Home દેશ - NATIONAL TVS સપ્લાય ચેઇનનો 880 કરોડનો IPO ખુલ્યો, રોકાણના ફાયદા અને જોખમી પરિબળો...

TVS સપ્લાય ચેઇનનો 880 કરોડનો IPO ખુલ્યો, રોકાણના ફાયદા અને જોખમી પરિબળો જાણો..

13
0

(GNS),10

TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) ની પ્રાઇસ બેન્ડ ₹187 થી ₹197 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. બુક બિલ્ડ ઈશ્યુ આજે 10મી ઓગસ્ટ 2023ના રોજ ગુરુવારે પ્રાથમિક બજારોમાં દસ્તક દેશે અને તે 14મી ઓગસ્ટ 2023 સુધી સબ્સ્ક્રાઇબર્સ માટે ખુલ્લો રહેશે. BSE અને NSE પર લિસ્ટિંગ માટે ₹880 કરોડના પબ્લિક ઈસ્યુની દરખાસ્ત છે. બજાર નિરીક્ષકોના જણાવ્યા અનુસાર TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ (TVS Supply Chain) ના શેર બજાર ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં ₹30ના પ્રીમિયમ પર ઉપલબ્ધ હતા.

TVS Supply Chain IPO ને આ મુદ્દાઓ દ્વારા સમજી શકાશે જે જણાવીએ તો, TVS Supply Chain IPO બજારના નિરીક્ષકોના મતે TVS સપ્લાય ચેઇન IPO ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) ગુરુવારે બજાર ખુલતા પહેલા ₹30 છે, જે ₹197ના ઉપલા પ્રાઇસ બેન્ડથી 15 ટકાથી વધુ હતું. – TVS Supply Chain IPO Price : કંપનીએ પબ્લિક ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ ₹187 થી ₹197 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરી છે. – TVS Supply Chain IPO Date : પબ્લિક ઇશ્યૂ 10મી ઓગસ્ટ 2023ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને તે 14મી ઓગસ્ટ 2023 સુધી બિડિંગ માટે ખુલ્લો રહેશે. – TVS Supply Chain IPO Size : કંપનીએ તેની જાહેર ઓફરમાંથી ₹880 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે જેમાંથી ₹280 કરોડ ઓફર ફોર સેલ (OFS) રૂટ માટે અનામત રાખવામાં આવ્યા છે. – TVS Supply Chain IPO Lot Size : બિડર લોટમાં અરજી કરી શકશે અને એક લોટમાં 76 કંપનીના શેર રહેશે. – TVS Supply Chain IPO Allotment Date : શેર ફાળવણી માટે કામચલાઉ તારીખ 18મી ઓગસ્ટ 2023 નક્કી કરવામાં આવી છે. – TVS Supply Chain IPO registrar : Link Intime India Private Ltd ને IPOના સત્તાવાર રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. – TVS Supply Chain IPO listing : BSE અને NSE પર લિસ્ટિંગ માટે બુક બિલ્ડ ઇશ્યૂ પ્રસ્તાવિત છે અને શેર લિસ્ટિંગની સંભવિત તારીખ 23 ઓગસ્ટ 2023 છે.

TVS Supply Chain IPO માં રોકાણ પહેલા આ માહિતી જાણવી જરૂરી.. જે જણાવીએ તો, કંપની વિદેશી ચલણ વિનિમય દરની વધઘટનો સામનો કરી રહી છે કારણ કે તેની સરેરાશ 73 ટકા આવક વિદેશી ચલણમાં છે. કંપની ખૂબ જ સ્પર્ધાત્મક ઉદ્યોગમાં કાર્ય કરે છે અને સ્પર્ધામાં અથવા ગ્રાહકની જરૂરિયાતોને પૂરી કરવામાં કોઈપણ નિષ્ફળતા વ્યવસાય પર નકારાત્મક અસર કરી શકે છે. કંપની તેની આવકનો મોટો હિસ્સો અમુક ઉદ્યોગોના ગ્રાહકો પાસેથી મેળવે છે. નાણાકીય વર્ષ 2023 માં, ઔદ્યોગિક સેગમેન્ટ તેની આવકમાં 35 ટકા, ઓટોમોટિવ 23.2 ટકા અને ટેક અને ટેક ઇન્ફ્રા અને ઉપભોક્તા લગભગ 12 ટકા યોગદાન આપશે. કંપની, તેના પ્રમોટર્સ અને સબસિડિયરી કંપનીઓ સામે કેસ પેન્ડિંગ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરેપો રેટની જાહેરાત બાદ તમારી લોનની EMI પર આ અસર પડશે..
Next articleઆ સાઉથ કોમેડિયન સ્ટારના નામે છે વર્લ્ડ રેકોર્ડ.. જે હજુ સુધી કોઈ નથી તોડી શક્યું