Home ગુજરાત ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ

93
0

(જી.એન.એસ : પૂર્વાંગ દેવેન્દ્ર ત્રિવેદી)
કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિએ સમગ્ર ગુજરાતમાં ઉભા પાકને નુકસાન પહોંચાડ્યું છે. અધિકારીઓએ રવિ પાકને મોટા નુકસાનનો અંદાજ લગાવ્યો છે. માવઠાને પગલે રવિ પાકને નુકસાન થવાનું જોખમ છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાતના દરિયાકાંઠે અને ગુજરાતના અન્ય ભાગો પર અસર થઈ શકે છે.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, નવસારી સહિતના શહેરો, ભરૂચ સુધી અને ભાવનગર સુધી પણ સારો વરસાદ જોવા મળશે. અમદાવાદ, આણંદ, વડોદરા, ગાંધીનગર વગેરે સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી ધારણા છે. આ વરસાદ ૧૯ અને ૨૦ નવેમ્બરની વચ્ચે રાજ્યમાં પડવાની ધારણા છે.
ધોળકા, બાવળા અને સાણંદ પંથકમાં આજે વહેલી સવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અચાનક પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ છવાયો હતો. થોડી જ વારમાં વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે આકાશ છવાઈ ગયું હતું. તેના કારણે વરસાદ આધારિત ડાંગરના ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. ઘઉંનો પાક પાકવાની આરે છે. ઘઉંની ભૂકી વરસાદના પાણીના સંપર્કમાં આવે છે અને ઘઉંના દાણા પર સફેદ ડાઘ દેખાય છે. જેથી ખેડૂતોને ઘઉંના પૂરતા ભાવ મળી રહ્યા નથી. આથી તંત્રએ ખેડૂતોના હિત માટે ઘઉંના ટેકાના ભાવ નક્કી કરવા જોઈએ અને ખેડૂતો તેમના પાકથી વંચિત ન રહે તે માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. તેથી સરકારે ખેડૂતોને થોડી રાહત આપવા માટે કેટલાક ર્નિણયો લેવા જોઈએ. તંત્ર દ્વારા ધરતી પુત્રોનું હિત જળવાય તે માટે તાકીદે પગલા ભરવા ધરતી પુત્રોની માંગ ઉઠી છે.
અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન અંગે લોકોની મિશ્ર પ્રતિક્રિયા છે. હવામાનમાં આવેલા અચાનક બદલાવને કારણે લોકો શરદી, ઉધરસ અને તાવની બીમારીમાં સપડાય છે. કેટલાક લોકો આ હવામાનને લોંગ ડ્રાઇવ પર જવા અને મસાલેદાર ખોરાક ખાવાની સાથે પણ એન્જોય કરે છે. આગામી દિવસોમાં વરસાદ અને વધુ ઠંડી પડવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleક્રિપ્ટોકરન્સી દેશના યુવાનોને બરબાદ કરી નાંખશે : વડાપ્રધાન મોદી
Next articleગાંધીનગરની ફાર્મા કંપની ઓનલાઈન છેતરપિંડીનો શિકાર થઈ