Home વ્યાપાર જગત - BUSINESS આર્થિક મોરચે પ્રોત્સાહક અહેવાલો પાછળ ભારતીય શેરબજારની તેજીની વિક્રમી ચાલ યથાવત્.…!!

આર્થિક મોરચે પ્રોત્સાહક અહેવાલો પાછળ ભારતીય શેરબજારની તેજીની વિક્રમી ચાલ યથાવત્.…!!

169
0
spanish bull in bullring

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૯.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૧૨૯.૯૫ સામે ૫૮૪૧૧.૬૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૨૦૦.૨૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૫.૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૬.૯૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૨૯૬.૯૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૨૯.૩૫ સામે ૧૭૩૭૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૩૬૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૮.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૮.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૪૦૮.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. ભારતના જીડીપી વૃદ્વિના ૨૦.૧% પ્રોત્સાહક આંકડા, જીએસટી એક્ત્રિકરણ રૂ.એક લાખ કરોડથી વધુ થવું અને વરસાદની ખાધ ધરાવતા ગુજરાત સહિતના રાજયોમાં ચોમાસાની ચાલુ સપ્તાહમાં સારી પ્રગતિ અને કોર્પોરેટ ઈન્ડિયાના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતના પ્રોત્સાહક ડેવલપમેન્ટના સમાચારોની પોઝિટીવ અસરે આજે ફંડોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં તોફાની તેજીની આગેવાનીએ ભારતીય શેરબજાર વિક્રમી ઊંચાઈ બંધ રહ્યું હતું.

ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ચેરમેન મુકેશ અંબાણીના ક્લિન એનજી ક્ષેત્રે કંપની  વચનબદ્વ હોવાના કરેલા પ્રોત્સાહક નિવેદનની પોઝિટીવ અસરે ફંડોએ આજે સતત બીજા દિવસે પણ મોટી ખરીદી કરતાં અને કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં સતત તેજી સાથે આઈટી-સોફટવેર સર્વિસઝ, ટેકનોલોજી શેરોમાં આકર્ષણ અને રિયલ્ટી મોટી ખરીદી થતાં સેન્સેક્સ ૫૮૫૧૫ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૭૪૨૯ પોઈન્ટની નવી વિક્રમી ઊંચાઈ બનાવી હતી.

આ પોઝિટીવ પરિબળો સામે કોરોના સંક્રમણમાં કેરળ બાદ હવે કર્ણાટકમાં પરિસ્થિતિ વિકટ બનવા લાગી કેસોની સંખ્યામાં થવા લાગેલા વધારાને લઈ ફરી લોકડાઉનના અંકુશો લાદવામાં આવતાં અને મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં  પણ એલર્ટની સ્થિતિને જોઈ આગામી દિવસોમાં અંકુશોની શકયતા છતાં આ પરિબળને અવગણીને દેશમાં આર્થિક વિકાસ માટે આર્થિક ઉદ્દારીકરણના પગલાં લેવા મક્કમ કેન્દ્ર સરકારની નીતિને  આવકારી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ શેરોમાં અવિરત ખરીદી ચાલુ રાખી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઇલ એન્ડ ગેસ, યુટિલિટીઝ, પાવર, બેન્કેક્સ, ટેલિકોમ, ફાઈનાન્સ અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૯૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૨૭ અને વધનારની સંખ્યા ૧૬૯૧ રહી હતી, ૧૭૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૮૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસમાં મોટો હિસ્સો ધરાવતા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં ઓગસ્ટમાં જોરદાર સુધારો જોવા મળતા નીતિવિષયકોની ચિંતામાં હાલ પૂરતો ઘટાડો થયો છે. ગયા મહિને ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં જુલાઈ માસની સરખામણીએ ઘટાડો જોવા મળ્યો હતો. દેશની સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસજે જુલાઈ માસમાં ૪૫.૪૦ રહ્યો હતો તે ઓગસ્ટમાં જોરદાર વધી ૫૬.૭૦ સાથે અઢાર મહિનાની ટોચે રહ્યો છે. સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં છેલ્લા ચાર મહિનામાં પહેલી વખત વધારો જોવા મળ્યો છે.

કોરોનાની બીજી લહેર નરમ પડયા બાદ મોટાભાગના રાજ્યોમાં સંસ્થાનો ફરી પાછા કાર્યરત થવા લાગતા સેવા ક્ષેત્રમાં રિબાઉન્ડ જોવા મળ્યું છે. વેક્સિનેશનમાં ઝડપને પરિણામે  સેવાના ઉપભોગમાં વધારો થયો છે. જો કે સેવા ક્ષેત્રની કંપનીઓમાં કર્મચારીઓની છટણી ગયા મહિને ચાલુ રહી હતી, તેનો દર ધીમો પડયો હતો. વેક્સિનેશનમાં ઝડપ ઉપરાંત વ્યાપક વિજ્ઞાાપનોને કારણે પણે સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળી હોવાનું પીએમઆઈના સર્વે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. વર્તમાન મહિનામાં જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો નાણાં વર્ષ ૨૦૨૨ના પાછલા ૬ મહિનામાં સેવા ક્ષેત્રને ગતિ મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field