Home વ્યાપાર જગત - BUSINESS વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક સાનુકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં તેજી તરફી...

વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક સાનુકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ યથાવત્…!!

100
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૧૨.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૬૩૧૯.૦૧ સામે ૫૬૫૯૯.૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૬૪૭૧.૦૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૧૭.૯૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૧૧.૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૫૬૯૩૦.૫૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૮૦૦.૯૫ સામે ૧૬૮૭૭.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૮૩૨.૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૨.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૫.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૯૭૬.૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ફંડોની આક્રમક તેજીના સથવારે મજબૂતીએ થઈ હતી. ઈન્ડેક્સ બેઝડ ધોવાણ અટકાવવા રિયલ્ટી અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં ફંડોએ આજે મોટાપાયે ખરીદી કરતાં અને આ સાથે એનર્જી અને કેપિટલ ગુડ્સ શેરોની આગેવાનીએ અને પસંદગીના ઓટો અને ટેલિકોમ કંપનીઓના શેરોમાં તેજી કરી હતી. ફંડોએ આ સાથે મેટલ શેરો તેમજ સ્થાનિક સ્તરે કોરોનાના ઓમીક્રોનના કેસોમાં થઈ રહેલા વધારાને પગલે બીજી લહેર અત્યંત વિસ્ફોટક રહ્યા બાદ આ મહામારીથી સર્જાયેલી ભયંકર હેલ્થ કટોકટીમાં ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ દ્વારા આ માટે બનાવવા આવતી દવાઓની માંગમાં અસાધારણ વધારાને લઈ આજે સતત ફાર્મા શેરોમાં તોફાની તેજી રહી હતી.

વૈશ્વિક મોરચે  ફુગાવા – મોંઘવારીનું પરિબળ સતત જોખમી બની રહ્યું હોઈ આગામી દિવસોમાં વૈશ્વિક અર્થતંત્ર પર મોટી નેગેટીવ અસરની શકયતા વચ્ચે એક તરફ વિદેશી ફંડો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં સતત વેચવાલ બની રહ્યા છે, ત્યારે બીજી તરફ સ્થાનિક ફંડો, સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં ખરીદી ચાલુ રાખીને આજે ઈન્ડેક્સ મેનેજ કરીને ઓમિક્રોનના કેસોમાં ચિંતાજનક વધારા સાથે મૃત્યુ આંકમાં પણ વધારો થતાં વૈશ્વિક ચિંતા વધતાં છતાં ફંડો તેજી કરતા ભારતીય શેરબજાર દિવસની ઊંચાઈએ બંધ રહ્યું હતું. કોરોના સંક્રમણ હવે ઓમિક્રોનના નવા સ્વરૂપે વિશ્વમાં ફેલાવા લાગતાં ફરી આરોગ્ય સાથે આર્થિક ચિંતા વિશ્વની વધવા લાગતાં અને આ વખતે એડવાન્ટેજના બદલે વિશ્વ મોટા આર્થિક સંકટમાં ફસાઈ પડવાની ચિંતાએ ભારતીય શેરબજારમાં પણ ઓવર હીટ બની ગયેલી તેજીમાં સપ્તાહના પ્રથમ દિવસ કડાકો બોલાઈ ગયા બાદ આજે ફરી સતત બીજા દિવસે ફંડોએ તેજી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ઇન્ડસ્ટ્રીયલ, એનર્જી, કેપિટલ ગુડ્સ, ઓટો અને ટેલિકોમ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૦૮ અને વધનારની સંખ્યા ૨૪૩૪ રહી હતી, ૧૦૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૩૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ દેશ ઝડપી અનલોક થઈ રહ્યો હતો, ત્યાં હવે ફરી દક્ષિણ આફ્રિકામાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ જોવા મળતા ત્રીજી લહેરની ચિંતા અને તકેદારીમાં ફરી વૈશ્વિક સ્તરે લોકડાઉનના પગલાં લાગુ કરવાની થઈ રહેલી કવાયતને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં સાવચેતી વચ્ચે આર્થિક પ્રવૃતિ ફરી રૂંધાવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં કરેકશન જોવા મળી રહ્યું છે, ઉપરાંત સતત ખરીદી કર્યા બાદ ફંડો, ખેલાડીઓ ભારતીય શેરબજારમાં પ્રોફિટ બુકિંગ સાથે ઓવરબોટ પોઝિશન હળવી કરી રહ્યા છે. બજારનું સેન્ટીમેન્ટ ડહોળાઈ ચૂક્યું છે. ઓમિક્રોનના કારણે ફરી ઘણા દેશોમાં લોકડાઉન લાદવામાં આવી રહ્યા છે, ત્યારે વિશ્વની આર્થિક રિકવરી પર સ્વાભાવિક દબાણ વધી રહ્યું છે.

કોરોના સંક્રમણના પરિણામે પ્રવર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રની ગાડી પુન:પટરી પર લાવવા આડે અનેક પડકારો છે. જેમાં હવે આગામી દિવસોમાં વૈશ્વિક બજારોમાં પણ સાવચેતી જોવાય એવી શકયતા છે, ઉપરાંત ક્રુડ ઓઈલના ઊંચા પ્રવર્તતા ભાવોની પરિસ્થિતિ અને ભારતીય શેરબજારમાં ઓવર વેલ્યુએશનનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા હોઈ ત્યારે આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના થઈ રહેલા રોકાણ પ્રવાહ પર નજર સાથે આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતની મૂલ્યમાં વધઘટ અને કોર્પોરેટ ઈન્ડિયાના સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકના નાણાકીય પરિણામો પર ભારતીય શેરબજારની નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકામાં ઓમિક્રોનના મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો
Next articleયુનિવર્સિટી શિક્ષણ દરેક માટે મફત હોવું જોઈએ.
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.