Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૨૧૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૨૧૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

14
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૨.૨૦૨૪ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૧૫૫૫.૧૯ સામે ૭૧૦૩૫.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૦૮૦૯.૮૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૨૮.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૬૭.૬૪ પોઈન્ટના ઉછાળા સાથે ૭૧૮૨૨.૮૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૮૨૩.૭૫ સામે ૨૧૬૭૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૧૬૦૦.૮૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૦.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૧.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૧૯૨૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક સ્તરે અમેરિકામાં કોર ફુગાવાના દરના આંકડા અનુમાન મુજબ ન આવતા તેના કારણે અમેરિકી શેરબજારમાં કડાકા સાથે આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં પણ કડાકો બોલાઈ ગયો હતો. બજાર ખુલતાની સાથે જ બીએસઈ સેન્સેક્સમાં અંદાજીત ૬૫૦ પોઈન્ટથી વધુનો તેમજ નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત ૨૦૦ પોઈન્ટથી વધુનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, જો કે શરૂઆતી તબક્કામાં ઘટાડા બાદ નીચા મથાળે ફંડો દ્વારા સ્મોલ, મિડ કેપ શેરોમાં ખરીદદાર બનતાં અંતે ઘટાડો પચાવી ભારતીય શેરબજાર પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યું હતું. સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી સાથે આઇટીસી, એક્સિસ બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના શેરોની આગેવાનીએ ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.

આરંભમાં સેન્સેક્સ ૭૧૦૦૦ પોઈન્ટની સપાટી અંદર ઉતરી ગયા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક શેરોમાં સાથે તેજી સાથે ઓઈલ એન્ડ ગેસ અને એનર્જી સહિતમાં આકર્ષણે લેવાલી રહેતાં માર્કેટબ્રેડથ પોજીટીવ રહી હતી. આ દરમિયાન આરબીઆઈની કડકાઈનો સામનો કરી રહેલી ફિનટેક ફર્મ પેટીએમના શેરમાં આજે પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પેટીએમ ની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ લિ. નો શેર ૯%થી વધુ ઘટીને ૫૨ સપ્તાહની નીચા સ્તરે આવી ગયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી, ટેક અને હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૨૪ અને વધનારની સંખ્યા ૨૪૨૬ રહી હતી, ૮૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૫૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૭૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૨૬%, નેસલે ઈન્ડિયા ૦.૨૪%, લાર્સન એન્ડ ટુબ્રો ૦.૧૮%, આઈટીસી ૦.૧૭% અને ટાઈટન કંપની ૦.૦૮% વધ્યા હતા, જ્યારે એચસીએલ ટેક્નોલોજીસ ૦.૪૧%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૧૧% અને ટેક મહિન્દ્રા ૦.૦૩% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૪.૧૦ લાખ કરોડ વધીને ૩૮૪.૮૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૮ કંપનીઓ વધી, ૩ કંપનીઓ ઘટી અને ૧૯ સ્થિર રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, હોંગ કોંગ તથા ચીનના શેરબજારોની સરખામણીએ વૈશ્વિક રોકાણકારો ભારતીય ઈક્વિટીઝમાં રસ વધી રહ્યાના સંકેતો જોવા મળી રહ્યા છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ હોંગ કોંગની ઈક્વિટી બજારને પાછળ મૂકી દીધા બાદ હવે ભારતીય શેરબજારો દૈનિક સરેરાશ ટર્નઓવરમાં પણ હોંગકોંગ કરતા આગળ નીકળી ગયા છે. હોંગ કોંગ એકસચેન્જનું એક મહિનાનું દૈનિક સરેરાશ ટર્નઓવર જાન્યુઆરી માસમાં ૧૩.૧૦ અબજ ડોલર રહ્યું હતું જ્યારે ભારતના સ્ટોક એકસચેન્જો એનએસઈ તથા બીએસઈનું મળીને સંયુકત દૈનિક સરેરાશ ટર્નઓવર વધી ૧૬.૫૦ અબજ ડોલરને પાર કરી ગયું છે. ગયા મહિને ભારતે હોંગ કોંગને માર્કેટ કેપની દ્રષ્ટિએ પાછળ મૂકી ચોથો મોટો દેશ બની ગયો હતો.

ભારતમાં સંસ્થાકીય રોકાણકારો ઉપરાંત રિટેલ રોકાણકારોના સહભાગમાં વધારાને કારણે પણ વેપાર વોલ્યુમમાં વધારો જોવા મળ્યો છે. જાન્યુઆરી માસમાં ભારતમાં નવા ડીમેટ ખાતા ઉપરાંત વેપાર વોલ્યુમમાં વિક્રમી આંક જોવા મળ્યા હતા. સીડીએસએલ તથા એનએસડીએલના આંકડા પ્રમાણે જાન્યુઆરીમાં કુલ ૪૬.૮૪ લાખ નવા ડીમેટ ખાતા ખોલાયા છે જે ડિસેમ્બર માસમાં ખોલાયેલા ૪૦.૯૪ લાખની સરખામણીએ નોંધપાત્ર વધુ છે. જો કે ઊચા સ્તરેથી અર્થતંત્રમાં પુનરાવર્તક ધીમી ગતિ જેને કારણે આવકમાં સંભવિત ઘટાડો, બેન્કિંગ ક્ષેત્રમાં લિક્વિડિટીની તાણ, લોકસભાની ચૂંટણી પહેલા પ્રોફિટ બુકિંગ તથા ઊંચા મૂલ્યાંકનો જેવી બાબતોના કારણે ભારતીય શેરબજારોમાં ટૂંકા ગાળે ઘટાડો જોવાશે, પરંતુ દરેક ઘટાડે રોકાણકારોનું આકર્ષણ પણ જોવા મળી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસ્પિનરે બોલ નાખ્યા બાદ તે સીધો વિકેટ સાથે અથડાયો, વીડિયો સો.મીડિયામાં વાયરલ
Next articleભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના 4 ઉમેદવારોના નામની જાહેરાત
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.