Home વ્યાપાર જગત વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે અનેક પોઝિટીવ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે...

વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે અનેક પોઝિટીવ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!

44
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૯.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૧૭૭.૭૬ સામે ૫૮૪૮૨.૬૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૨૧૪.૨૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૮.૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૯.૩૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૨૪૭.૦૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૫૯.૩૦ સામે ૧૭૪૧૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૩૬૮.૭૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૬.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૩૮૭.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. કોરોના સંક્રમણની ત્રીજી લહેરની સાથે સાવચેતી વચ્ચે આર્થિક અને ઔદ્યોગિક પ્રવૃતિ વધતી રહેતાં અને તાજેતરના દિવસોમાં સરકારને જીએસટીની ઓગસ્ટ મહિનામાં રૂ.૧ લાખ કરોડથી વધુ આવક સહિતના પ્રોત્સાહક આંકડા અને વૈશ્વિક મોરચે પણ ચાઈનાના વૈશ્વિક વેપારમાં વૃદ્વિની પોઝિટીવ અસરે અને સાઉદી અરેબિયા દ્વારા ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાની અસરે ક્રુડના ભાવ ઘટી આવ્યાની પોઝિટીવ અસરે વૈશ્વિક બજારોમાં મજબૂતીની સાથે ભારતીય શેરબજારમાં પણ તેજી જળવાઈ હતી.

અમેરિકાએ સ્ટીમ્યુલસ ચાલુ રાખવાના આપેલા સંકેત બાદ હવે યુરોપીય સેન્ટ્રલ બેન્ક દ્વારા યુરો ઝોનમાં આર્થિક વિકાસ વેગ પકડી રહ્યો હોઈ સ્ટીમ્યુલસ ધીમું કર્યાના અહેવાલ વચ્ચે આજે યુરોપના દેશોના બજારોમાં મજબૂતી રહી હતી. ભારતીય શેરબજારોમાં આજે ફંડો, મહારથીઓ, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી ચાલુ રાખી હતી. મેટલ, એફએમસીજી ફ્રન્ટલાઈન શેરોમાં પ્રોફિટ બુકિંગ સામે યુટિલિટીઝ, સીડીજીએસ, ઓટો અને ટેક શેરોમાં ફંડોની તેજીએ અફડાતફડીના અંતે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, એફએમસીજી, એનર્જી, બેઝિક મટિરિયલ્સ અને ફાઈનાન્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૯૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૦૯ અને વધનારની સંખ્યા ૧૯૩૪ રહી હતી, ૧૫૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વૈશ્વિક રોકાણકારો ભારતીય અર્થતંત્ર પ્રત્યે આશાવાદી અને ઉત્સાહી છે અને વધુ રોકાણ લાવી રહ્યા છે. કોરોના મહામારીની બીજી લહેર સમાપ્ત થયા બાદ આર્થિક સૂચકાંકોમાં સુધારાથી ઉત્સાહિત, વૈશ્વિક રોકાણકારો એફડીઆઈ અને એફપીઆઈના પ્રવાહમાં વધુ યોગદાન આપી રહ્યા છે. સતત નવા શિખરે ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકરોનો મૂડીપ્રવાહ યથાવત્ રહ્યો છે. એનએસડીએલના આંકડા મુજબ ચાલુ સપ્ટેમ્બર માસમાં અત્યાર સુધી ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સએ રૂ.૭,૫૭૫ કરોડનું ચોખ્ખુ રોકાણ કર્યુ છે. 

અર્થતંત્રમાં રિકવરી અને મેક્રોઇકોનોમિક ડેટામાં સુધારાના પગલે ભારતીય બજારોમાં વિદેશી રોકાણકારોનો મૂડીપ્રવાહ ચાલુ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહે પણ ભારતીય શેરબજારના સૂચકાંકો નવી ઉંચાઇએ પહોંચ્યા હતા. જેમાં બીએસઇ સેન્સેક્સ ૫૮,૫૫૩ પોઈન્ટની ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શ્યો હતો તો નિફ્ટી ફ્યુચરે ૧૭,૪૪૯ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી. આગામી દિવસોમાં દેશ ભરમાં ચોમાસાની સારી પ્રગતિના પોઝિટીવ પરિબળ સાથે આગામી દિવસોમાં વૈશ્વિક બનાવો અને અમેરિકન બજારના સંકેતો તેમજ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો દ્વારા કરનારા રોકાણ ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાની સ્થિતિ તથા ક્રૂડ ઓઈલના ભાવો પર ભારતીય શેરબજારની નજર રહેશે.

Print Friendly, PDF & Email