Home દેશ - NATIONAL SBI નો શેર પહેલીવાર 800ને પાર થયો

SBI નો શેર પહેલીવાર 800ને પાર થયો

17
0

(જી.એન.એસ),તા.૨૬

મુંબઈ,

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા લિમિટેડ (SBI)ના શેરોએ ગુરુવારે નવો રેકોર્ડ બનાવ્યો છે. PSU બેંકના શેરોએ પ્રથમ વખત 800ની સપાટી વટાવી હતી અને ઓલ ટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. એસબીઆઈના શેરમાં અદભૂત વધારો એવા સમયે થયો જ્યારે એક્સિસ અને ઈન્ડસઈન્ડ બેંકે તેમના પરિણામો જાહેર કર્યા. પરિણામોમાં, આ બેંકોએ ભારે નફો કર્યો, જેના કારણે ગુરુવારે બેંકિંગ ક્ષેત્રમાં હરિયાળી જોવા મળી. જોકે શુક્રવાપે ઉઘડતા બજારમાં 810.15 INR એ ઓપન થયા પછી શેરમાં કરેક્શન આવવાનું શરૂ થયું હતું. આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે શેર −2.55 (0.31%) ઘટાડા સાથે 810.15 INR સાથે ટ્રેડ થઇ રહ્યા છે. ગુરુવારે SBI બેન્કનો શેર 4.23 ટકા વધીને રૂ. 805.95ની ઓલ ટાઇમ હાઇ પહોંચ્યો હતો. ટ્રેડિંગના અંતે, SBI બેંકના શેર 5.12% વધીને ₹812.70 પર હતા. SBI બેંકના શેરમાં આટલા ઉછાળાની વચ્ચે કેટલાક નિષ્ણાતોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. શેર ક્યાં સુધી જઈ શકે છે.

એક્સિસ સિક્યોરિટીઝના ટેકનિકલ રિસર્ચના વડા રાજેશ પાલવિયાએ જણાવ્યું હતું કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) PSU બેન્કોમાં સામેલ છે. પાલવિયાએ જણાવ્યું હતું કે, “આગામી 2-3 દિવસમાં, શેરમાં રૂ. 820-830નું સ્તર જોવા મળી શકે છે. રૂ. 750 પર સ્ટોપ લોસ જાળવી શકાય છે. માર્ચ ક્વાર્ટર માટે એક્સિસ સિક્યોરિટીઝે અનુમાન લગાવ્યું હતું કે SBIની એડવાન્સિસ અને ડિપોઝિટમાં 14 ટકાનો વધારો થશે. ટકા અને 11 ટકા બ્રોકરેજ કહે છે કે પગારમાં સુધારાને કારણે OPEX નજીવો વધારે થવાની શક્યતા છે. માર્ચ ક્વાર્ટરના પરિણામો અને કોટક મહિન્દ્રા બેંક પરના પ્રતિબંધ પછી, એક્સિસ બેંક માર્કેટ કેપની દ્રષ્ટિએ ચોથું સૌથી મોટું ધિરાણકર્તા બની ગયું છે. એક્સિસ બેન્કના ઉત્તમ ત્રિમાસિક પરિણામો બાદ બેન્કિંગ સેક્ટરમાં સારી વૃદ્ધિ જોવા મળી છે, જેના કારણે SBIના શેરમાં આવો ઉછાળો જોવા મળ્યો છે. કોટક મહિન્દ્રા બેંક પર પ્રતિબંધને કારણે તેમાં 10 ટકાનો ઘટાડો થયો છે. આ મહિનાની શરૂઆતમાં, ફિચ રેટિંગ્સે જણાવ્યું હતું કે SBI ભારતીય બેન્કોમાં સૌથી વધુ બિઝનેસ પ્રોફાઇલ સ્કોર ધરાવે છે, જેમાં બાકીની બેન્કો કરતાં ઓછું જોખમ છે. તમને જણાવી દઈએ કે છેલ્લા છ મહિનામાં SBI બેંકના શેરમાં 48.45%નો વધારો થયો છે. આ સિવાય તેણે આ વર્ષે 26.61% રિટર્ન આપ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુપ્રીમ કોર્ટમાં નવી અરજી: NOTAને કોઈપણ સીટ પર સૌથી વધુ વોટ મળે છે, તો ફરીથી ચૂંટણી થવી જોઈએ
Next articleJio એ લોન્ચ કર્યો ધમાકેદાર પ્લાન