Home વ્યાપાર જગત ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય અવિરત લેવાલી થકી ઐતિહાસિક તેજી યથાવત્.…!!

ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય અવિરત લેવાલી થકી ઐતિહાસિક તેજી યથાવત્.…!!

37
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૯.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૮૫૨.૫૪ સામે ૫૭૯૮૩.૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૭૬૪.૦૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૦.૭૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૭.૪૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૧૨૯.૯૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૪૭.૨૫ સામે ૧૭૨૬૧.૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૨૧૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૧.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૪.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૩૩૨.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ દ્વારા શેરોમાં સતત ઓલ રાઉન્ડ તોફાની તેજી કરી ભારતીય શેરબજારને ફરી નવી ઐતિહાસિક ઊંચાઈએ મૂકી દીધા હતા. કોરોના સંક્રમણમાં કેરળ સહિતના રાજયોમાં વધારાએ ત્રીજી લહેરની ચિંતા છતાં આ પડકારો વચ્ચે પણ આર્થિક મોરચે વૃદ્વિ જળવાઈ રહીને ઓગસ્ટ મહિનામાં સતત બીજા મહિને જીએસટી આવક એક્ત્રિકરણ રૂ.એક લાખ કરોડથી વધુ થવાના પોઝિટીવ સમાચાર અને જૂનના અંતના જીડીપી વૃદ્વિ ૨૦.૧% પ્રોત્સાહક થવા સાથે હવે ચોમાસાની સારી પ્રગતિ અને કોર્પોરેટ પરિણામો પણ આગામી દિવસોમાં પ્રોત્સાહક નીવડવાની અપેક્ષાએ ફોરેન ફંડોએ  શેરોમાં નવેસરથી મોટાપાયે ખરીદી ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં આજે અંદાજીત ૩.૫%ની તેજી નોંધાતા શેરબજારમાં માર્કેટ કેપિટલાઈઝેશન મામલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી મોટી કંપની બની ગઈ છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો કોરોના મહામારી બાદ ભારતીય શેરબજારના અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો અંદાજ મૂકીને આગામી દિવસોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ સતત નવી ખરીદી કરતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ, એફએમસીજી, બેન્કેક્સ અને ફાઈનાન્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૩૨ અને વધનારની સંખ્યા ૧૬૬૮ રહી હતી, ૧૩૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૫૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૦૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ઓગસ્ટ માસના અંતિમ તબક્કા દરમિયાન આઈપીઓના ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થતા રોકાણકારોને ભારે નુકસાન થતા સપ્ટેમ્બર માસમાં આવનારા આઈપીઓથી રોકાણકારો સાવચેતીનું વલણ અપનાવી દૂર રહે તેવી સંભાવના છે. વિતેલા ઓગસ્ટ માસ દરમિયાન આઈપીઓ થકી કંપનીઓએ અંદાજીત રૂ.૧૮૨૦૦ કરોડ ઉભા કર્યા હતા. જો કે, વિતેલા માસના અંતિમ તબક્કામાં આવેલા આઈપીઓના લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં થતા રોકાણકારોને નુકસાન થતા તેમનું મોરલ ખરડાઈ જવા પામ્યું છે. રોકાણકારોની આ નારાજગીની સપ્ટેમ્બર માસના આઈપીઓ પર અસર થઈ શકે છે.

સપ્ટેમ્બર માસમાં ૧૦ કંપનીના આઈપીઓ રજૂ થવાની સંભાવના છે. જે પૈકી ચારથી પાંચ કંપનીઓના વેલ્યુએશન ઊંચા છે. તાજેતરમાં ઊદ્ભવેલ આ પ્રતિકૂળતાના કારણે આગામી સમયમાં રોકાણકારો આપીઓમાં રોકાણ કરતા પૂર્વે સાવચેતીનું વલણ અપનાવે તેવી સંભાવના છે. ચાલુ નાણાં વર્ષના પ્રથમ ચાર માસ દરમિયાન ૫.૭ લાખ રોકાણકારોએ આઈપીઓમાં રોકાણ કર્યું હતું. જે ગત પૂરા નાણાંકીય વર્ષ દરમિયાન પાંચ લાખ જેટલા રોકાણકારોએ રોકાણ કર્યું હતું. આમ, આઈપીઓમાં રોકાણ કરનાર રોકાણકારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આગામી દિવસોમાં ચોમાસાની પ્રગતિ, કોરોના સંક્રમણની સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય મોરચે અફઘાનિસ્તાનની સ્થિતિ પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે.

Print Friendly, PDF & Email