Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!

ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!

113
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૯.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૦૭૭.૮૮ સામે ૬૦૨૮૫.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૦૪૫.૫૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૨૪૨.૯૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૦.૨૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૬૬૭.૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૫૬.૭૫ સામે ૧૭૮૮૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૫૮૬.૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૭.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૬.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૭૩૦.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી, પરંતુ ડેરિવેટીવ્ઝમાં સપ્ટેમ્બર વલણના અંતના સપ્તાહમાં આજે ફંડોએ સેન્સેક્સ, નિફટી બેઝડ નવી વિક્રમી તેજી બાદ ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી કરી હતી. સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરના સાનુકૂળ અહેવાલ પાછળ ગત સપ્તાહે ભારતીય શેરબજારનો બીએસઇ સેન્સેક્સ ઉછળીને ૬૦૦૦૦ પોઈન્ટની સપાટી કુદાવી ગયો હોવા, જો કે ચાલુ સપ્તાહના બીજા દિવસે આગેવાન શેરોમાં પીછેહઠ થતા ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

ચાઈનાની મેગા રિયલ એસ્ટેટ ડેવલપર ૩૦૫ અબજ ડોલરનું દેવું ધરાવતી એવરગ્રેન્ડેના ભંગાણના પરિણામે ચાઈનાના હાઉસીંગ – પ્રોપર્ટી માર્કેટમાં ચાઈના શેરબજારમાં પ્રોપર્ટી કંપનીઓના શેરોમાં કડાકા અને એના પરિણામે વૈશ્વિક હાઉસીંગ માર્કેટમાં મંદીના એંધાણ વચ્ચે સ્ટીલ સહિતની મેટલની માંગમાં ઘટાડાના અંદાજોએ આર્યન ઓર સહિતના ભાવ તૂટતાં નેગેટીવ અસરે આજે ભારતીય શેરબજારમાં રિયલ્ટી શેરો પાછળ કડાકો બોલાઈ ગયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, યુટીલીટી, કન્ઝ્યુમર ડયુરેબલ, મેટલ, ઓઇલ & ગેસ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૫૫ અને વધનારની સંખ્યા ૧૫૦૨ રહી હતી, ૧૬૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્તમાન નાણાકીય વર્ષ માટેના આર્થિક વિકાસ દરના અંદાજને ઈક્રાએ સુધારી ૯% કર્યો છે, જે અગાઉ ૮.૫૦% મુકાયો હતો. કોરોના વિરુદ્ધ વેક્સિનેશનમા ઝડપ, ખરીફ પાકના મજબૂત પ્રાથમિક અંદાજો તથા સરકારી ખર્ચમાં વૃદ્ધિ જેવા પરિબળોને ધ્યાનમાં રાખી વિકાસ દરના અંદાજમાં સુધારો આવી પડયો છે, એમ ઈક્રા દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૦ – ૨૧માં ૭.૩૦%ના ઘટાડા બાદ દેશનો આર્થિક વિકાસ દર વર્તમાન નાણાકીય વર્ષમાં ઊંચો રહેવાની ધારણાં રાખવામાં આવી રહી છે. જો કે પ્રથમ ત્રિમાસિક ગાળામાં કોરોનાની બીજી લહેરે દેશની આર્થિક પ્રવૃત્તિઓ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં માંગ પર અસર કરી હતી, જેને લઈને અંદાજમાં સલામતિ વર્તી રહ્યા હતા.

રિઝર્વ બેન્કે ૯.૫૦%નો અંદાજ મૂકયો છે.  કોરોનાની રસીના વધી રહેલા વ્યાપને કારણે દેશમાં ઉપભોગતાઓના વિશ્વાસમાં વધારો થવા ધારણાં છે. માગમાં વધારાને પરિણામે અર્થતંત્રમાં ગતિ જોવા મળશે એમ એજન્સી દ્વારા નોંધવામાં આવ્યું છે. ખરીફ પાકની ઊંચી ઉપજને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો તરફથી માગમાં વધારો જોવા મળશે જ્યારે સરકારી ખર્ચમાં વૃદ્ધિ ઉપભોગ માગ વધારશે. જો કે કોરોનાની ત્રીજી લહેરનો ભય અને નવા વાઈરસ સામે વેકિસનની બિનઅસરકારકતા સુધારિત ૯%ના અંદાજ સામે જોખમો રહેલા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field