Home વ્યાપાર જગત આર્થિક મોરચે પ્રોત્સાહક અહેવાલો અને કોરોના સંક્રમણની ત્રીજી લહેર હાલ ચિંતાજનક નહીં...

આર્થિક મોરચે પ્રોત્સાહક અહેવાલો અને કોરોના સંક્રમણની ત્રીજી લહેર હાલ ચિંતાજનક નહીં રહેવાના અહેવાલે ભારતીય શેરબજારમા ઐતિહાસિક તેજી યથાવત્…!!

34
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૯.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૭૨૩.૨૦ સામે ૫૮૮૮૧.૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૭૦૦.૫૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૦૩.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૭.૯૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૧૪૧.૧૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૩૫.૪૫ સામે ૧૭૫૪૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૫૦૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૪.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૫.૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૬૧૧.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. કેન્દ્ર સરકારે ગઈકાલે સંકટમાં રહેલા ટેલીકોમ ક્ષેત્ર માટે મોટું રાહત પેકેજ જાહેર કરતાં અને ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે અંદાજીત રૂ.૨૬૦૫૮ કરોડની પીએલઆઈ સ્કિમને મંજૂર કરતાં તેમજ દેશમાં ચોમાસાની સારી પ્રગતિએ ફંડોએ શેરોમાં ફરી ઓલ રાઉન્ડ તોફાની તેજી કરી બજારને ઐતિહાસિક નવી ઊંચાઈએ મૂકી દીધું હતું. કોરોના સંક્રમણની ત્રીજી લહેર હાલ તુરત ભારતમાં ચિંતાજનક નહીં રહેતાં અને ઔદ્યોગિક, આર્થિક પ્રવૃતિ વધી રહી હોઈ વૈશ્વિક નેગેટીવ પરિબળોને અવગણીને બજારે શેરોમાં સાર્વત્રિક તેજીનું તોફાન કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય મોરચે ચાઈના ડેલ્ટા સંક્રમણે અમુક શહેરોને સંપૂર્ણ લોકડાઉન કરવાની ફરજ પડતાં અને આ મહામારીથી વિશ્વની મહાસત્તા અમેરિકા અને યુરોપના દેશો સહિતમાં આર્થિક રિકવરી વધુ મંદ પડવાના અહેવાલોએ વૈશ્વિક બજારોમાં ચિંતા વર્તાઈ હતી. જેના કારણે આગામી દિવસોમાં ફરી ડિજિટાઈઝેશન માટે બિઝનેસ તકો વધવાના અંદાજોએ સાથે બેન્કિંગ ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આક્રમક તેજી કરી હતી. આ સાથે એનર્જી, એફએમસીજી અને ટેલીકોમ શેરોમાં તેજીએ સેન્સેક્સ ૫૯૨૦૪ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૭૬૩૫ પોઈન્ટની નવી વિક્રમી ઊંચાઈ નોંધાવી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઈટી, બેઝિક મટિરિયલ્સ, મેટલ, ટેક, યુટિલિટીઝ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૫૪ અને વધનારની સંખ્યા ૧૬૨૬ રહી હતી, ૧૪૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૫૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતમાં કોરોનાના આગમને દેશવ્યાપી લોકડાઉનના અમલી બનતા NSE નિફ્ટી ઇન્ડેક્સ ગત વર્ષે ૨૪ માર્ચે ૭૫૧૧ પોઈન્ટના તળિયેથી સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરના સાનુકુળ અહેવાલો પાછળ આજે નિફ્ટી ફ્યુચર ૧૭૬૩૫ પોઈન્ટની ઓલટાઈમ વિક્રમી સપાટીને સ્પર્યો છે. આમ, દોઢ વર્ષમાં નિફ્ટી ફ્યુચરમાં ૧૩૫%નો ઉછાળો નોંધાયો છે. ગત વર્ષે એટલે કે ૨૦૨૦ના માર્ચ માસ દરમિયાન ભારતમાં કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. જેના પગલે ભારેત ગભરાટભરી વેચવાલીના દબાણે ગત તા. ૨૪ માર્ચ ૨૦૨૦ના રોજ નિફ્ટી ફ્યુચર તુટીને ૭૫૧૧.૧૦ના તળિયે પટકાયો હતો. જ્યારે BSE સેન્સેક્સ ૩૯૩૪ પોઇન્ટ તુટીને ૨૫૮૮૦ના તળિયે ઉતરી આવ્યો હતો. ભારે ગભરાટભરી વેચવાલીના કારણે આ દિવસે સેન્સેક્સમાં સામેલ ૩૦ શેરો અને નિફ્ટીમાં સામેલ ૫૦ શેરો સહિત મોટાભાગના શેરોમાં ગાબડા નોંધાયા હતા.

ગત માર્ચ માસમાં અમલી બનેલ વિશ્વના સૌથી લાંબા લોકડાઉનના કારણે ભારતમાં મહામારી પર અંકુશ મુકાવાની સાથોસાથ સરકાર દ્વારા અર્થતંત્રની વૃધ્ધિ માટે ભરાયેલ પગલાંની શેરબજાર પર સાનુકુળ અસર થવા પામી હતી. તો બીજી તરફ રિઝર્વ બેંક દ્વારા પણ લોન મોરેટોરીયમ તેમજ નીચા વ્યાજ દર અમલી બનાવાતા વિવિધ ધંધા-રોજગાર તેમજ ઉદ્યોગોને મોટી રાહત થઇ હતી. તો બીજી તરફ વિશ્વના મોટા ભાગના દેશોની મધ્યસ્થબેંક દ્વારા પણ રાહતના પગલા ભરાયા સહિતના અન્ય સાનુકુળ અહેવાલોની ભારતીય શેરબજાર પર સાનુકુળ અસર થતા તેમાં સુધારા નોંધાયો છે. આમ, વિવિધ સ્થાનિક અને વૈશ્વિક સાનુકુળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારો અને ફંડોની આગેવાની હેઠળ નીકળેલ નવી લેવાલીએ આજે ભારતીય શેરબજારે ઓલટાઈમ હાઈની વિક્રમી સપાટી નોંધાવી છે.

Print Friendly, PDF & Email