રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૪.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૭૪૬.૨૧ સામે ૪૯૭૪૩.૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૯૪૬૧.૦૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૪૫.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૪.૮૯ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૫૯૧.૩૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૨૪.૪૦ સામે ૧૪૯૦૧.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૮૧૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૭.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૮૯૩.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
દેશભરમાં ફરી કોરોના સંક્રમણની બીજી લહેરમાં વિસ્ફોટ થતાં કટોકટીની પરિસ્થિતિ ઊભી થતાં અને મહારાષ્ટ્રમાં કેસોમાં અસાધારણ વધારાના પરિણામે ફરી લોકડાઉનના પગલાં લેવાની અંતે રાજય સરકારને ફરજ પડતાં તેમજ ગુજરાત સહિતના રાજયોમાં પરિસ્થિતિને લઈ આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા ફરી દેશભરમાં લોકડાઉનના પગલાં લેવાય એવી બતાવાતી શકયતાએ આજે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ નીતિ સમીક્ષામાં વ્યાજ દર જાળવી રાખવામાં આવ્યા સામે જંગી બોન્ડસ ખરીદીનો પ્રોગ્રામ હોવાનું જાહેર કર્યા છતાં કોરોનાને લઈ આગામી દિવસોમાં વધુ લોકો લોન ચૂકવણીમાં ડિફોલ્ટર થવાના અને એના પરિણામે બેંકોની એનપીએમાં જંગી વધારો થવાના અંદાજોએ આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં વેચવાલી થતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. અલબત ફરી વિશ્વ લોકડાઉનના પરિણામે વર્ક ફ્રોમ હોમ તરફ વળવા લાગતાં આગામી દિવસોમાં આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી માટેની માંગમાં મોટી વૃદ્વિની અપેક્ષા અને આઈટી કંપનીઓના માર્ચ અંતના ત્રિમાસિક પરિણામો પ્રોત્સાહક નીવડવાના અંદાજોએ આજે આઈટી શેરોમાં ફંડોએ તેજી કરી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૮% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એફએમસીજી, હેલ્થકેર, આઇટી, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૭૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૪૯ અને વધનારની સંખ્યા ૧૬૫૬ રહી હતી, ૧૭૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના કાળમાંથી બહાર આવીને દેશભરમાં આર્થિક પ્રવૃતિ વેગ પકડવા લાગતાં છેલ્લા છ મહિનામાં સરકારી આંકડા મુજબ જીએસટી એક્ત્રિકરણ સતત છઠ્ઠા મહિને વધીને માર્ચમાં રૂ.૧.૨૪ લાખ કરોડ થતાં અને હવે કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૨૧ના અંતના ત્રિમાસિક અને વાર્ષિક પરિણામોની શરૂ થનારી સીઝનમાં સારા પરિણામોની અપેક્ષા વચ્ચે આગામી દિવસોમાં ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની સક્રિયતા વધવાની શકયતા છે. પરંતુ અમેરિકામાં જંગી સ્ટીમ્યુલસની સાથે યુ.એસ. બોન્ડ યીલ્ડમાં નજીકના ભવિષ્યમાં કોઈપણ મોટો વધારો શકય છે, કે ભારત સહિતના વિકાસશીલ બજારોમાંથી એફપીઆઈ-ફોરેન ફંડોના રોકાણને પાછું ખેંચાવાના જોખમે સાવચેતી જરૂરી બની રહેશે.
આગામી દિવસોમાં રાજયોની યોજાઈ રહેલી ચૂંટણીઓ પર ભારતીય શેરબજારની નજર સાથે દેશભરમાં ફરી થયેલા કોરોના વિસ્ફોટને પરિણામે કેન્દ્ર સરકાર અને રાજય સરકારોના અંકુશના કડક પગલાં અને રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવો પર સૌની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.