Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં ડેરિવેટીવ્ઝમાં સપ્ટેમ્બર વલણના અંત પૂર્વે ફંડોની નફારૂપી વેચવાલી…!!

ભારતીય શેરબજારમાં ડેરિવેટીવ્ઝમાં સપ્ટેમ્બર વલણના અંત પૂર્વે ફંડોની નફારૂપી વેચવાલી…!!

149
0
Bull and Bear -Stock Market Trends

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૯.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૬૬૭.૬૦ સામે ૫૯૨૯૬.૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૧૧૧.૪૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૬૭.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૪.૩૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૪૧૩.૨૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૪૮.૨૦ સામે ૧૭૬૬૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૬૧૩.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૧.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૭.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૭૪૮.૨૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

આવતી કાલે ડેરિવેટીવ્ઝમાં સપ્ટેમ્બર વલણના અંતના સાથે આજે ફંડોએ સેન્સેક્સ, નિફટી બેઝડ અપેક્ષિત અફડાતફડી બોલાવી હતી. ચોમાસાની સારી પ્રગતિ અને આગામી દિવસોમાં કૃષિ ક્ષેત્ર સાથે ગ્રામીણ અર્થતંત્રમાં મજબૂત વૃદ્વિની અપેક્ષાએ યુટિલિટીઝ, પાવર  અને મેટલ શેરોની આગેવાનીમાં તેજી કરતાં અને રિયાલ્ટી શેરોમાં તેજી કરતાં શરૂઆતી તબક્કામાં તેજીનું સેન્ટીમેન્ટ જળવાયું  હતું. અલબત ફંડોએ આજે લાંબા સમયથી બેંકિંગ – ફાઈનાન્સ અને એફએમસીજી શેરોમાં  ઓવરબોટ પોઝિશનને હળવી કરવા સાથે સીડીજીએસ અને કેપિટલ ગુડ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

ફોરેન  પોર્ટફોલિયો  ઈન્વેસ્ટરોની શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ખરીદી આજે ધીમી પડી નફારૂપી વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક ફંડોએ પણ શેરોમાં આજે વેચવાલી કરી હતી. વૈશ્વિક મોરચે ચાઈનામાં જાયન્ટ રિયાલ્ટી ડેવલપર  એવરગ્રાન્ડેની કટોકટી  વકરી રહ્યાના અને ચાઈનામાં એના શ્રીમંતો પર પડી રહ્યાના અને આ કટોકટી વકરી રહ્યાના અહેવાલ વચ્ચે વૈશ્વિક શેરબજારોમાં સાવચેતીમાં પીછેહઠની અસર પણ આજે ભારતીય શેરબજારોમાં ઉછાળે જોવાઈ  હતી. અલબત રિયાલ્ટી ક્ષેત્રે એડવાન્ટેજ ભારત હોવાથી રિયાલ્ટી શેરોમાં  ફંડોએ સતત તેજી કરી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફાઈનાન્સ, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, બેન્કેક્સ, સીડીજીએસ, ઓટો અને ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૬૪ અને વધનારની સંખ્યા ૧૯૧૫ રહી હતી, ૧૫૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

ચાલુ કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં અત્યાર સુધી બીએસઇ સેન્સેક્સે ૨૫.૭૫%નો ઉછાળો દર્શાવ્યો છે, આ સાથે દુનિયામાં સૌથી વધારે વધનાર શેરબજાર બન્યુ છે. નિફ્ટીની વાત કરીયે તો ચાલુ કેલેન્ડર વર્ષે તેમાં ૨૭.૬૯%ની તેજી આવી છે. તો કોરોના મહામારીના કારણે માર્ચ ૨૦૨૦માં બનેલી નીચી સપાટીથી અત્યાર સુધીમાં સેન્સેક્સ ૧૩૧% વધ્યો છે. તેવી જ રીતે આ સમીક્ષાધીન સમયગાળામાં નિફ્ટી ૧૩૪% ઉછળ્યો છે. આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમેરિકાની મુલાકાત બાદ કેટલું રોકાણ ભારતમાં આવી રહ્યું છે એના આવનારા સપ્તાહમાં સંકેતો પર બજારની નજર રહેશે ઉપરાંત વૈશ્વિક બજારો પર પડનારી અસર પર નજર રહેશે.

મિત્રો, કોરોના મહામારીમાંથી બહાર આવી રહેલા વિશ્વની સાથે ભારતમાં પણ હવે અર્થતંત્ર પુન: ઝડપી વિકાસના પંથે સવાર થવાના સંકેતો વચ્ચે કેન્દ્ર સરકારે ઉદ્યોગોને આર્થિક પ્રોત્સાહનો આપવાની સાથે મેઈક ઈન ઈન્ડિયામાં વધુને વધુ સાહસિકોને પ્રોત્સાહન આપવાની બતાવેલી ઉદારતા અને એના પરિણામે દેશમાં ઈન્નોવેશન સાથે નવા સાહસિકો પોતાના સાહસો થકી દેશના ઔદ્યોગિક વિકાસમાં આગામી દિવસોમાં મોટી ભૂમિકા ભજવશે એવા સંકેતોએ વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો સાથે સ્થાનિક ફંડો, રોકાણકારોનો અસાધારણ નવો રોકાણ પ્રવાહ વહેતો જોવાઈ રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!
Next articleડેરિવેટીવ્ઝમાં સપ્ટેમ્બર વલણના અંતે ભારતીય શેરબજારમાં અફડાતફડી સાથે દરેક ઉછાળે નફારૂપી વેચવાલી…!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.