Home દુનિયા - WORLD ક્રિપ્ટોકરન્સી દેશના યુવાનોને બરબાદ કરી નાંખશે : વડાપ્રધાન મોદી

ક્રિપ્ટોકરન્સી દેશના યુવાનોને બરબાદ કરી નાંખશે : વડાપ્રધાન મોદી

128
0

(જી.એન.એસ) , તા.૧૮
નવી દિલ્હી
ટેક્નોલોજી વૈશ્વિક સ્પર્ધાનું મુખ્ય સાધન બની ગયું છે, તે ભવિષ્યની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આકાર આપવાની ચાવી છે. ટેકનોલોજી અને ડેટા નવા હથિયાર બની રહ્યા છે. લોકશાહીની સૌથી મોટી શક્તિ નિખાલસતા છે. આપણે વેસ્ટર્ન ઇન્ટરેસ્ટના સ્વાર્થોને તેનો દુરુપયોગ ન કરવા દેવો જાેઈએ. ઓસ્ટ્રેલિયાના ઁસ્ સ્કોટ મોરિસણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે ખુબ જ જૂની મિત્રતા છે, સમયની સાથે આપના સંબંધો વધુ આગળ વધશે. અમે અવકાશ, વિજ્ઞાન, ડિજિટલ ટેક્નોલોજી સહિત ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા માટે સન્માનની વાત છે કે પીએમ મોદીએ ‘સિડની ડાયલોગ’માં સંબોધન કર્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘ધ સિડની ડાયલોગ’ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. મોદીએ કહ્યું કે ભારતના લોકો માટે ખૂબ જ સન્માનની વાત છે કે તમે મને સિડની ડાયલોગમાં સંબોધન કરવા માટે આમંત્રણ આપ્યું. મોદીએ કહ્યું હતું કે હું આને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને ઉભરતા ડિજિટલ વિશ્વમાં ભારતની કેન્દ્રીય ભૂમિકાની માન્યતા તરીકે જોઉં છું. મોદીએ કહ્યું હતું કે અમે દુનિયાનું સૌથી મોટું પબ્લિક ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવી રહ્યા છીએ. અમે વિશ્વનું સૌથી મજબૂત પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છીએ. અમે વિશ્વના સૌથી મોટા ડેટા કન્ઝ્‌યૂમર છીએ.તેમણે કહ્યું કે અમારી વન નેશન-વન કાર્ડ યોજનાથી દેશના કરોડો મજૂરો લાભ લઈ રહ્યા છે. ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં નવા નેતાઓ સામે આવી રહ્યા છે. કૃષિ અને સ્વચ્છ ઉર્જામાં પણ અમે ડિજિટલ ટેક્નોલોજીથી તસવીર બદલી રહ્યા છીએ. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ક્રિપ્ટો મુદ્દે ચેતવણી આપી હતી. મોદીએ કહ્યું કે, તમામ દેશોએ મળીને તે નક્કી કરવું પડશે કે ક્રિપ્ટોકરન્સી ખોટા હાથમાં ન આવવી જોઈએ, નહીં તો તે આપણાં યુવાનોને બરબાદ કરી નાંખશે.” આ પહેલીવાર હતું જ્યારે મોદીએ જાહેર મંચ પર ક્રિપ્ટોકરન્સી પર વાત કરી છે. મોદીએ કહ્યું હતું કે અમે પરીવર્તનના સમયમાં ચાલી રહ્યા છે. એવા પરીવર્તન જે યુગોમાં થાય છે. ડિજિટલ યુગ આપણી આસપાસની દરેક ચીજોને બદલી રહ્યું છે. તેણે રાજકારણ, અર્થવ્યવસ્થા અને સમાજની નવી વ્યાખ્યા લખી છે. ડિજિટલ ટેક્નોલોજી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા, શક્તિ અને નેતૃત્વને ફરીથી આકાર આપી રહી છે, પરંતુ તેની સાથે-સાથે આપણે નવા જાેખમો અને વિવાદોનો પણ સામનો કરી રહ્યા છીએ. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે એક લોકશાહી અને ડિજિટલ લીડર તરીકે ભારત પોતાની સંયુક્ત સમૃદ્ધિ અને સુરક્ષામાં ભાગીદારો સાથે કામ કરવા માટે તૈયાર છે. ભારતની ડિજિટલ ક્રાંતિ લોકશાહી, વસ્તી વિષયક અને અર્થતંત્રમાં સમાયેલી છે. તે અમારા યુવાનોના સાહસ અને નવીનતા દ્વારા સંચાલિત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવૈશ્વિક સ્તરે અનેક પ્રતિકૂળ અહેવાલો અને સ્થાનિક સ્તરે ઉછાળે નફારૂપી વેચવાલીના દબાણ પાછળ ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો…!!
Next articleગુજરાતમાં ફરી કમોસમી વરસાદ