Home દેશ - NATIONAL પોલીસકર્મીએ પોતાનો જીવ દાવ પર લગાવી મુસાફરનો બચાવ્યો જીવ

પોલીસકર્મીએ પોતાનો જીવ દાવ પર લગાવી મુસાફરનો બચાવ્યો જીવ

52
0

(જી.એન.એસ),તા.૨૪

થાણે/મહારાષ્ટ્ર

ઘટના CCTV માં કેદ થયેલી એક જોરદાર ઘટના મહારાષ્ટ્રના થાણે જીલ્લામાં વિઠ્ઠલવાડી રેલ્વે સ્ટેસન બની છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના વિઠ્ઠલવાડી રેલ્વે સ્ટેશન પરથી એક એક્સપ્રેસ ટ્રેન પસાર થવાની થોડીક સેકન્ડો પહેલા એક પોલીસકર્મીએ એક છોકરાને રેલ્વે ટ્રેક પરથી ધક્કો મારીને તેનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ CCTV માં જોઈ શકાય છે કે પીળા શર્ટ પહેરેલો એક છોકરો ટ્રેનના આગમન પહેલા ટ્રેક ક્રોસ કરવા માટે કૂદકો મારે છે પરંતુ તે ટ્રેક પર કૂદતાની સાથે જ પડી જાય છે. આ પછી, તે શાંતિથી ટ્રેક પર ઉભો રહે છે. એટલામાં જ એક પોલીસકર્મી ટ્રેક પર પહોંચે છે અને કિશોરને પાટા પરથી ધક્કો મારી દે છે. પોલીસકર્મીએ કિશોરને ટ્રેક પરથી હટાવ્યાની થોડીક સેકન્ડ બાદ જ ત્યાંથી એક્સપ્રેસ ટ્રેન પસાર થતી જોવા મળે છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને તે તમામ ફાઈલો અને ડેટા રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો જેના આધારે રાજ્યની કાર્યકારી સમિતિએ કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને વેક્સિન વગરના લોકોને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી ન આપવાનો નિર્ણય કર્યો હતો. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એમએસ કર્ણિકની ડિવિઝન બેંચે એક PILની સુનાવણી કરતા આ નિર્ણય કર્યો. આ અરજીમાં સરકારના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો, તેમજ જાહેર ટ્રેનો અને જાહેર પરિવહનના અન્ય માધ્યમો દ્વારા મુસાફરી કરવા માટે કોવિડ -19 રસીના બંને ડોઝ આવશ્યક રાખવા માગ કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમે મારિયુપોલના રહેવાસીઓ માટે માનવતાવાદી કોરિડોર ગોઠવાનો પ્રયાસ કરીએ છીએ : ઝેલેન્સકી
Next articleશ્રીનગરમાં રૈનાવરીમાં સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ