાયું

…………….

(જી.એન.એસ),તા.૦૮

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સૌને આકર્ષવા અને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે.

વડાપ્રધાનશ્રી સહિતના મહેમાનોના સ્વાગત માટે ગુજરાતની પાટનગર ગાંધીનગરને દુલ્હનની જેમ સોળ શણગારથી સજાવવામાં આવ્યું છે. જેમાં કાર્યક્રમના મુખ્ય સ્થળ મહાત્મા મંદિર, દાંડી કુટીર, હોટલ લીલા, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગિફ્ટ સીટી, ગિફ્ટ સીટી સર્કલ, ચ-રોડ, ઘ-૨ સર્કલ, રક્ષાશક્તિ ફ્લાયઓવર અને ઉદ્યોગ ભવન સહિત વિવિધ સરકારી કચેરીઓને રંગ-બેરંગી ‘મૂન લાઈટ’ અને વિવિધ થીમ આધારિત રોશની-લેઝર લાઈટથી શણગારવામાં આવી છે. ગાંધીનગરની રાત્રિના આ નયનરમ્ય નજારો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી
Next articleVGGS-2024 અંતર્ગત ગાંધીનગર : મહાત્મા મંદિર અને હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ  સમિટ અને ટ્રેડ શો ની આખરી તૈયારીઓની સ્થળ પર સમીક્ષા કરતાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ