રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૭.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૫૫૩.૪૦ સામે ૫૨૪૩૨.૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૦૧૩.૫૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૫૧.૫૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૪.૮૯ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૧૯૮.૫૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૫૨.૪૦ સામે ૧૫૭૧૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૫૮૬.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૫.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૨.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૬૩૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
યુ.કે. સહિત યુરોપના દેશોમાં કોરોના સંક્રમણ ઝડપી ફેલાવા લાગતાં વૈશ્વિક અર્થતંત્ર માટે ફરી મોટી ચિંતાએ વૈશ્વિક બજારોમાં ધોવાણની સાથે સ્થાનિક સ્તરે અદાણી ગ્રૂપની ઘણી કંપનીઓ સેબી અને ડીઆરઆઈની તપાસ હેઠળ હોવાનું નાણા મંત્રાલયે સંસદમાં જાહેર કરતાં તેમજ કોરોનાની ત્રીજી ઘાતક લહેર અચૂક ભારતમાં ટૂંકાગાળામાં આવશે એવા અહેવાલ વચ્ચે ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સતત નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
વૈશ્વિક મંદીના એંધાણની સાથે સાઉદી અરેબિયા અને ઓપેક દેશો વચ્ચે ઉત્પાદન કાપ મામલે સમજૂતી થઈ ગયાના અહેવાલ છતાં સપ્તાહના સતત બીજા દિવસે વૈશ્વિક બજારોમાં ધોવાણની સાથે ભારતીય શેરબજારમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, વિદેશી ફંડો ભારતમાંથી રોકાણ સતત પાછું ખેંચી રહ્યાના આવી રહેલા આંકડા સાથે સ્થાનિકમાં ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ શેરોમાં મોટાપાયે વેચવાલી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, મેટલ, પાવર, ટેલિકોમ અને યુટિલિટીઝ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૯૮ અને વધનારની સંખ્યા ૧૧૩૭ રહી હતી, ૧૦૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૪૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વિકસિત દેશોની સેન્ટ્રલ બેંકો વ્યાપક સંપત્તિ ખરીદી સાથે દર ઘટાડીને શૂન્યની નજીક પહોંચી છે. ફેડરલ રિઝર્વે પણ ઝડપથી તેની બેલેન્સશીટ વિસ્તૃત કરી હતી અને તે હજી પણ દર મહિને ૧૨૦ અબજ ડોલરના બોન્ડસ ખરીદી રહી છે. મહામારી બાદ તેની બેલેન્સશીટનું કદ પણ લગભગ બમણું થઇને ૮ લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે. આરબીઆઈએ નીતિ દર ઘટાડયા અને સિસ્ટમમાં લિક્વિડિટી વધારી. આ ઉપરાંત લાંબા ગાળાના રેપો કામગીરીને લક્ષ્યાંક બનાવીને વિવિધ ક્ષેત્રમાં પ્રવાહિતા સફળ કરી તેમણે સરકારની ઉધાર યોજનાને સક્રિયપણે સમર્થન પણ આપ્યું હતું. વ્યાજ દરમાં વધારો નહીં કરીને પણ તેનો વિસ્તૃત વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આરબીઆઈએ તેના તાજેતરના માસિક બુલેટિનમાં કહ્યું હતું કે, આરબીઆઈ મોટાભાગે ખુલ્લા બજારમાંથી સરકારી બોન્ડની ખરીદીમાં સામેલ છે અને તેણે સરકાર દ્વારા સિક્યોરિટીઝ ઇશ્યૂ કરવાની જવાબદારી તેની બેલેન્સશીટમાં લીધી છે. પરંતુ તે જોવાનું બાકી છે ફુગાવાના દબાણને ધ્યાનમાં રાખીને આરબીઆઈ કેવા પગલા ભરે છે તેના પર નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.