Home વ્યાપાર જગત વૈશ્વિક સ્તરે અનેક સાનુકૂળ પરિબળો પાછળ ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે તેજી તરફી...

વૈશ્વિક સ્તરે અનેક સાનુકૂળ પરિબળો પાછળ ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ…!!

59
0
SHARE
Bull and bear , symbolic beasts of market trend.

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૯.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૨૫૦.૨૬ સામે ૫૮૧૭૨.૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૦૮૪.૯૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૯.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૪.૮૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૩૦૫.૦૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૭૦.૯૦ સામે ૧૭૩૩૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૩૦૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૨.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૩૭૧.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા અને ટ્રેડીંગના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. લાંબા વિક – એન્ડ પૂર્વે આજે ફંડોએ ઈન્ડેક્સ બેઝડ સતત ત્રીજા દિવસે બે તરફી અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી. કોરોના સંક્રમણની ત્રીજી લહેર કેરળ, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં આવી ગઈ હોઈ ફરી લોકડાઉન સહિતના પગલાંની સરકારોની ચેતવણી અને બીજી તરફ આર્થિક મોરચે ભારત દ્વારા આર્થિક વિકાસ પર ફોક્સ વધારવામાં આવતાં અને વૈશ્વિક મોરચે ચાઈનાના અમેરિકા, યુરોપના દેશો સાથેના વેપારમાં મોટી વૃદ્વિએ વૈશ્વિક વેપાર વધી રહ્યાના આંકડાએ વૈશ્વિક બજારોની મજબૂતી પાછળ આજે ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે સામાન્ય મજબૂતી જોવાઈ હતી.

આંતરરાષ્ટ્રીય મોરચે એક તરફ અફઘાનિસ્તાનમાં સત્તા પલટા બાદ ચાલી રહેલા ઘર્ષણ અને ફરી યુદ્વ જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી હોવા જીઓપોલિટીકલ ટેન્શન તેમજ કોરોના સંક્રમણ અમેરિકા, યુરોપના દેશોમાં ઝડપી ફેલાઈ રહ્યું હોવાની ચિંતા સાથે ભારતમાં કોરોના સંક્રમણ હાલ અંકુશમાં હોવા છતાં હજુ ત્રીજી લહેરની દહેશત હોવા સાથે દેશના કેટલાક ભાગોમાં ચોમાસાની પ્રગતિ મંદ હોવાથી ચિંતા સાથે અફઘાનિસ્તાન મામલે નિકાસમાં મોટો ફટકો પડવાના  ચિંતાએ આગામી દિવસોમાં મોટા આર્થિક પડકારોનો સામનો કરવો પડે એવા સંકેત અને આવતી કાલે શુક્રવારે ગણેશ ચતુર્થીના શેરબજારો બંધ રહેનાર હોવાથી સળંગ ત્રણ દિવસ ભારતીય શેરબજારમાં રજાને લઈ ફંડો, ખેલંદાઓએ ઈન્ડેક્સ બેઝડ તેજીનો મોટો વેપાર ઊભો નહીં રાખી સાવચેતીનું વલણ અપનાવ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, ફાઈનાન્સ, બેન્કેક્સ, હેલ્થકેર અને એનર્જી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૫૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૪૫ અને વધનારની સંખ્યા ૧૮૪૪ રહી હતી, ૧૬૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ઐતિહાસિક તેજીની અવિરત દોટ મૂકી રહેલા ભારતીય શેરબજારોમાં અત્યારે  તમામ નેગેટીવ પરિબળોને અવગણીને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈઝ શેરોમાં મોટાપાયે ખરીદદાર બન્યા છે. કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ચિંતા છોડી અને જીઓપોલિટીકલ ટેન્શન, મોંઘવારી-ફુગાવાના પરિબળ સાથે ક્રુડ ઓઈલના ઊંચા પ્રવર્તિ રહેલા ભાવ સામે ચોમાસાની ફરી સારી પ્રગતિ અને અમેરિકાએ સ્ટીમ્યુલસ ચાલુ રાખવાના એટલે કે ટેપરિંગ હાલ તુરત નહીં કરવાના આપેલા સ્પષ્ટ નિવેદનની પોઝિટીવ અસર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં જોવા મળી હતી.

આગામી દિવસોમાં અમેરિકાના સ્ટીમ્યુલસ ચાલુ રહેવાના અને એના પરિણામે ફોરેન ફંડોનો  રોકાણ પ્રવાહ પણ  વહેતો રહેવાની શકયતાએ ભારતીય શેરબજારમાં તેજી હાલ તુરત જળવાઈ રહેવાની શકયતા જોવાઈ રહી છે. જોકે સ્થાનિક સ્તરે કોરોનાના પરિબળની સાથે હાલ ફુગાવો-મોંઘવારીનું પરિબળ પણ નેગેટીવ બની રહ્યું છે. ક્રુડ ઓઈલના ભાવ ફરી વધી રહ્યા હોવા સાથે પેટ્રોલ, ડિઝલના સતત ઊંચા નવી વિક્રમી ઊંચાઈએ પ્રવર્તતા ભાવોથી મોંઘવારીમાં થઈ રહેલા સતત વધારા અને વધતી જતી બેરોજગારીની સમસ્યાને ધ્યાનમાં લેતાં આગામી દિવસો ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

Print Friendly, PDF & Email