રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૫.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૦૫૪૦.૪૮ સામે ૫૦૭૨૭.૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૦૪૬૫.૯૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૧.૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૧.૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૬૫૧.૯૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૨૦૬.૨૦ સામે ૧૫૨૩૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૧૫૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૮.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૧૯૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેરના પરિણામે ભારત મહાસંકટમાં આવીજતાં મોટા નુકશાનને લઈ કેન્દ્ર સરકાર આર્થિક રાહત આપવાની તૈયારી અને પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો થવા લાગતાં લોકડાઉનની પરિસ્થિતિ ગુજરાત સહિતના વિવિધ રાજયોમાં હળવી થવા લાગતાં આર્થિક ગતિવિધિ આગામી દિવસોમાં વધવાના પોઝિટીવ અંદાજોએ ફંડોએ આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં તેજી કરી હતી. આ સાથે કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૨૧ના અંતના ત્રિમાસિકના પરિણામોમાં અપેક્ષા મુજબ આવતા તેજી જાળવી રાખી હતી. અલબત ફંડો, ખેલંદાઓ, મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી પણ નીકળી જોવા મળી હતી. જો કે માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, એનર્જી, એફએમસીજી, આઈટી, ટેલિકોમ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, મેટલ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, ફાઈનાન્સ, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, યુટિલિટીઝ, ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૮૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૫૦ અને વધનારની સંખ્યા ૧૯૬૭ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાને કારણે આર્થિક મંદી વચ્ચે સરકારની તિજોરીમાં વેરા મારફતની આવક પર સતત બીજા નાણાં વર્ષમાં તૂટ પડી રહી છે. ૩૧મી માર્ચના અંતે પૂરા થયેલા નવ મહિના માટેની બેલેન્સશીટસ પરની રૂપિયા ૯૯૧૨૨ કરોડની વધારાની રકમ કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવા આરબીઆઈએ જાહેર કર્યું છે. રિઝર્વ બેન્ક દ્વારા કેન્દ્ર સરકારને અંદાજિત રૂપિયા ૯૯૦૦૦ કરોડથી વધુની રકમ પૂરી પડાવા છતાં કોરોનાની બીજી લહેરને કારણે દેશના અર્થતંત્ર પર પડેલી ગંભીર અસરને હળવી કરવા આ રકમ પૂરતી નથી.
કોરોનાની બીજી લહેરને કારણે દેશના વિવિધ રાજ્યો દ્વારા લાગુ કરાયેલા નિયમનકારી પગલાંને પરિણામે માલસામાનના વેચાણ પર અસર પડી છે જેને કારણે સરકારની જીએસટી મારફતની આવકમાં હાલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત દેશ પર ત્રીજી લહેરનું પણ જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે વર્તમાન નાણાં વર્ષમાં સીધા તથા આડકતરા વેરા મારફતની આવક નીચી રહેવાની ધારણાં રખાઈ રહી છે. અનિશ્ચિત વાતાવરણ વચ્ચે વર્તમાન નાણાં વર્ષના ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમ યોજના પ્રમાણે આગળ વધવા સામે પણ શંકા સેવાઈ રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.