Home મનોરંજન - Entertainment આ સાઉથ કોમેડિયન સ્ટારના નામે છે વર્લ્ડ રેકોર્ડ.. જે હજુ સુધી કોઈ...

આ સાઉથ કોમેડિયન સ્ટારના નામે છે વર્લ્ડ રેકોર્ડ.. જે હજુ સુધી કોઈ નથી તોડી શક્યું

15
0

(GNS),10

હાલમાં અમે અહીં આપને સાઉથ સિનેમાના એક દિગ્ગજ હીરો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેના નામે સૌથી વધારે ફિલ્મો બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. તેમનો રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. બરાબર સમજ્યા કે હકીકતમાં જોઈએ તો, અમે અહીં સાઉથ સિનેમાના સીનિયર એક્ટર બ્રહ્માનંદમ વિશે વાત કરી રહ્યા છીએ, જેને તમે સાઉથની લગભગ દરેક ફિલ્મોમાં જોયા હશે. આપણે એવું પણ કહી શકીએ કે, બ્રહ્માનંદમ વિના ટોલીવૂડની કોઈ ફિલ્મ બનતી નથી. બ્રહ્માનંદમનો જન્મ 1 ફેબ્રુઆરી 1956ના રોજ આંધ્ર પ્રદેશના સત્તેનપલ્લીના ચાગંતી વારી પાલેમ ગામમાં થયો હતો. બ્રહ્માનંદમે પોતાના 35 વર્ષથી વધારે કરિયરમાં 6 રાજ્ય નંદી પુરસ્કાર, એક ફિલ્મફેર પુરસ્કાર દક્ષિણ અને છ સિનેમા પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે. તેમના માતા-પિતા નાગલિંગાચારી અને લક્ષ્મી નરસમ્મા છે. તેમના પિતા એક કારપેન્ટર હતા અને બ્રહ્માનંદમ આઠ બાળકોમાંથી એક હતા. તેમણે પોતાનું માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી પુરી કરી અને પશ્ચિમ ગોદાવરી જિલ્લાના અત્તિલીમાં તેલુગુ વ્યાખ્યાતા તરીકે જોડાઈ ગયા. તેઓ એક ભારતીય અભિનેતા, કોમેડિયન અને એક વોયસ આર્ટિસ્ટ છે, જે મુખ્ય રીતે તેલુગુ સિનેમામાં પોતાના કામ માટે વખણાય છે. તેઓ ખાસ કરીને પોતાના હાસ્ય પ્રદર્શન એટલે કે કોમેડી માટે ઓળખાય છે.

બ્રહ્માનંદમનું નામ અત્યાર સુધીમાં 1000થી વધારે ફિલ્મોમાં અભિનય કરનારા જીવિત અભિનેતા તરીકે સૌથી વધારે સ્ક્રીન ક્રેડિટનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલ છે. તેઓ દેશના એકમાત્ર એવા અભિનેતા છે, જેમણે પોતાના કરિયામાં આટલી ફિલ્મોમાં કામ કર્યું છે, અને હજુ પણ કરી રહ્યા છે. તેમને આચાર્ય નાગાર્જૂન યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની માનદ પદવીથી સન્માનિત કરાયા છે. વર્ષ 2009માં કલામાં તેમના યોગદાન માટે ભારતના ચોથી સૌથી મોટા નાગરિક પુરસ્કાર પદ્મ શ્રીથી સન્માનિત કર્યા હતા. બ્રહ્માનંદમ ભારતમાં સૌથી વધારે ફી વસુલનારા હાસ્ય અભિનેતામાંથી એક છે અને તેમની કોમેડી આગળ કપિલ શર્મા જેવા કલાકાર ખૂબ જ નાના લાગે છે. 67 વર્ષની ઉંમરમાં પણ બ્રહ્માનંદમની 2023ની નેટવર્થ 367 કરોડ રૂપિયા છે અને એક ફિલ્મમાં રોલ ભલે ગમે તેટલો નાનો હોય પણ તેઓ 1 ફિલ્મમાં 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. પોતાની માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી પુરી કર્યા બાદ બ્રહ્માનંદમે આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં અત્તિલીમાં તેલુગુ પ્રોફેસર તરીકે કામ કર્યું. તેની સાથે જ તેમણે થિયેટર અને મિમિક્રી આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું. તેમણે 1985માં ડીડી તેલુગુના પાકપાકાલૂથી ટેલીવિઝન પર શરુઆત કરી, જેને દર્શકો તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો. શોનામાં તેમના પ્રદર્શનને જોયા બાદ નિર્દેશક જંધ્યાલાએ 1987માં તેમને ફિલ્મ અહા ના પેલંતામાં કાસ્ટ કર્યા હતા, જે તેમની સફળ ભૂમિકા બની ગઈ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleTVS સપ્લાય ચેઇનનો 880 કરોડનો IPO ખુલ્યો, રોકાણના ફાયદા અને જોખમી પરિબળો જાણો..
Next articleફરહાન અખ્તરની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘ડોન 3’નું ટીઝર રિલીઝ થઇ ગયું