Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

141
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૯.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૩૦૫.૦૭ સામે ૫૮૨૬૨.૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૯૪૪.૬૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૭૦.૦૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૭.૩૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૧૭૭.૭૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૬૪.૩૦ સામે ૧૭૩૫૫.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૨૬૪.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૯.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૩૬૨.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વિશ્વમાં કોરોના સંક્રમણ ડેલ્ટા અને કપ્પા સહિતના નવા સ્વરૂપે ફેલાઈ રહ્યાના અને યુ.કે., ઓસ્ટ્રેલિયામાં કેસો વધવા લાગતાં સ્થાનિક સ્તરે પણ એકાએક કોરોના સંક્રમણની ત્રીજી લહેરના સંકેત આપતાં પોઝિટીવ કેસોમાં વધારો થવા લગતા સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ સાવચેતી જોવાઈ હતી. વૈશ્વિક મોરચે ફુગાવો-મોંઘવારીમાં વધારો થવાના સંકેત અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ વધીને આવતા નેગેટીવ અસર ભારતીય શેરબજાર પર જોવાઈ હતી. ભારતીય શેરબજારમાં આજે ઓઇલ એન્ડ ગેસ અને એનર્જી શેરોમાં ફંડોની ઓવરબોટ પોઝિશન હળવી થવા સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં નફારૂપી વેચવાલી રહેતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

ભારતમાં ચોમાસાની સારી પ્રગતિના પોઝિટીવ પરિબળ છતાં પેટ્રોલ, ડિઝલના વિક્રમી ઊંચી સપાટીએ પ્રવર્તિ રહેલા ભાવોના કારણે મોંઘવારી અસહ્ય બનવા લાગી હોઈ આ નેગેટીવ પરિબળ સાથે આગામી દિવસોમાં આર્થિક મોરચે હજુ અનિશ્ચિતતા કાયમ હોઈ કોરોના સંક્રમણની ત્રીજી લહેરના પરિણામે આર્થિક વિકાસ પણ મંદ પડવાની શક્યતાએ મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા અને આર્થિક વિકાસમાં પીછેહઠ જોવાશે એવા સંકેત વચ્ચે ફંડોએ ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, બેન્કેક્સ, ફાઈનાન્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને કેપિટલ ગુડ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૪૪ અને વધનારની સંખ્યા ૧૭૧૯ રહી હતી, ૨૦૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વિતેલા ઓગસ્ટ માસ દરમિયાન ભારતીય શેરબજારમાં ઉદ્ભવેલ તોફાની તેજીમાં મુખ્ય ઇન્ડેક્સ અંદાજે ૮% જેટલા વધ્યા બાદ ચાલુ સપ્ટેમ્બર માસમાં તેજીની ચાલ ધીમી પડી છે. બેતરફી વધઘટના અંતે સપ્ટેમ્બરમાં અત્યાર સુધી બજારમાં અડધા ટકા આસપાસનો સુધારો જોવા મળ્યો છે. ફેડરલ દ્વારા સ્ટીમ્યુલસ જારી રાખવાનો નિર્ણય વિદેશી રોકાણકારોની નવી લેવાલી, વેક્સિનેશનમાં ગતિ તેમજ આર્થિક ગતિવિધિઓ વધતા સપ્ટેમ્બરમાં પણ ઓગસ્ટની જેમ તોફાની તેજી જળવાઈ રહેવાની આશા હતી પરંતુ ઓપરેટરો તેમજ ફંડો દ્વારા સાવચેતીનું વલણ અપનાવાતા બજારમાં તોફાની તેજીની ચાલ ધીમી પડી છે.

કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ દેશ ઝડપી અનલોક થઈ રહ્યો હતો, ત્યાં હવે ફરી ત્રીજી લહેરની ચિંતા અને તકેદારીમાં ફરી લોકડાઉનના પગલાં લાગુ કરવાની થઈ રહેલી કવાયતને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં સાવચેતી વચ્ચે આર્થિક પ્રવૃતિ ફરી રૂંધાવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં કરેકશન જોવા મળી શકે છે. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાની સાથે પેટ્રોલ, ડિઝલના સતત વધતાં વિક્રમી ભાવો અને અમેરિકી ડોલર સામે નબળો પડતો જતો ભારતીય રૂપિયો ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટને આગામી દિવસોમાં ખરાબ કરી શકે છે. તેજીના લાંબા સમયથી જોવાઈ રહેલા અતિરેકમાં સતત ખરીદી કર્યા બાદ ફંડો, ખેલાડીઓ સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ સાથે ઓવરબોટ પોઝિશન હળવી કરી રહ્યા છે. જેથી આગામી દિવસોમાં શકય છે ફંડોની એક્ઝિટને પગલે કરેકશન જોવા મળી શકે છે, જેથી સાવચેતી જરૂરી બની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field