Home વ્યાપાર જગત ભારતીય શેરબજારમાં આઈટી – ટેકનોલોજી સેક્ટરની આગેવાની હેઠળ તેજી તરફી માહોલ…!!

ભારતીય શેરબજારમાં આઈટી – ટેકનોલોજી સેક્ટરની આગેવાની હેઠળ તેજી તરફી માહોલ…!!

34
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૮.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૩૨૯.૩૨ સામે ૫૫૬૯૫.૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૫૨૪૦.૨૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૪૦.૮૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૬.૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૫૫૫૫.૭૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૪૩૩.૭૦ સામે ૧૬૫૬૦.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૩૯૨.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૩.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૯.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૪૯૩.૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ખાસ અત્યારે ચિંતાજનક નહીં રહેવાના અહેવાલ અને દેશમાં ચોમાસાની સારી પ્રગતિ સાથે અનલોકમાં ભારતના વિવિધ ભાગોમાં ફરી ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ ઝડપી વધી રહ્યાના પોઝિટીવ પરિબળ અને કોર્પોરેટ ઈન્ડિયાની જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિકની સારી કામગીરીની પોઝિટીવ અસરે આજે ભારતીય શેરબજારોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી આગળ વધી હતી. મોદી સરકાર દ્વારા દેશમાં આર્થિક સુધારાને આગળ વધારવાના નિર્ધાર અને ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામમાં ઝડપી આગળ વધવાના સંકેત સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં અવિરત ખરીદીએ ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો.

પાછલા ઘણા દિવસોથી વર્ક ફ્રોમ હોમ કલ્ચરમાં થયેલા વિશ્વભરમાં વધારાના કારણે ડિજિટાઈઝેશનમાં ઝડપી વધારા સાથે આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓના બિઝનેસમાં ધરખમ વધારાથી કંપનીઓના પરિણામો અપેક્ષા મુજબ રહેતા ફંડોએ આજે આઈટી શેરોની આગેવાનીમાં તોફાની તેજી કરી હતી. આંતરરાષ્ટ્રીય મોરચે અફઘાનિસ્તાનમાં સત્તા પલટા સાથે પરિસ્થિતિ સ્ફોટક બની રહી હોઈ  વિશ્વની નજર અત્યારે અફઘાનિસ્તાન પર રહી હોવા સાથે ભારત માટે પણ આ પરિસ્થિતિ અત્યંત મહત્વની હોઈ ફંડોએ તેજી કર્યા છતાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેક, આઇટી, ટેલિકોમ, એનર્જી, ઓઇલ & ગેસ, બેન્કેક્સ અને ફાઈનાન્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૯૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૭૦ અને વધનારની સંખ્યા ૭૭૭ રહી હતી, ૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬૪૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૪૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોનાની પ્રથમ લહેર સમી ગયા બાદ દેશની કંપનીઓની બેલેન્સ શીટસમાં જોવા મળેલો સુધારો હવે મંદ પડી રહ્યાનું કંપનીઓના વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોના વિશ્લેષણ પરથી કહી શકાય છે. ગયા નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના આ ગાળામાં કંપનીઓના પરિણામો ભલે સારા રહ્યા હોય પરંતુ માર્ચ ત્રિમાસિકની સરખામણીએ જુન ત્રિમાસિકના પરિણામો નબળા જોવા મળી રહ્યા છે. દેશના શેરબજારો પર લિસ્ટેડ કંપનીઓમાંથી ૨૮૬૫ કંપનીઓના એક રિસર્ચ પેઢી દ્વારા કરાયેલા વિશ્લેષણમાં આ કંપનીઓના જુન ત્રિમાસિકના નેટ વેચાણમાં વાર્ષિક ધોરણે ૪૨% વધારો થયો છે પરંતુ ત્રિમાસિક ધોરણે તેમાં ૭.૮૦ % ઘટાડો નોંધાયો છે.

કંપનીઓનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે ૪% વધારો થયો છે જ્યારે ત્રિમાસિક ધોરણે ૧૨.૪૦% ઘટાડો નોંધાયો છે. કોરોનાની પ્રથમ લહેર ઓસરી ગયા બાદ સાઈકલિકલ ક્ષેત્રની કંપનીઓની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. કોરોનાની પ્રથમ લહેર ઓસરી ગયા બાદ નીકળેલી માગ એ અગાઉની બાકી પડેલી માંગ હતી, જે પૂરી થઈ ગયા બાદ તેમાં ઘટાડો થયો હતો એટલું જ નહીં એપ્રિલ-મેમાં બીજી લહેરને કારણે પણ કંપનીઓના કામકાજ પર અસર પડી હતી. 

Print Friendly, PDF & Email