રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૭.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૮૩૭.૨૧ સામે ૫૨૯૬૭.૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૬૫૩.૭૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૬૦.૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૮.૫૯ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૯૭૫.૮૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૧૬.૯૦ સામે ૧૫૮૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૭૬૩.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૪.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૮.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૮૪૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક મોરચે વિશ્વભરમાં વધી રહેલી મોંઘવારીની સાથે ચાઈનામાં પણ ફુગાવો અસહ્ય બનવા લાગતાં અને ફયુલના વધતાં ભાવોને અંકુશમાં લેવા ચાઈનાએ તેના ક્રુડના રિઝર્વને છુટ્ટો કરવાનું જાહેર કરતાં વૈશ્વિક બજારોમાં અમેરિકી બજારોની સાથે એશીયા, યુરોપના બજારોમાં રિકવરી આવતાં ફંડોએ આજે ભારતીય શેરબજારમાં પણ આરંભથી જ તેજી કરી હતી. કોરોના સંક્રમણમાં ભારતમાં હાલ તુરત સ્થિતિ અંકુશમાં આવી જતાં અને ત્રીજી લહેર બાબતે હજુ અનિશ્ચિતતા પ્રવર્તિ રહી હોવાથી અને કોર્પોરેટ પરિણામોની જૂનની સીઝન એકંદર સારી નીવડી રહી હોવા સાથે ચોમાસાની સારી પ્રગતિએ ફંડોએ શેરોમાં આજે સતત બીજા દિવસે તેજી કરી હતી. સંસદના ચોમાસું સત્રમાં વિવિધ આર્થિક બિલો રજૂ થવાના હોઈ એની અપેક્ષાએ પણ સેન્ટીમેન્ટ પર પોઝિટીવ અસર પડી હતી.
કોરોના સંક્રમણની ત્રીજી લહેર પૂર્વે તકેદારીના પગલાંને કારણે સંક્રમણની ઓછી શકયતાના અંદાજોએ આર્થિક-ઔદ્યોગિક પ્રવૃતિમાં થઈ રહેલા વધારા સાથે ફંડોએ કંપનીઓની કામગીરી આગામી દિવસોમાં સુધરવાના અંદાજોએ શેરોમાં ખરીદી ચાલુ રાખી છે. ચોમાસાની સારી પ્રગતિ સાથે કોર્પોરેટ પરિણામોની જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિકની સીઝનની સારી શરૂઆતે ફંડો દ્વારા ફરી શેરોમાં ખરીદી કરતાં આજે ભારતીય ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૭% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સીડીજીએસ, એનર્જી, ટેલિકોમ, યુટિલિટીઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, ઓઈલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે બીજા અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૬૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૬૭ અને વધનારની સંખ્યા ૧૫૭૯ રહી હતી, ૧૨૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૬૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધ્યામથાળેથી ઘટી આવ્યા હોઈ અને આગામી દિવસોમાં રાજયોમાં ચૂંટણીઓની તૈયારી વચ્ચે પેટ્રોલ, ડિઝલના ભાવમાં ઘટાડાના સંજોગોમાં બજારમાં પોઝિટીવ અસર જોવાઈ શકે છે. આ સાથે સંસદના ચોમાસું સત્રમાં રજૂ થનારા વિવિધ આર્થિક સુધારાના બિલોને લઈ બજાર પર પોઝિટીવ અસર પડવાની શકયતાએ ફંડોની ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીની દોટ આગળ વધતી જોવાઈ શકે છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેના જુલાઈ બુલેટિનમાં કેટલાક અન્ય પરિબળોની રૂપરેખા આપી હતી જે અર્થવ્યવસ્થામાં આશાવાદ સાથે સુધારા તરફ દોરી રહી છે. બુલેટિનમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે કૃષિ સહિતના સમગ્ર પુરવઠાની સ્થિતિના અનેક પાસા અકબંધ છે. ચોમાસુ પણ અત્યાર સુધી સામાન્ય કરતા ૩૧% ઉપર છે. આ સૂચવે છે કે આ સારી પરિસ્થિતિઓ ચાલુ રહી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન આર્થિક વૃદ્ધિદર ૧૦.૫% રહેવાનું અનમાન વ્યક્ત કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત નાણાકીય વર્ષમાં એટલે કે ૨૦૨૦-૨૧માં દેશની GDPમાં ૭.૩%નો ઘટાડો નોંધાયો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.