Home વ્યાપાર જગત - BUSINESS રેપો રેટની જાહેરાત બાદ તમારી લોનની EMI પર આ અસર પડશે..

રેપો રેટની જાહેરાત બાદ તમારી લોનની EMI પર આ અસર પડશે..

10
0

(GNS),10

રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી (RBI MPC Meet)ની દ્વિ-માસિક બેઠકમાં લેવાયેલો નિર્ણય આજે 10 ઓગસ્ટ ગુરુવારે જાહેર કરાયો છે. નાણાકીય નીતિ પરની સમિતિના તમામ સભ્યો વ્યાજ દર યથાવત રાખવાની તરફેણમાં રહ્યા છે.જોકે હોમ લોન(Home Loan)ના વ્યાજદરના બોજમાં કોઈ લાભ મળ્યો નથી. ગયા વર્ષે મે મહિનાથી સતત પાંચ વખત વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે લોન મોંઘી થઈ હતી. હોમ લોન ઘણી મોંઘી થઈ ગઈ છે.વ્યાજદર સ્થિર રહેવાથી EMI ઓછી થવાની આશા ઠગારી નીવડી છે. RBI MPC Meet August 2023 માટે 6માંથી 5 સભ્યો અનુકૂળ વલણની તરફેણમાં હતા. સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે સવારે 10 વાગ્યે સમિતિના નિર્ણયની જાહેરાત કરી હતી. ફુગાવાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને અગાઉથીજ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે રિઝર્વ બેંક આ વખતે પણ નીતિગત વ્યાજ દરો સ્થિર રાખવાનો નિર્ણય લઈ શકે છે. રેપો રેટ 6.50% પર ચાલી રહ્યો છે અને આ નિર્ણય સાથે RBI MPC એ ફેબ્રુઆરીથી ત્રીજી વખત રેપો રેટ સ્થિર રાખ્યો છે.

RBIનો લિક્વિડિટી ઘટાડવાનો મોટો નિર્ણય.. જે જણાવીએ તો, કિંમત અને નાણાકીય સ્થિરતા માટે ઊંચી તરલતા સારી નથી. 12 ઓગસ્ટથી ઇન્ક્રીમેન્ટલ CRR (10 ટકા) લાગુ થશે. બેન્કોએ NDTL ઉપરાંત 10 ટકા ICRR રાખવો પડશે. 12 ઓગસ્ટથી અનુસૂચિત વાણિજ્યિક બેંકોને વધતો CRR… સરપ્લસ લિક્વિડિટીમાં વધારો થયો છે… 2000 રૂપિયાની નોટ આવવાથી લિક્વિડિટી વધી છે… ફુગાવાનો ડેટા પર નજર કરીએ તો.. FY24 રિટેલ ફુગાવો 5.1 ટકાથી વધીને 5.4 ટકા થવાનો અંદાજ છે. Q1FY24 – 5.4 ટકા, Q2FY24 – 6.2 ટકા, Q3FY24 – 5.7 ટકા અને Q4FY24 – 5.2 ટકા રહ્યો હતો. હોમ લોનના વ્યાજ દર પર જે જણાવીએ તો, SBI : અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા હાલમાં હોમ લોન પર સામાન્ય 9.15% વ્યાજ દર ઓફર કરે છે. તે તમારા ક્રેડિટ સ્કોરના આધારે 9.65% સુધી પણ જઈ શકે છે. 31મી ઓગસ્ટ સુધી ઝુંબેશના દર મુજબ લઘુત્તમ 8.70%ના દરે લોન પણ લઈ શકાશે. અહીં પણ તે મહત્તમ 9.45% સુધી પહોંચી શકે છે. PNB Home Loan : જો તમે પંજાબ નેશનલ બેંકમાં 35 લાખ સુધીની લોન માટે અરજી કરો છો, તો તમને ન્યૂનતમ 8.75% થી લોન મળવાનું શરૂ થશે. પગારદાર વ્યાવસાયિકો માટે, વ્યાજ 8.75% થી શરૂ થઈ શકે છે અને ક્રેડિટ સ્કોરના આધારે 10.75% સુધી જઈ શકે છે. સ્વ-રોજગાર બિન-વ્યાવસાયિકો માટે, તે 8.9% થી શરૂ થશે અને 11.25% સુધી જશે.જો તમે 35 લાખથી વધુની લોન લો છો, તો તમને પગાર માટે 8.75% થી શરૂ થશે અને 10.95% સુધી જશે. તે જ સમયે, સ્વ-રોજગાર માટે 8.8% થી શરૂ કરીને, તે 11.45% સુધી જઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરિઝર્વ બેંકના ગવર્નરે શક્તિકાંત દાસે વ્યાજ દર 6.5% યથાવત રખાયો
Next articleTVS સપ્લાય ચેઇનનો 880 કરોડનો IPO ખુલ્યો, રોકાણના ફાયદા અને જોખમી પરિબળો જાણો..