Home વ્યાપાર જગત ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી બાદ દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી બાદ દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

48
0
SHARE
Bull and Bear -Stock Market Trends

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૯.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૨૯૬.૯૧ સામે ૫૮૪૧૮.૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૦૦૫.૦૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૪૮.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭.૪૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૨૭૯.૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૪૦૪.૬૫ સામે ૧૭૩૭૨.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૩૦૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૯.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૫.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૩૬૯.૨૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કોરોના સંક્રમણના વિપરીત પરિબળ સાથે અફઘાનિસ્તાન મામલે જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહ્યા છતાં આર્થિક મોરચે અમેરિકા દ્વારા ગત સપ્તાહમાં યુ.એસ. ફેડરલ રિઝર્વે સ્ટીમ્યુલસ ચાલુ રાખવાના આપેલા સંકેતે વૈશ્વિક બજારોમાં તેજી અને ભારતમાં જીએસટી એક્ત્રિકરણમાં સતત વધારા અને અન્ય આર્થિક પરિબળો પોઝિટીવ રહેતાં અને ચોમાસાની સારી પ્રગતિએ ફંડોએ શેરોમાં તેજીની વિક્રમી દોટ ચાલુ રાખી હતી. આંતરરાષ્ટ્રીય મોરચે સાઉદી અરેબિયા દ્વારા ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો કરવામાં આવતાં બ્રેન્ટ અને નાયમેક્ષ ક્રુડ ઓઈલના ભાવ ઘટી આવ્યાના અને સ્થાનિકમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં  ઘટાડાની પોઝિટીવ અસર અને કોર્પોરેટ ઈન્ડિયાના પોઝિટીવ ડેવલપમેન્ટે ફંડોએ શેરોમાં સતત ખરીદી કરતા બીએસઇ સેન્સેક્સે ૫૮૫૫૩ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૭૪૪૯ પોઈન્ટની નવી વિક્રમી ઊંચાઈ બનાવી હતી.

આંતરરાષ્ટ્રીય મોરચે એક તરફ અફઘાનિસ્તાનમાં સત્તા પલટા બાદ ચાલી રહેલા ઘર્ષણ અને ફરી યુદ્વ જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી હોવા જીઓપોલિટીકલ ટેન્શન તેમજ કોરોના સંક્રમણ અમેરિકા, યુરોપના દેશોમાં ઝડપી ફેલાઈ રહ્યું હોવાની ચિંતા સાથે ભારતમાં કોરોના સંક્રમણ હાલ અંકુશમાં હોવા છતાં હજુ ત્રીજી લહેરની દહેશત હોવા સાથે અફઘાનિસ્તાન મામલે ચિંતાએ આગામી દિવસોમાં મોટા આર્થિક પડકારોનો સામનો કરવો પડે એવા સંકેતે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ઓપરેટરો, ખેલંદાઓ દ્વારા ઓફલોડિંગ કરતાં શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, એફએમસીજી, એનર્જી, સીડીજીએસ અને ફાઈનાન્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૧૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૪૪ અને વધનારની સંખ્યા ૧૩૩૩ રહી હતી, ૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૬૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, મહામારીની પ્રતિકૂળતા બાદ ભારતીય અર્થતંત્રની ઝડપી વૃદ્ધિ, ધંધા – રોજગાર વધતા જીએસટી કલેક્શનમાં સતત વૃદ્ધિ, દેશમાં વેક્સિનેશન કામગીરીમાં વૃદ્ધિ, અપેક્ષાથી સારા કોર્પોરેટ પરિણામો વિદેશી રોકાણકારોની નવી લેવાલી સહિતના સાનુકૂળ પરિબળો પાછળ બીએસઇ સેન્સેક્સે આજ પ્રથમ વખત ૫૮,૫૦૦ પોઇન્ટસની મહત્ત્વની મનોવૈજ્ઞાનિક સપાટી કુદાવી દીધી હતી. આમ, ચાલુ કેલેન્ડર વર્ષમાં સાડા સાત માસમાં સેન્સેક્સ ૮૦૦૦ પોઇન્ટ વધ્યો છે. બીજી તરફ વૈશ્વિક સ્તરે યુએસ ફેડરલ દ્વારા સ્ટીમ્યુલસ ચાલુ રાખવાના અહેવાલો સહિત વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા અપનાવાયેલ હળવી નાણાંનીતિની વૈશ્વિક બજારો સહિત ભારતીય બજાર પર સાનુકૂળ અસર થવા પામી હતી.

સેન્સેક્સની આ ઐતિહાસિક તેજીના સમયગાળા દરમિયાન બીએસઇ – ૫૦૦ ઇન્ડેક્સમાં સામેલ ૩૭ શેરોમાં ૧૦૦% થી ૩૧૩% સુધીના ઉછાળા નોંધાયા હતા. ચાલુ ૨૦૨૧ના કેલેન્ડર વર્ષમાં બીએસઇ સેન્સેક્સ અત્યાર સુધી અંદાજીત ૨૨% વધીને ૫૮૫૫૩.૦૭ની ઑલટાઇમ હાઇ સપાટીને સ્પર્શી ગયો છે. સેન્સેક્સમાં નોંધાયેલા ઉછાળાના પગલે રોકાણકારોની સંપત્તિ પણ વધીને અંદાજીત રૂ.૨૫૪ લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચી છે. ગત ઓગસ્ટ માસમાં બીએસઇ સેન્સેક્સમાં અંદાજીત ૯%નો ઉછાળો નોંધાયો છે. આમ, એકધારી તેજી આગામી દિવસોમાં બાદ ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી શક્યતા જોવાઈ રહી છે.

Print Friendly, PDF & Email