Home વ્યાપાર જગત વૈશ્વિક સ્તરે અનેક નેગેટીવ પરિબળો પાછળ સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળે...

વૈશ્વિક સ્તરે અનેક નેગેટીવ પરિબળો પાછળ સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી…!!

43
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૮.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૫૬૨૯.૪૯ સામે ૫૫૧૫૯.૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૫૦૧૩.૯૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૨૯.૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૦.૧૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૫૩૨૯.૩૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૫૭૨.૩૦ સામે ૧૬૪૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૩૪૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૦.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૨.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૪૨૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ગુરુવારે મહોરમ નિમિતે ભારતીય શેરબજાર બંધ રહ્યા બાદ સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત કડાકા સાથે થઈ હતી. અનેક નેગેટીવ પરિબળોએ વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક કડાકો બોલાઈ જતાં અને અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા કબજે કર્યા બાદ અંધાધૂંધીની પરિસ્થિતિ વચ્ચે તાલિબાન દ્વારા ભારત સાથેના તમામ દ્વિપક્ષી વેપારને અટકાવી દેવાતાં અને ફરી ભારતમાં આતંકવાદ વધવાના ફફડાટે ભારતને ફટકો પડવાના અંદાજો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં કડાકો બોલાઈ ગયો હતો. જો કે ત્યાર બાદ નીચા મથાળે નવી લેવાલી નોંધાતા રિકવરી જોવા મળી હતી.

વૈશ્વિક બજારોમાં કોમોડિટીઝથી લઈ શેરબજારોમાં બોલાઈ ગયેલા કડાકા અને જીઓપોલિટિકલ પરિસ્થિતિને લઈ મોટી ચિંતા ઊભી થઈ હોઈ અફઘાનિસ્તાન સહિતના દેશોને નિકાસ-આયાત બંધ થતાં આર્થિક મોરચે ફટકો પડવાના એંધાણે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ઉપરાંત આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા મીનિટ્સમાં હવે ફેડરલ રિઝર્વ સ્ટીમ્યુલસમાં ઘટાડો કરશે એવા અપાયેલા સંકેતે વૈશ્વિક શેરબજારમાં ઘટાડો નોંધાતા આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૯૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૮૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૪૫ અને વધનારની સંખ્યા ૭૫૦ રહી હતી, ૧૩૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૬૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૧૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને ઈન્ડિયા રેટિંગ્સે ૯.૬૦% પરથી ઘટાડી ૯.૪૦% કર્યો છે. કોરોનાની બીજી લહેર બાદ મજબૂત રિકવરી જોવા મળી રહી છે, પરંતુ હાલની વેક્સિનેશનની ગતિને જોતા ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ના અંત પહેલા સંપૂર્ણ યુવાને વેક્સિનેટ કરવાનું શકય જણાતું નથી, એમ રેટિંગ એજન્સીના એક રિપોર્ટમાં જણાવાયું હતું. આ અગાઉના અંદાજમાં રેટિંગ એજન્સીએ રિકવરીનો આધાર વેક્સિનેશનમાં કેવી પ્રગતિ થાય છે તેના પર રહેલો હોવાનું જણાવ્યું હતું. 

વર્ષના અંત સુધીમાં યુવા વસતિના ૮૮%થી વધુને જો વેક્સિનેટ કરવા હશે તો ૧૮ ઓગસ્ટથી દૈનિક ૫૨ લાખ લોકોને રસી આપવાની રહેશે. બીજો વેવ સમી જતા અને વેક્સિનેશનની ગતિને ધ્યાનમાં રાખી અમે જીડીપી અંદાજ ઘટાડી ૯.૪૦% કર્યો છે. કેટલાક હાઈ ફ્રિકવન્સી ઈન્ડીકેટરો રિકવરી અપેક્ષા કરતા ઝડપી થઈ રહ્યાનું સૂચવે છે. ચોમાસુ સક્રિય બનતા ખરીફ વાવણીમાં પણ ગતિ આવી છે અને નિકાસ વોલ્યુમમાં પણ આશ્ચર્યકારક વધારો જોવા મળ્યો છે. માર્ચ ત્રિમાસિકમાં  પ્રાઈવેટ ફાઈનલ કન્ઝમ્પશન એકસપેન્ડીચરમાં ૯ મહિના બાદ વધારો જોવા મળ્યો હતો. આ વધારો આગળ જળવાઈ રહેવાની ધારણાં છે.

Print Friendly, PDF & Email