Home Uncategorized ODIમાં સૌથી વધુ રન ફટકારનાર ખેલાડીના ટેસ્ટમાં પ્રદર્શન પર સવાલ ઉઠવા પામ્યા

ODIમાં સૌથી વધુ રન ફટકારનાર ખેલાડીના ટેસ્ટમાં પ્રદર્શન પર સવાલ ઉઠવા પામ્યા

11
0

(જી.એન.એસ),તા.૨૯

પહેલી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને એક ઈનિંગ અને 32 રનથી હરાવ્યું અને ભારતનું આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું ફરી ચકનાચૂર થઈ ગયું. સેન્ચુરિયનમાં વિરાટ, રાહુલ એન બુમરાહને છોડી બાકીના 8 ખેલાડીઓ કોઈ ખાસ કમાલ ન કરી શક્યા. ખાસ કરીને યુવા સ્ટાર બેટ્સમેન અને ભારતની બેટિંગનું ફ્યુચર ગણવામાં આવતા શુભમન ગિલે બંને ઈનિંગમાં નિરાશ કર્યા. ટેસ્ટ ક્રિકેટમાં તેની નિષ્ફળતાના કારણે હવે તે ટીકાકારોના નિશાન પર આવી ગયો છે. વર્ષ 2023માં ODIમાં શુભમન ગિલથી વધુ રન કોઈએ બનાવ્યા નથી.આ રેકોર્ડના આધારે શુભમન ગિલને ભારતીય ક્રિકેટનો પ્રિન્સ કહેવામાં આવે છે. પરંતુ શુભમન ગિલે હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં એવું કોઈ કારનામું કર્યું નથી, જેનાથી સાબિત થાય કે તે ટેસ્ટ ક્રિકેટમાં પણ ભારતનો પ્રિન્સ અને ફ્યુચર સ્ટાર કહેવાય..

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ અને બીજી ઈનિંગમાં શુભમન ગિલ માત્ર 2 અને 26 રન જ બનાવી શક્યો હતો. શુભમન ગિલનું ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શન સતત કથડી રહ્યું છે, હોમ ગ્રાઉન્ડ પર જ તેના બેટથી રન આવ્યા છે. આવી સ્થિતિમાં શુભમન ગિલ હોમ ગ્રાઉન્ડ પર જ સફળ થશે કે કેમ તે અંગે સવાલો ઉભા થવા લાગ્યા છે. જ્યારે શુભમનને ટેસ્ટમાં તક મળી ત્યારે તેણે ઓપનર તરીકે શરૂઆત કરી હતી. પરંતુ યશસ્વી જયસ્વાલના આગમનથી તેને ટીમમાં નંબર-3 પર રમવાની તક મળી. શુભમનને ચેતેશ્વર પૂજારાના સ્થાને તૈયાર કરવામાં આવી રહ્યો છે. જો કે, અત્યાર સુધી શુભમને ત્રીજા સ્થાને કોઈ મોટી ઈનિંગ રમી નથી. આંકડા પણ આ વાતની સાક્ષી આપી રહ્યા છે, કારણ કે ગિલે 19 ટેસ્ટની 35 ઈનિંગ્સમાં 994 રન જ બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન શુભમન ગિલની સરેરાશ માત્ર 31.06 રહી છે. જ્યારે ODIમાં તેની બેટિંગ એવરેજ 61 રહી છે અને 44 મેચમાં તેના 2271 રન છે. એક તરફ, શુભમન ગિલે ODIમાં 6 સદી ફટકારી છે, જ્યારે ટેસ્ટમાં તેના નામે માત્ર 2 સદી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિરાટ કોહલીએ રેકોર્ડ જે બનાવ્યો 146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં કોઈ અન્યએ ના બનાવી શક્યો
Next articleRBIને ઈન્ટરનેટથી ધમકીભર્યા મેઈલનું પગેરું વડોદરાથી મળ્યું