Home વ્યાપાર જગત વિક્રમી તેજી બાદ ભારતીય શેરબજારમાં વધતાં કોરોનાના ડેલ્ટ પ્લસ સહિતના નવા વેરિએન્ટના...

વિક્રમી તેજી બાદ ભારતીય શેરબજારમાં વધતાં કોરોનાના ડેલ્ટ પ્લસ સહિતના નવા વેરિએન્ટના સંક્રમણથી અપેક્ષિત ઉછાળે નફારૂપી વેચવાલી…!!!

SHARE

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૩૧૪૦.૦૬ સામે ૫૨૬૦૬.૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૪૦૫.૮૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૧૫.૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૮૬.૬૬ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૫૫૩.૪૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૯૩૬.૦૦ સામે ૧૫૭૬૧.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૭૦૫.૯૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૦.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૪.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૬૧.૩૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત કડાકા સાથે થઈ હતી. દેશભરમાં ચોમાસું સારી પ્રગતિએ સફળ નીવડી રહ્યું હોવા સાથે કોરોના સંક્રમણમાં થયેલા ઘટાડા સાથે ત્રીજી લહેર માટે કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા લેવાઈ રહેલી તકેદારીની સાથે ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ વધવા લાગતાં અને જૂન ૨૦૨૧ના અંતના કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં હવે એકંદર સારા પરિણામોના આકર્ષણે ફંડોએ તેજીનો નવો ઈતિહાસ રચ્યા બાદ આજે વિક્રમી તેજીને વિરામ આપ્યો હતો.

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઓપેક દેશો સાથે સાઉદી અરેબિયાની સમજતીના અહેવાલ વચ્ચે રૂપિયા સામે અમેરિકી ડોલર વધીને રહ્યા સાથે આજે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કોરોના મહામારી સામે એક તરફ વેક્સિનેશન પ્રોગ્રામને વેગ આપવા થઈ રહેલા પ્રયાસો સામે કોરોનાના ડેલ્ટ પ્લસ સહિતના નવા વેરિએન્ટના કારણે હવે ત્રીજી લહેરની ચિંતા અને આર્થિક મોરચે ભારતે આગામી દિવસોમાં મોટા પડકારોનો સામનો કરવો પડે એવી શકયતાએ ફંડોએ શેરોમાં ઉછાળે વેચવાલી કરી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, યુટિલિટીઝ અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૯૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૭૧ અને વધનારની સંખ્યા ૧૭૫૭ રહી હતી, ૧૬૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૨૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્ષ ૨૦૨૧ના પ્રથમ છ માસિક દરમિયાન ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. આ સમયગાળામાં સેન્સેક્સ નિફ્ટી બંને રેકોર્ડ હાઈ જોવા મળ્યા છે. આ સમયગાળા દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં અંદાજીત રૂ.૪૦ લાખ કરોડનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં અંદાજીત ૧૦%નો અને નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત ૧૨.૪%નો ઉછાળો નોંધાયો છે. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું સરેરાશ માર્કેટ કેપિટલાઇઝેશન ૩૦ જૂન, ૨૦૨૧ના રોજ વધીને રૂ.૨૨૯ લાખ કરોડ થયું છે. જ્યારે તે ૧૪ જુલાઈએ ૨૩૩ લાખ કરોડ રૂપિયા હતું. જ્યારે ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ તે રૂ.૧૮૮ લાખ કરોડ હતું.

૧૬ જુલાઈએ સેન્સેક્સ ૫૩,૨૯૦ પોઈન્ટની નવી ટોચને સ્પર્શ્યો હતો. બીજી બાજુ, નિફ્ટી ફ્યુચર પણ ૧૫,૯૭૦ પોઈન્ટના સ્તરને સ્પર્શ્યો હતો. આંકડા તે બાબતનો સંકેત આપે છે કે છેલ્લા ૧૦ વર્ષમાં ૭ વર્ષ એવા રહ્યા છે જ્યારે કોઈપણ વર્ષના બીજા છ માસિકમાં બુલ્સનો દબદબો રહ્યો હોય. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૦ના બીજા છ માસિકમાં પણ નિફ્ટીમાં ૩૫%ની તેજી જોવા મળી હતી. જો કે, મારા મતે આ અપટ્રેન્ડ ૨૦૨૧ના બીજા ભાગમાં પણ ચાલુ રહેવાની સંભાવના છે.

Print Friendly, PDF & Email