Home વ્યાપાર જગત ભારતીય શેરબજારમાં અનેક સાનુકૂળ પરિબળો પાછળ ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!

ભારતીય શેરબજારમાં અનેક સાનુકૂળ પરિબળો પાછળ ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!

27
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૮.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૪૮૪૩.૯૮ સામે ૫૪૯૧૧.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૪૯૦૫.૪૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૨.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૯૩.૩૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૫૪૩૭.૨૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૩૫૮.૬૦ સામે ૧૬૩૬૫.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૩૬૦.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૪.૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૯.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૫૧૮.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોરોના સંક્રમણની ત્રીજી લહેરના ફફડાટ અને વિશ્વમાં ફરી કોરોનાના કેસો વધી રહ્યાની ચિંતા અને ભારતમાં પણ ડેલ્ટા પ્લસ કોરોનાના કેસો વધી રહ્યાની ચિંતા છતાં કેન્દ્ર સરકાર દ્વારા આ પરિસ્થિતિ વચ્ચે દેશને અનલોક સાથે ઝડપી આર્થિક વિકાસના પંથે લઈ જવાની દિશામાં નિર્ણયો લેતાં રહી સંસદના ચોમાસું સત્રમાં સાત આર્થિક વિકાસલક્ષી બિલ પસાર કરવામાં આવતાં અને નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા ઉદ્યોગોને સંબોધતા આર્થિક વિકાસની આપેલી રૂપરેખા અને ઉદ્યોગોની કરેલી સરાહનાની પોઝિટીવ અસરે ભારતીય શેરબજારમાં આજે ઐતિહાસિક નવી ઊંચાઈનો વિક્રમ સર્જાયો હતો.

ભારતમાં સરકાર દ્વારા આર્થિક વિકાસના પગલાંની  પોઝિટીવ અસર અને  ચોમાસાની પ્રગતિ સાથે કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિક પરિણામો સારા આવી રહ્યા હોઈ ફંડોએ આજે ટેલિકોમ, આઈટી-ટેક, ટેકનોલોજી શેરો તેમજ એનર્જી – કેપિટલ ગુડઝ શેરોમાં તેજી કરીને આજે બીએસઇ સેન્સેક્સે સૌપ્રથમ વખત ૫૫૦૦૦પોઈન્ટ સપાટી કુદવી ૫૫૪૮૭ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૬૫૩૪ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈનો નોંધાવી હતી. જો કે સ્મોલ, મિડ કેપ શેરોમાં બીએસઈ દ્વારા એડ-ઓન પ્રાઈસ બેન્ડના ફ્રેમવર્ક મામલે કરાયેલી પીછેહઠ અને આ નિયમોને હળવા કર્યા છતાં શેરોમાં સાવચેતી જોવા મળી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, હેલ્થકેર અને યુટિલિટીઝ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૫૧ અને વધનારની સંખ્યા ૧૫૬૫ રહી હતી, ૧૨૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૮૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, શેરબજારમાં આકર્ષક ઉછાળા પાછળ આર્થિક મોરચે મળેલા પ્રોત્સાહક અહેવાલ જવાબદાર છે. રિટેલ ફુગાવાનો દર ભારતીય રિઝર્વ બેંકની લક્ષ્ય શ્રેણીમાં આવી ગયો છે. જુલાઈ માસમાં રિટેલ ફુગાવો ૫.૫૯% રહ્યો હતો. જે આ જૂન માસ કરતાં ૦.૬૭% ઓછો છે. તે જૂન ૨૦૨૧માં ૬.૨૬ અને જુલાઈ ૨૦૨૦માં ૬.૭૩ ટકા હતો. આ સાથે જ સરકારી આંકડાઓ અનુસાર આ ઘટાડો ખાદ્ય પદાર્થોનાં ભાવમાં ઘટાડો અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપને કારણે થયો છે. સરકારે ભારતીય રિઝર્વ બેંકને રિટેલ ફુગાવો ૨%ના માર્જિન સાથે ૪% પર રાખવાનો નિર્દેશ આપ્યો છે.

જુલાઈ માસમાં કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ ૩.૯૬% હતો. અત્રે ઉલ્લેખનિય છે કે જૂનમાં આ દર ૫.૧૫% હતો. ભૂતકાળમાં હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં અર્થશાસ્ત્રીઓએ જુલાઈમાં રિટેલ ફુગાવો ૫.૭૮% રહેવાનું અનુમાન લગાવ્યું હતું. જૂનમાં, ખાણ ઉત્પાદન ૨૩.૧% અને વીજ ઉત્પાદન ૮.૩% વધ્યું હતું. આ આંકડાઓ અર્થતંત્ર ફરથી વૃદ્ધિના પાટા પર આવી રહ્યું હોવાના સંકેત આપી રહ્યા છે. આર્થિક મોરચે સુધારા તેમજ વૈશ્વિક બજારોની તેજીનો ટેકો પણ સ્થાનિક શેરબજારને મળતા ભારતીય ઈક્વિટી માર્કેટમાં વેલ્યુ બાઈંગ જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં વૈશ્વિક બજારો પર નજર સાથે સ્થાનિક સ્તરે મોંઘવારીને કાબૂમાં લેવા માટે લેવાઈ રહેલા વિવિધ પગલાં પર ભારતીય શેરબજારની નજર રહેશે.

Print Friendly, PDF & Email