Home વ્યાપાર જગત ભારતીય શેરબજારમાં અભૂતપૂર્વ તેજી યથાવત…!! સેન્સેક્સ – નિફ્ટીનંં ઐતિહાસિક સપાટીએ ટ્રેડિંગ…!!!

ભારતીય શેરબજારમાં અભૂતપૂર્વ તેજી યથાવત…!! સેન્સેક્સ – નિફ્ટીનંં ઐતિહાસિક સપાટીએ ટ્રેડિંગ…!!!

37
0
SHARE
Brave spanish bull

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૮.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૪૩૭.૨૯ સામે ૫૫૪૭૯.૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૫૨૮૧.૦૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૯.૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૫.૨૯ પોઈન્ટના ઉછાળા સાથે ૫૫૫૮૨.૫૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૫૧૭.૩૫ સામે ૧૬૪૯૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૪૬૧.૮૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૬.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૫૫૧.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા ભારતને ઝડપી આર્થિક વિકાસના પંથે  લઈ જવા માટે આર્થિક સુધારાના મહત્વના નિર્ણયો લેવાતાં રહી સંસદના ચોમાસું સત્રમાં સંખ્યાબંધ આર્થિક બિલો રજૂ કરવામાં આવતાં અને નાણા પ્રધાન નિર્મલા સીતારામને પણ સરકારની આર્થિક સુધારા માટેની કટિબદ્વતા સાથે ડિસઈન્વેસ્ટમેન્ટમાં આગળ વધવાની મહત્વકાંક્ષા બતાવતાં ભારતીય શેરબજારમાં આજે તેજીનો નવો ઈતિહાસ રચાયો હતો.

વૈશ્વિક બજારોમાં આજે એશીયા, યુરોપના દેશોના બજારોમાં એકંદર નરમાઈ સામે સ્થાનિક સ્તરે કોરોના સંક્રમણના કારણે પાછલા ઘણા દિવસોથી વર્ક ફ્રોમ હોમ કલ્ચરમાં થયેલા વિશ્વભરમાં વધારાના કારણે ડિજિટાઈઝેશનમાં ઝડપી વધારા સાથે આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી અને મેટલ કંપનીઓના પરિણામો અપેક્ષા મુજબ આવતા ફંડોએ આજે તોફાની તેજી કરીને સૌપ્રથમ ૫૫૬૮૦ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૬૫૮૮ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈનો નોંધાવી હતી. જો કે સ્મોલ, મિડ કેપ શેરોમાં સાવચેતી જોવા મળી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝીક મટીરીયલ, એનર્જી, એફએમસીજી, ફાઈનાન્સ, મેટલ અને ઓઇલ & ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૨૯ અને વધનારની સંખ્યા ૧૧૬૬ રહી હતી, ૧૩૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૩૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ક્રિસિલ રિસર્ચ દ્વારા એક રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, ભારતીય રિઝર્વ બેંક નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨ના અંતમાં મુખ્ય દરોમાં ૨૫ બેસીસ પોઇન્ટનો વધારો કરી શકે છે. મોનેટરી પોલિસી સમિતિના સભ્યોની બેઠક બાબતે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરળ મોનેટરી નીતિ વ્યવસ્થા લાંબા દિવસ સુધી નહીં ચાલી શકે. રિપોર્ટ અનુસાર આ નિર્ણયમાં ફુગાવો મુખ્ય પરિબળ બનશે, અન્ય પરિબળો જેમ કે મુખ્યત્વે સ્થાનિક માંગ અને અન્ય મુખ્ય કેન્દ્રીય બેંકો દ્વારા પોલિસી નોર્મલાઇઝેશન પણ મહત્વનું રહેશે. આટલું જ નહીં રિઝર્વ બેન્ક તે કેન્દ્રીય બેંકોમાંની એક છે જે મહામારી સામે લડવા માટે પ્રોત્સાહનમાં વર્ષ દરમિયાન આવેલ ઘટાડાને ધીમે ધીમે વધારવામાં લાગી છે.

આ સમયે બ્રાઝીલ, રશિયા, તુર્કી અને કેનેડામાં કેન્દ્રીય બેંકો અગાઉથી જ ફુગાવાથી પ્રભાવિત થઇને નીતિગત દરોમાં ઘટાડો અથવા વધારો કરી ચુક્યા છે. ફુગાવાની પ્રકૃતિ, તેના પ્રત્યે સહિષ્ણુતા સાથે, આ વર્ષે કેન્દ્રીય બેન્કની કાર્યવાહીને પરિભાષિત કરવામાં આવી છે. હાલ વૈશ્વિક બજારોમાં એક અસહજ શાંતિ સ્થપાયેલ છે. આ એટલા માટે કે મુખ્ય અર્થવ્યસ્થાઓની કેન્દ્રીય બેંકોએ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરળ મોનેટરી પોલિસીનું પાલન કરવાનું જારી રાખ્યું છે જેથી ફુગાવામાં ઝડપથી વૃદ્ધિ નોંધાઈ છે.

Print Friendly, PDF & Email