Home વ્યાપાર જગત ભારતીય શેરબજારમાં ટેલિકોમ – યુટિલિટીઝ સેક્ટરની આગેવાની હેઠળ ઐતિહાસિક તેજી તરફી રૂખ...

ભારતીય શેરબજારમાં ટેલિકોમ – યુટિલિટીઝ સેક્ટરની આગેવાની હેઠળ ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!

36
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૯.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૨૪૭.૦૯ સામે ૫૮૩૫૪.૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૨૭૨.૮૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૦૪.૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૭૬.૧૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૭૨૩.૨૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૮૪.૯૫ સામે ૧૭૪૦૫.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૩૮૦.૯૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૪.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૦.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૫૩૫.૧૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

દેશમાં ચોમાસાની સારી પ્રગતિ અને કોરોના સંક્રમણની ત્રીજી લહેરની હાલ તુરત ચિંતા નહિંવત રહેતાં અને દેશમાં ઉદ્યોગો, બિઝનેસ પ્રવૃતિમાં રોજબરોજ થઈ રહેલા વધારાની પોઝિટીવ અસર અને કેન્દ્રની મોદી સરકાર દ્વારા આર્થિક વિકાસ માટે ઉદારીકરણના પગલાં લેવાતાં રહી આગામી દિવસોમાં વધુ પ્રોત્સાહનો – રાહતો જાહેર કરવામાં આવે એવી શકયતા વચ્ચે આજે સપ્તાહના ત્રીજા દિવસે ફંડોએ ઈન્ડેક્સ બેઝડ ઘટાડાને બ્રેક લગાવી ઐતિહાસિક તેજી કરી હતી. આ સાથે ફંડોની સતત લેવાલીએ મિડ કેપ ઇન્ડેકસે પણ વિક્રમી ઊંચાઈ નોંધાવી હતી.

વૈશ્વિક મોરચે ચાઈનામાં કોરોનાના ડેલ્ટા સંક્રમણને લઈ અમુક શહેરોમાં ફરી લોકડાઉન લાદવામાં આવ્યાના અને અમેરિકા સહિતના દેશોના અર્થતંત્ર પર ડેલ્ટા સંક્રમણની માઠી અસર પડી રહ્યાના અહેવાલ સાથે વૈશ્વિક શેરબજારોમાં સાવચેતી સામે આજે ભારતીય શેરબજારમાં તેજી જોવાઈ હતી. ટેલિકોમ, યુટિલિટીઝ અને પાવર શેરોમાં ફંડોની તેજીએ BSE સેન્સેક્સે ૫૮૭૭૭ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૭૫૪૫ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈ નોંધાવી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ, યુટિલિટીઝ, પાવર, ટેક, આઈટી, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, ઈન્ડસ્ટ્રિયલ્સ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૨૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૪૬ અને વધનારની સંખ્યા ૨૦૫૫ રહી હતી, ૧૨૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય શેરબજાર ઐતિહાસિક અવિરત તેજીમાં નવા શિખરો સર કરી રહ્યું છે. તેજીના આ ટ્રેન્ડમાં અત્યાર સુધી દરેક નેગેટીવ પરિબળોને અવગણીને નિરંતર વિક્રમી તેજી સાથે BSE સેન્સેક્સની ૫૯,૦૦૦ તરફ અને નિફટી ફ્યુચર ૧૮,૦૦૦ તરફની કૂચ જારી રાખી છે. ભારતીય અર્થતંત્ર કોરોનાની ગંભીર અસરનો સામનો કરી રહ્યું હોવા છતાં વૈશ્વિક રોકાણકારો ભારતમાં રોકાણ કરવા ઉત્સાહ ધરાવી રહ્યા છે. ડેલોઈટ દ્વારા વૈશ્વિક સ્તરના ૧૨૦૦ જેટલા વેપાર આગેવાનોના હાથ ધરાયેલા સર્વમાંથી ૪૪%એ ભારતમાં વધુ રોકાણ કરવા અથવા પ્રથમ વખત રોકાણ કરવાની પોતાની યોજના હોવાનું જણાવ્યું હતું.

પ્રથમ વખત થનારા ઈન્વેસ્ટમેન્ટમાંથી અંદાજે ૬૫% ઈન્વેસ્ટમેન્ટ આગામી બે વર્ષમાં જોવા મળવાની અપેક્ષા છે. અમેરિકામાં રોજગારીમાં નબળી પડેલી વૃદ્વિએ યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા સ્ટીમ્યુલસ ટેપરિંગ હાલ તુરત નહીં કરવાના આપેલા સંકેતે વૈશ્વિક ફંડોનો રોકાણ પ્રવાહ હાલ તુરત ભારત સહિતના ઊંચુ વળતર આપવા અને  પાછલા એક વર્ષમાં સેન્સેક્સમાં અંદાજીત ૪૯%નું વળતર આપનારા અને હજુ વિક્રમી નવી ઊંચાઈને આંબી રહેલા બજારોમાં વહેતો રહેવાની શકયતા છે. આ તેજી સાથે ઘણી કંપનીઓનું આગામી દિવસોમાં રીરેટીંગ થવાની પૂરી શકયતાએ ફંડોએનું પસંદગીના સારા ફંડામેન્ટલ ધરાવતાં શેરોમાં રોકાણ વધવાની શકયતા જોવાઈ રહી છે.

Print Friendly, PDF & Email