Home વ્યાપાર જગત - BUSINESS રિયલ્ટી અને પાવર સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે...

રિયલ્ટી અને પાવર સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!

98
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૧૨.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૬૯૩૦.૫૬ સામે ૫૭૨૫૧.૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૧૪૬.૨૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૪.૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૪.૭૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૩૧૫.૨૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૯૭૩.૩૫ સામે ૧૭૦૭૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૦૪૦.૫૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૯.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૫.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૦૫૯.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે અનેક સાનુકૂળ પરિબળો પાછળ આજે બીએસઈ સેન્સેક્સે ૫૭૦૦૦ અને નિફ્ટી ફ્યુચરે ૧૭૦૦૦ પોઈન્ટની સપાટી પાર કરી હતી. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડ બાઈંગ કાર્યક્રમ સંદર્ભે અપનાવાયેલ હળવા વલણની અને અર્થતંત્રને સ્પર્શતા વિવિધ આંકડામાં સુધારો, સાનુકૂળ કોર્પોરેટ પરિણામો તેમજ રિઝર્વ બેંક દ્વારા નાણાંકીય નીતિમાં અપનાવાયેલ નરમ વલણની બજાર પર સાનુકૂળ અસર જોવા મળી છે. આ ઉપરાંત બજારમાં રિટેલ રોકાણકારોની વધતી સંખ્યા અને લિક્વિડિટીની તરલતાના કારણે બજારની તેજીએ વેગ પકડયો હતો. કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ ત્રીજી લહેરની ચિંતાને અવગણીને ભારતીય શેરબજારમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરો નફારૂપી વેચવાલી સામે સ્થાનિક ફંડોની ધમાકેદાર ખરીદીના સથવારે ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી હતી.

આર્થિક વિકાસ પર ફોક્સ કરવા લાગેલી મોદી સરકારના આગામી કેન્દ્રિય બજેટમાં આર્થિક સુધારાના પગલાં અને ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામને આગળ વધારવામાં આવશે એવા સ્પષ્ટ સંકેતે આગામી દિવસોમાં નવા રોકાણ પ્રવાહ અને સ્થાનિક ફંડો, રીટેલ ઈન્વેસ્ટરોના રોકાણ દ્વારા તેજી જોવા મળી હતી. ઓમિક્રોનના કેસોમાં વૃધ્ધિ છતાં ઔદ્યોગિક – આર્થિક વિકાસ પર ફોક્સ કરીને સરકાર દેશના અર્થતંત્રને અનલોક સાથે ઝડપી વિકાસના પંથે લઈ જવા નિર્ણયો લઈ રહી છે. કોરોના મહામારીની પ્રતિકૂળતા વચ્ચે પણ કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા જાહેર થયેલા સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામો બાદ ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામો પણ પ્રોત્સાહક રહેવાના અહેવાલે સ્થાનિક ફંડો તેમજ રિટેઈલ રોકાણકારોનું દેશની ઈક્વિટીઝ માર્કેટમાં જંગી રોકાણ કરી રહ્યા છે. આમ આજે વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ ભારતીય શેરબજારે આગેકૂચ જારી રાખી છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૨૨ અને વધનારની સંખ્યા ૨૧૯૪ રહી હતી, ૧૩૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૪૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ડિસેમ્બર મહિનાની શરૂઆતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નાણાં નીતિની ત્રણ દિવસની સમીક્ષા બેઠકના અંતે  મુખ્ય વ્યાજ દર  યથાવત રાખ્યા હતા. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિએ તેની સતત આઠમી બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરબદલ કર્યો નહોતા. અર્થતંત્રને ટેકો આપવા ૨૦૧૯ના ફેબુ્રઆરીથી રિઝર્વ બેન્કે રેપો રેટમાં કુલ ૨૫૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. ઉપભોગ માગ વધારવા ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવા રેપો રેટ નીચા રખાઈ રહ્યા છે. પરંતુ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં સતત વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં થઈ રહેલી અવિરત ખરીદીએ છતાં બે તરફી અફડાતફડી સાથે નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

વિશ્વભરમાં વિવિધ દેશોમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા હોઈ સાથે કોરોના સંક્રમણમાં બીજી લહેર બાદ ફરી ત્રીજી લહેરની ચિંતા વધવા લાગતાં ફોરેન ફંડો ભારતીય શેરબજારમાં વેચવાલી કરી રહ્યા છે. ઓમિક્રોનના પરિબળની સાથે હાલ ફુગાવો-મોંઘવારીનું પરિબળ પણ નેગેટીવ બની રહ્યું છે. ક્રુડ ઓઈલના ભાવ ફરી વધી રહ્યા હોવા સાથે પેટ્રોલ, ડિઝલના સતત ઊંચા નવી વિક્રમી ઊંચાઈએ પ્રવર્તતા ભાવોથી મોંઘવારીમાં થઈ રહેલા સતત વધારા અને વધતી જતી બેરોજગારીની સમસ્યાને જેવી અનેક વિવિધ સમસ્યાને ધ્યાનમાં લેતાં આગામી દિવસો ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field